Breaking News : સરકારનો માસ્ટરસ્ટ્રોક, શું 8મા પગાર પંચના અમલ પહેલા કર્મચારીઓને ‘DA મર્જર’ ની ભેટ મળશે?
5મા પગાર પંચ દરમિયાન, નિયમ હતો કે જ્યારે DA 50 સુધી પહોંચે, ત્યારે તેને મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે. તેના આધારે, 2004 માં 50% DA ને મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યો હતો, 6ઠ્ઠા પગાર પંચ આ અભિગમ સાથે અસંમત હતા.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં હાલમાં એક પ્રશ્ન વ્યાપકપણે ચર્ચાઈ રહ્યો છે કે શું સરકાર 8મા પગાર પંચના અમલ પહેલા વર્તમાન મોંઘવારી ભથ્થા (DA) ને મૂળ પગારમાં ઉમેરશે કે નહીં ? આ પ્રશ્ન એટલા માટે પુછાઈ રહ્યો છે કે, 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025 ના રોજ સમાપ્ત થયો હતો. જાન્યુઆરી-જૂન 2026 માટે DA વધારો એ 8માં પગારપંચનો પહેલો સુધારો હશે. જે 7મા પગાર પંચના કાર્યક્ષેત્રની બહાર હશે. જ્યારે 8મા પગાર પંચનું કામ શરૂ થઈ ગયું છે, તેના અમલીકરણમાં હજુ થોડો સમય લાગી શકે છે.
8મા પગાર પંચના અમલમાં વિલંબ કેમ?
સામાન્ય રીતે, કોઈપણ પગાર પંચ પોતાનો અહેવાલ રજૂ કરવામાં લગભગ 18 મહિનાનો સમય લે છે. ત્યાર બાદ તેના પર સંબધિત વિભાગની વિચારણા- ટિપ્પણી કરાય, મંત્રીમંડળની મંજૂરી મળે અને તેના અમલીકરણની પ્રક્રિયામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગે છે. પરિણામે, એવું માનવામાં આવે છે કે 8મા પગાર પંચની ભલામણો 2027 ના અંત પહેલા લાગુ થવાની શક્યતા ઓછી છે. દરમિયાન, કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે ત્યાં સુધી રાહત તરીકે વર્તમાન 58% DA ને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે.
સરકારનો સ્પષ્ટ જવાબ
DA ને મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. જોકે, સરકાર આ માંગ પર સ્પષ્ટ છે. ડિસેમ્બર 2025 માં સંસદમાં એક લેખિત જવાબમાં, સરકારે જણાવ્યું હતું કે, વર્તમાન DA ને મૂળ પગારમાં મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. સરકારનો દાવો છે કે ફુગાવાની અસર ઘટાડવા માટે AICPI-IW (ફુગાવા સૂચકાંક) ના આધારે દર છ મહિને DA / DR વધારવામાં આવે છે, અને આ હાલ પૂરતું છે.
કર્મચારી સંગઠનો DA મર્જર કેમ ઇચ્છે છે?
- મૂળભૂત પગારમાં DA ઉમેરવાથી મૂળ પગારમાં વધારો થાય.
- આનાથી HRA, TA અને અન્ય ભથ્થાઓમાં પણ આપમેળે વધારો થતો હોય છે.
- આનાથી પેન્શન ગણતરીમાં પણ સીધો લાભ મળશે.
- વર્તમાન DA ફુગાવાને સચોટ રીતે પ્રતિબિંબિત કરતું નથી.
- તેથી જ તેઓ વચગાળાની રાહત તરીકે તેનો અમલ કરવાની માંગ કરી રહ્યા છે.
પહેલા શું થયું?
5મા પગાર પંચ દરમિયાન, નિયમ હતો કે, જ્યારે DA 50% સુધી પહોંચે છે, ત્યારે તેને મૂળ પગારમાં ઉમેરવામાં આવે. તેના આધારે, 2004 માં 50% DA ને મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું હતું. જોકે, 6ઠ્ઠુ પગાર પંચ, ડીએને મૂળ પગારમાં જોડી દેવાના અગાઉના અભિગમ સાથે અસંમત હતુ. 6ઠ્ઠુ પગાર પંચ કમિશને જણાવ્યું હતું કે DA ને મૂળ પગારમાં મર્જ કરવા માટે ફુગાવાના સૂચકાંકના આધારમાં ફેરફારની જરૂર પડશે, જેના કારણે ભવિષ્યમાં DA દરમાં ઘટાડો થઈ શકે છે. તેથી, કમિશને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે DA ને મૂળ પગારમાં મર્જ કરવાની ભલામણ કરવામાં આવશે નહીં.
આગળ હવે શું?
વર્તમાન પરિસ્થિતિઓમાં, DA ને મૂળ પગારમાં મર્જ કરવાની શક્યતા ખૂબ જ ઓછી દેખાય છે. સરકારનું વલણ સ્પષ્ટ છે. જ્યાં સુધી 8મું પગાર પંચ લાગુ ના થાય ત્યાં સુધી, કર્મચારીઓ અને પેન્શનરો દર છ મહિને મળતા DA વધારાથી જ રાહતની અપેક્ષા રાખી શકે છે.
દેશ વિદેશના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો