બિહારની ચૂંટણીનો પાવર રહી મહિલા મતદારો, 1,2 નહી આટલા કારણો છે
નીતિશ કુમાર જીતે કે તેજસ્વી યાદવ બિહાર ચૂંટણી 2025ની રિયલ સ્ટોરી હવે માત્ર પાર્ટી કે જાતિઓ સુધી સમિત રહી નથી. આ વખતે બિહારની ચૂંટણીમાં મહિલા અને યુવા મતદારોએ મોટી ભૂમિકા નિભાવી છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામ આવતા જ આગામી મુખ્યમંત્રી કોણ હશે અને કઈ પાર્ટી સત્તામાં આવશે તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરંતુ આ વખતે મોટો બદલાવ મહિલા મતદારો અને યુવાનોની ભૂમિકામાં જોવા મળ્યો છે. આ જ કારણ છે કે, હવે ચૂંટણી પરિણામો આ મતદારોની આસપાસ ફરતા હોય તેવું લાગે છે.
મહિલા મતદારોની વધતી તાકાત
પાછલા દાયકાઓમાં પર નજર કરીએ તો. બિહારમાં ચૂંટણીઓ ઘણીવાર જાતિ સમીકરણો અને જૂના ગઠબંધનો પર આધારિત હતી. પરંતુ 2025માં મહિલાઓએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ચૂંટણી પંચના ડેટા દર્શાવે છે કે ઘણા વિસ્તારોમાં, મહિલા મતદાન પુરુષો જેટલું અથવા તેનાથી વધુ હતું (કેટલાક સ્થળોએ 60% સુધી).
સરકારી યોજનાઓ જેમ કે મફત સાઈકલ, શિષ્યવૃત્તિ અને
મહિલાઓ માટે રોકડ લાભોએ તેમને રાજકીય પ્રક્રિયામાં સીધા જ સમાવિષ્ટ કર્યા છે. એવું કહી શકાય કે મહિલાઓ હવે ફક્ત સહાયક મતદાતા જૂથ નથી, પરંતુ એક નિર્ણાયક તાકાત છે.
યુવા મતદારોનો વધ્યો પ્રભાવ
બિહારની વસ્તીનો મોટોભાગ 35 વર્ષથી ઓછી ઉંમરનો છે. પહેલી અને બીજી વખત મત આપનાર યુવા મતદારોને રાજકીય પક્ષો પાસેથી રોજગાર, શિક્ષણ અને તકો અંગે અપેક્ષાઓ હોય છે. આ વખતે પાર્ટીએ MY, એટલે “મહિલા-યુવા” પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
જાતિ અને ધર્મથી આગળ વધીને પરિવર્તન
મુસ્લિમો અને યાદવો (MY)નો ચૂંટણી પ્રભાવ યથાવત છે, પરંતુ તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે. પક્ષો હવે ફક્ત જાતિ કે ધર્મ પર જ નહીં, પરંતુ કલ્યાણકારી યોજનાઓ, રોજગાર અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મહિલાઓ અને યુવાનોના વધતા પ્રભાવે વૃદ્ધ સામાજિક અને રાજકીય ઓળખના મહત્વને ઓછું કર્યું છે.
આ પરિબળો મતદાન પેટર્ન નક્કી કરી રહ્યા છે
તેઓ તક અને સુરક્ષા ઇચ્છે છે. તેમના માટે, શાસનનો અર્થ ફક્ત પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ નહીં, પણ યોગ્ય લાભો હોવા જોઈએ. આ જ કારણ છે કે ,પક્ષો હવે તેમના એજન્ડામાં વિકાસ, કલ્યાણ અને રોજગાર પર ભાર મૂકી રહ્યા છે. આ પરિવર્તન માત્ર મતદારોની પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરતું નથી પરંતુ રાજકીય વ્યૂહરચનાઓને પણ આકાર આપી રહ્યું છે.
પાર્ટીઓની રાજનીતિ અને બદલાવ
આ વખતે તમામ પ્રમુખ દળોએ મહિલા અને યુવા મતદારોને પોતાનું અભિયાન કેન્દ્ર બનાવ્યું છે. સત્તારુઢ ગઠબંધને મહિલા કલ્યાણ અને શિષ્યવૃત્તિ યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, જ્યારે વિરોધ પક્ષો યુવાનોના રોજગાર અને સ્થળાંતરને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ઉમેદવારોની યાદીમાં મહિલા પ્રતિનિધિઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
