દેશના અર્થતંત્રમાં ઝડપથી થઈ રહ્યો છે સુધાર, શેર બજાર જીતી રહ્યું છે રોકાણકારોનો વિશ્વાસ – નાણામંત્રી નિર્મલા સીતારમણ

ભારતીય શેરબજાર અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે છૂટક અને નાના રોકાણકારો પણ શેરબજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થતંત્ર કોરોના સંકટમાંથી ઝડપથી બહાર નિકળી રહ્યું છે.

દેશના અર્થતંત્રમાં ઝડપથી થઈ રહ્યો છે સુધાર, શેર બજાર જીતી રહ્યું છે રોકાણકારોનો વિશ્વાસ - નાણામંત્રી નિર્મલા સીતારમણ
સીતારમણે કહ્યું કે રેવન્યુ કલેક્શન શાનદાર રહ્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે ભારતીય અર્થતંત્ર સુધારાના રસ્તે છે. તેમણે જીએસટી કલેક્શનમાં  અને ડાયરેક્ટ ટેક્સમાં જોવા મળેલા વધારાને આ પાછળનું કારણ ગણાવ્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય શેરબજારમાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે કારણ કે છૂટક અને નાના રોકાણકારો શેરબજારમાં નાણાં રોકવામાં રસ દાખવી રહ્યા છે.

સીતારમણે પત્રકાર પરિષદ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું અર્થતંત્ર કોરોના પહેલાના સ્તરે પાછું આવી ગયું છે. જવાબમાં, તેમણે કહ્યું કે તેઓ સુધારાના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે અને આ સંકેતો સારા છે. સીતારમણે કહ્યું કે નહિંતર તેમનું જે  રેવન્યુ કલેક્શન આજે જ્યા પહોચ્યું છે  ત્યાં ન હોત. તેમણે આમાં જીએસટી અને ડાયરેક્ટ ટેક્સ બંનેને જવાબદાર ગણાવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રત્યક્ષ કરમાં અડધા વર્ષનો લક્ષ્યાંક પહેલાથી જ પ્રાપ્ત થઈ ગયો છે. અને જીએસટી કલેક્શન સરેરાશ દર મહિને   1.11 લાખ કરોડ રૂપિયા અને  1.12 લાખ કરોડ  રૂપિયાની રેન્જમાં છે. સીતારમણે કહ્યું કે એવું કહી શકાય કે તે 1.15 લાખ કરોડની વચ્ચે જ ક્યાંક હશે.

રિટેલ અને નાના રોકાણકારો શેરબજારમાં રસ દાખવી રહ્યા છે

નાણામંત્રીએ આગળ કહ્યું કે આ નાના સંકેતો નથી, તે સામાન્ય સંકેતો પણ નથી. તેમણે કહ્યું કે આ સંકેતો સ્પષ્ટપણે દર્શાવે છે કે અર્થતંત્ર સતત સુધારાના માર્ગ પર છે. શેરબજાર પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે બજારની પોતાની સમજ છે, તેઓ કંપનીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરે છે.  નાણામંત્રીએ કહ્યું કે, કંપનીઓની લીસ્ટીંગની પ્રક્રિયા અને સંબંધિત રેગ્યુલેશનમાં પારદર્શિતા છે.

તેમણે કહ્યું કે આજે છૂટક અને નાના રોકાણકારો શેરબજારમાં રસ લઈ રહ્યા છે અને તેમાં રોકાણ પણ કરી રહ્યા છે. અગાઉ રિટેલ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ભાગ લેતા હતા. સીતારમણે કહ્યું કે હવે તેઓ મ્યુચ્યુઅલ ફંડનો પણ શેરબજારમાં રોકાણના વિકલ્પ તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને શેરબજારમાં સીધા ડીમેટ ખાતા દ્વારા પણ રોકાણ કરી રહ્યા છે.

સિસ્ટમમાં પારદર્શિતાનો સંપૂર્ણ લાભ મેળવી રહ્યા છે

સીતારમણે કહ્યું કે, તેથી, આજે શેરબજારમાં રોકાણ વધી રહ્યું છે અને વધુ રોકાણ થઈ રહ્યું છે અને વધુ છૂટક રોકાણ પણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આ બધું પારદર્શક રીતે થઈ રહ્યું છે. સીતારમણે વધુમાં કહ્યું કે આના પરિણામે ભારતીય શેરબજારમાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે. સીતારમણ પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે હરિયાણાના પંચકુલા પહોંચ્યા હતા. આ પત્રકાર પરિષદમાં હરિયાણા ભાજપના વડા ઓપી ધનખડ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રતન લાલ કટારિયા પણ હાજર હતા.

આ પણ વાંચો :  Bank Holidays in October 2021 : જાણો ઓક્ટોબરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે , રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati