જેલની બાહર આવશે રામ રહીમ? પેરોલ આપવા માટેની તૈયારીમાં સરકાર

જેલની બાહર આવશે રામ રહીમ? પેરોલ આપવા માટેની તૈયારીમાં સરકાર

યૌન શોષણના આરોપમાં સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને જામીન આપવા પર હરિયાણા સરકાર નરમ પડી ગઈ છે. રામ રહીમને જામીન આપવા માટે રસ્તો શોધવામાં આવી રહ્યો છે. આ કોઈ વાતની પુષ્ટિ સરકાર તરફથી કરવામાં આવી નથી.

RamRahim

અધિકારીઓ પણ આ મામલે બોલવાથી બચી રહ્યા છે. અધિકારીઓએ આ મામલો ટોપ મેનેજમેન્ટને આપી દીધો છે. પોલિસના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે આ મામલે DC અને SP નિર્ણય લેવા માટે હકદાર છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જામીનને લઈને ગુપ્ત એજન્સીઓનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. ગુપ્ત એજન્સીઓને કહેવામાં આવ્યું છે કે તે રામ રહીમને બાહર આવવાની સ્થિતીને લઈને રિપોર્ટ મોકલે, જેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા ધ્યાન રાખી શકાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

2 વર્ષ પહેલા યૌન શોષણના આરોપમાં રામ રહીમને દોષિત ગણાવ્યા પછી પંચકુલામાં ડેરા પ્રેમીઓએ હિંસા કરી હતી. તેમાં અર્ધલશ્કરી દળ અને પોલીસની ગોળીથી 36થી પણ વધારે લોકોના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે રામ રહીમે રોહતક જેલના અધીક્ષકને પત્ર લખીને ડેરામાં કૃષિ કાર્ય કરવા માટે જામીન માગ્યા છે. ત્યારબાદ રોહતક જેલના અધીક્ષકે ગૃહ વિભાગ અને ટોપ મેનેજમેન્ટને પત્ર લખીને જામીન આપવા પર સલાહ માંગી છે.

આ પણ વાંચો: વડોદરામાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, જુઓ VIDEO

જેલ અધીક્ષક તરફથી પુછવામાં આવ્યુ છે કે રામ રહીમને જામીન આપવા યોગ્ય હશે કે નહી. અધિકારીઓનું કહેવું છે કે જામીનના નિયમ મુજબ જે પણ પ્રક્રિયા હશે, તેની હેઠળ રિપોર્ટ બનાવીને મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રામ રહીમને CBI કોર્ટ દ્વારા 2017માં 2 સાધ્વી સાથે દુષ્કર્મના આરોપમાં દોષિત ગણાવ્યા હતા. કોર્ટે 28 ઓગસ્ટે બંને કેસમાં તેમને 10-10 વર્ષની જેલ અને 15-15 લાખ રૂપિયા દંડની સજા કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તે સિવાય પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે પણ CBI કોર્ટે રામ રહીમને આજીવન કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તે સિવાય રામ રહીમના 2 કેસ કોર્ટમાં ટ્રાયલ પર છે. તેમાં એક રણજીત સિંહ હત્યા કેસ અને બીજો ડેરા પ્રેમીઓને નપુંસકતા બનાવવાનો કેસ છે.

આ છે કારણ?

હરિયાણાની 24થી વધુ સીટો પર રામરહીમના અનુયાયીઓની સંખ્યા લગભગ 5થી 10 હજાર છે. લોકસભા ચૂંટણીમાં સરકાર માટે આ મત ખુબ જરૂરી ન હતા પણ વિધાનસભા ચૂંટણીમાં આ મત પરિણામને પ્રભાવિત કરી શકે છે. તેથી 70થી વધુ સીટો મેળવવા માટે ભાજપ ઈચ્છશે કે રામ રહીમને બાહર લાવવામાં આવે, ભલે તે ખેતીનું કારણ જ કેમ ન હોય.

રામ રહીમની દતક પુત્રી ગુરાંશના લગ્ન 10 મેના રોજ નક્કી થયા હતા. તેમા સામેલ થવા માટે રામ રહીમે 1 મહીનાની પેરોલ માગી હતી. CBI અને હરિયાણા સરકારે બંનેએ આ પેરોલનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટ આ અરજીને રદ કરવા જઈ રહી હતી કે રામ રહીમે 1 મેના રોજ અરજી પાછી લીધી હતી.

હરિયાણાના સ્વાસ્થ્ય અને રમત મંત્રી અનિલ વિજે કહ્યું કે રામ રહીમ હોય કે અન્ય કોઈ કાયદા મુજબ બધા પેરોલના હકદાર છે. જો કોઈ પેરોલની શરત પુરી કરે છે તો તેને આ પેરોલ મળવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે હરિયાણાના જેલ મંત્રી કૃષ્ણલાલ પવારે કહ્યુ કે જેલ સુપરિન્ટેન્ડેન્ટે તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જેલમાં રામ રહીમનું વર્તન સારૂ છે. રામ રહીમે પેરોલ માગી છે, જેનો તે હકદાર છે. તેની એક પ્રક્રિયા છે. સિરસા પોલીસ તેમનો રિપોર્ટ તૈયાર કરશે અને તેને ડેપ્યુટી કમિશનરને આપશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati