આજે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ અવસર, જાણો પિતૃઓને કેવી રીતે કરશો પ્રસન્ન?

Bhakti: એવું માનવામાં આવે છે કે અમાસે સાંજે ગૌધૂલી સમયે પિતૃઓ પોતાના પ્રિયજનોને જોવા ધરતી પર આવે છે. એટલા માટે શનિવારી અમાસની સાંજે દીવો પ્રજવલિત કરી પિતૃઓની પ્રસન્નતા અર્થે પાઠ કરવા જોઈએ. પિતૃશાંતિના ઉપાયોથી આપના સઘળા કષ્ટો પણ દૂર થઈ જશે.

આજે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ અવસર, જાણો પિતૃઓને કેવી રીતે કરશો પ્રસન્ન?
Pipal Tree (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 30, 2022 | 6:19 AM

શનિવારી અમાસનું હિન્દુ ધર્મમાં ખૂબ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આજનો દિવસ શનિદેવની કૃપા મેળવવાની સાથે સાથે પિતૃઓની પૂજા અર્ચના કરવા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આજે તે જ દુર્લભ અવસર આપણને પ્રાપ્ત થયો છે. શનૈશ્વરી અમાસે પિતૃઓની શાંતિ માટે કોઈ બ્રાહ્મણને જો દાન આપવામાં આવે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ કે પિતૃદોષથી મુક્તિ મેળવવા આ દિવસે કયા કયા વિશેષ ઉપાયો કરવા જોઈએ?

પીપળાના વૃક્ષની પૂજા

જો કોઈની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેમણે શનિવારના દિવસે આવતી અમાસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રજવલિત કરવો. એક કાંસાના પાત્રમાં દૂધ, ગંગાજળ, કાળા તલ લેવા. ત્યારબાદ પીપળાના વૃક્ષની 7 પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા દરમ્યાન એક મંત્રનો જાપ કરતા રહેવું. તે મંત્ર છે ।। ૐ બ્રહ્મ દેવાય નમઃ ।। પરિક્રમા પૂર્ણ કર્યા પછી પીપળાના વૃક્ષને જનોઈ અર્પણ કરવી. સાથે જ પ્રસાદમાં કાળી કે સફેદ વસ્તુ અર્પણ કરીને પ્રાર્થના કરવી કે, “બ્રહ્મ દેવ, શનિદેવ, પિતૃદેવ અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરીને આપની કૃપા અમારા પર વરસાવો.”

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

પિતૃ તર્પણ કરો

શનિવારી અમાસે ખાસ કરીને આપના પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. જવ, કાળા તલ અને જળની સાથે પુષ્પોથી તર્પણ કરવાથી આપના પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષમાંથી આપને મુક્તિ મળે છે.

બ્રાહ્મણોને ભોજન કરાવો

શનિવારી અમાસના દિવસે પૂર્વજોની પસંદનું જમવાનું બનાવીને કોઈ બ્રાહ્મણને ભોજન અવશ્ય કરાવવું જોઈએ. સાથે જ તેમને યથાશક્તિ દક્ષિણા પણ આપવી જોઈએ. આ કાર્ય કરવાથી પિતૃઓના આશીર્વાદ આપને પ્રાપ્ત થશે.

ફળદાયી સ્તોત્ર

એવું માનવામાં આવે છે કે અમાસે સાંજે ગૌધૂલી સમયે પિતૃઓ પોતાના પ્રિયજનોને જોવા ધરતી પર આવે છે. એટલા માટે શનિવારી અમાસની સાંજે દીવો પ્રજવલિત કરીને નાગસ્ત્રોત, મહામૃત્યુંજય મંત્ર અને રુદ્ર સૂક્ત કે પિતૃ સ્ત્રોત અને નવગ્રહ સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આ કાર્ય કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ દરેક પ્રકારના કષ્ટો નાશ પામે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ ગુજરાતમાં પણ વિદ્યમાન થયા છે શ્રીવેંકટેશ્વર ! તિરુમાલાના તિરુપતિ બાલાજી જેવો અહીંનો મહિમા

આ પણ વાંચોઃ શનિવારી અમાસ અને ગ્રહણનો દુર્લભ યોગ, પૂર્ણ કરશે આપના સઘળા મનોરથ !

g clip-path="url(#clip0_868_265)">