લો બોલો ! ખરાબ હેરકટ કરતા આ સલૂનને ચૂકવવા પડ્યા અધધ… રૂપિયા !

|

Sep 24, 2021 | 7:59 PM

NCDRC ના અધ્યક્ષ આર.કે. અગ્રવાલ અને સભ્ય ડો. એસ.એમ. કાંતિકરની ખંડપીઠે જણાવ્યું હતું કે, મહિલાઓ તેમના વાળ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી હોય છે, જેના માટે તેઓ ઘણા પૈસા પણ ખર્ચ કરે છે.

લો બોલો ! ખરાબ હેરકટ કરતા આ સલૂનને ચૂકવવા પડ્યા અધધ... રૂપિયા !
File Photo

Follow us on

Delhi : દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં સ્થિત સલૂનને ખરાબ વાળ કાપવા બદલ એક મોડેલને 2 કરોડ રૂપિયા વળતર ચૂકવવું પડ્યુ છે. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ (NCDRC) એ સ્વીકાર્યું હતુ કે, સલૂને મહિલા મોડેલને ખોટી હેર ટ્રીટમેન્ટ આપી હતી. જેના કારણે તેના વાળ બગડી ગયા હતા. આ સ્થિતિમાં NCDRC એ તેના આદેશમાં મોડેલને (Model) 8 અઠવાડિયાની અંદર વળતર તરીકે 2 કરોડ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે.

NCDRC ના અધ્યક્ષ આર.કે. અગ્રવાલ અને સભ્ય ડો. એસ.એમ. કાંતિકરની ખંડપીઠે જણાવ્યું હતું કે, મહિલાઓ તેમના વાળ (Hair) સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી હોય છે, જેના માટે તેઓ ઘણા પૈસા પણ ખર્ચ કરે છે.

શું છે સમગ્ર મામલો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ફરિયાદી આશના રોયે એપ્રિલ 2018 માં વાળ કાપવા માટે દિલ્હીમાં ITC મૌર્ય સ્થિત સલૂનમાં પહોંચી હતી. તેમણે સલૂનમાં હાજર સ્ટાફને આગળથી લાંબા ‘ફ્લિક્સ’ રાખીને પાછળના ભાગમાં 4 ઇંચના વાળ કાપવાની (Hair Cut) સૂચના આપી. છતા તેના વાળ ખોટી રીતે કાપવામાં આવ્યા હતા. બાદમાં તેણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

મોડલે 3 કરોડની માગ કરી હતી

આશનાએ દાવો કર્યો હતો કે, ખરાબ હેરકટને કારણે તેના વાળ કાયમી ધોરણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા અને તેણીને માથામાં તીવ્ર ખંજવાળ આવવા લાગી હતી. તમને જણાવી દઈએ કે, આ મોડેલે NCDRC ને ફરિયાદ કરીને 3 કરોડ વળતરની માગ કરી હતી. આ કિસ્સામાં, પંચે માન્યુ હતુ કે, વાળને કારણે મોડેલને ખુબ નુકસાન થયું છે. જેને કારણે વળતર પેટે 2 કરોડ રૂપિયા આપવા આદેશ કર્યો હતો.

8 સપ્તાહની અંદર વળતર ચૂકવવાનો આદેશ

આ કેસમાં 21 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલા આદેશમાં બેન્ચે જણાવ્યું હતું કે ખોટી રીતે વાળ કાપવાને કારણે મોડેલ માનસિક રીતે પીડાઈ હતી અને તેણે નોકરી ગુમાવી હતી. NCDRC કમિશને ફરિયાદીને વળતર તરીકે 2 કરોડ રૂપિયા આઠ સપ્તાહમાં ચૂકવવા આદેશ આપ્યો છે.

 

આ પણ વાંચો: PAK-NZ : પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ સીરિઝ રદ થવા પર પાકિસ્તાનના મંત્રીએ કહ્યું કે, ઓમપ્રકાશ મિશ્રાએ મેચ રદ કરી

આ પણ વાંચો:  દેશના અર્થતંત્રમાં ઝડપથી થઈ રહ્યો છે સુધાર, શેર બજાર જીતી રહ્યું છે રોકાણકારોનો વિશ્વાસ – નાણામંત્રી નિર્મલા સીતારમણ

Next Article