Power Crisis: તાપમાનમાં વધારા સાથે દેશમાં રેકોર્ડ સ્તરે પહોંચી વીજળીની ડિમાન્ડ, માગ 2 લાખ મેગાવોટને પાર
દરરોજ જે ઝડપે તાપમાન વધી રહ્યું છે તે સાથે વીજળીની માગ (Power Demand)પણ વધી રહી છે. આ જ કારણ છે કે શુક્રવારે ભારતમાં વીજળીની સૌથી વધુ માગનો રેકોર્ડ તૂટ્યો છે.
દેશમાં તાપમાન (Temperature) વધવાની સાથે વીજળી (Power Supply)ની માગ પણ વધવા લાગી છે. દરરોજ જે ઝડપે તાપમાન વધી રહ્યું છે તે સાથે વીજળીની માગ (Power Demand) પણ વધી રહી છે. આ જ કારણ છે કે શુક્રવારે ભારતમાં વીજળીની સૌથી વધુ માગનો રેકોર્ડ તૂટ્યો છે. ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર એક દિવસમાં વીજળીની સૌથી વધુ માગ 207.11 GW હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ માગ હોવાનું કહેવાય છે. ઉર્જા મંત્રાલયે શુક્રવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, આજે બપોરે 2:50 વાગ્યે, સમગ્ર દેશમાં વીજળીની માગ 2,07,111 મેગાવોટને આંબી ગઈ છે, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. ગુરુવારે, સમગ્ર દેશમાં 204.65 ગીગાવોટ વીજળીની માગ કરવામાં આવી હતી, જ્યારે 10.77 ગીગાવોટ વીજળીની સપ્લાય થઈ શકી નથી.
મંત્રાલયના જણાવ્યા અનુસાર મંગળવારે સમગ્ર દેશમાં વીજળીની મહત્તમ માગ રેકોર્ડ 201.06 ગીગાવોટ હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે 7 જુલાઈ 2021ના રોજ વીજળીની મહત્તમ માગ 200.53 GW હતી. મંગળવારે વીજળીની મહત્તમ માગે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જો કે મંગળવારે 8.22 ગીગાવોટ પાવર સપ્લાય થઈ શક્યો નહીં. એ જ રીતે બુધવારે 10.29 ગીગાવોટ વીજળીની માગ પૂરી થઈ શકી નથી.
વીજળીની માગ 2,07,111 મેગાવોટ પર પહોંચી
“The maximum all India electricity demand met touched 2,07,111 MW at 14:50hrs today, an all-time high so far!” tweeted the Ministry of Power pic.twitter.com/EsnWPi2KSU
— ANI (@ANI) April 29, 2022
બુધવારે વધારાનો વીજ પુરવઠો 200.65 GW હતો. આગામી દિવસોમાં વીજળીની માગમાં વધુ વધારો થવાની ધારણા છે કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં હીટવેવની સ્થિતિ વધુ તીવ્ર બનશે. મંત્રાલયના નિવેદન અનુસાર આ વર્ષે માર્ચ મહિનામાં વીજળીની માગમાં લગભગ 8.9 ટકાનો વધારો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર મે-જૂન મહિનામાં માગ લગભગ 215-220 GW સુધી પહોંચવાની અપેક્ષા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રને પત્ર લખ્યો છે
દિલ્હી સરકારે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વીજળીની અછતનો સંકેત આપ્યો હતો. વીજળીની અછતને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને પત્ર લખીને કેન્દ્રનું ધ્યાન વીજળી સંકટ તરફ દોર્યું છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ના દાદરી અને ઝજ્જર (અરાવલી), બંને પાવર પ્લાન્ટ મુખ્યત્વે દિલ્હીની વીજ જરૂરિયાતને પૂર્ણ કરે છે. જોકે, બંને પાવર પ્લાન્ટમાં કોલસાની અછત છે. દિલ્હીના ઉર્જા પ્રધાન સત્યેન્દ્ર જૈને ખાતરી આપી હતી કે દિલ્હી સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.
આ પણ વાંચો: Mandi: મહેસાણાના વિસનગર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 3850 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
આ પણ વાંચો: આજે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ અવસર, જાણો પિતૃઓને કેવી રીતે કરશો પ્રસન્ન?
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો