AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો વિક્રમ અને પ્રજ્ઞાન આજે ફરી કામ કરતા ના થાય તો શું ચંદ્રયાન સમાપ્ત થશે ?

આજે, ભારતીય અવકાશ એજન્સી ISRO ચંદ્રયાન-3 મિશનના લેન્ડર અને રોવરને પુનઃસક્રીય કરવાનો પ્રયાસ કરશે. ભારત ચંદ્રની દક્ષિણ ધ્રુવ સુધી પહોંચીને ઐતિહાસિક સફળતા મેળવી ચૂક્યું છે. હવે જો ISRO 14 દિવસના સૂર્યાસ્ત પછી લેન્ડર-રોવરનો સંપર્ક કરવામાં સફળ થાય છે, તો તે ભારત માટે બેવડી સફળતા હશે.

જો વિક્રમ અને પ્રજ્ઞાન આજે ફરી કામ કરતા ના થાય તો શું ચંદ્રયાન સમાપ્ત થશે ?
Chandrayaan 3, Vikram and Pragyan
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 11:45 AM
Share

ચંદ્રયાન-3 મિશન ફરી સક્રિય થવાની આશા સાથે સમગ્ર દેશ ઉત્સાહિત છે. આ મિશનને એવી સફળતા મળી કે તેણે ભારતના ગૌરવમાં વધારો કર્યો. આખી દુનિયાએ ઈસરોની શક્તિને ઓળખી. ભારતીય વૈજ્ઞાનિકોએ કંઈક એવું કર્યું જેમાં આજ સુધી કોઈ સફળતા મળી નથી. મિશનને લઈને પણ મોટી અપેક્ષાઓ છે. આ 14 દિવસના મિશનએ તેનું કામ સચોટ રીતે કર્યું અને હવે તે ફરીથી તેના કામ પર પરત ફરે તેવી અપેક્ષા છે. દરમિયાન, સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો લેન્ડર-રોવરનો સંપર્ક કરવામાં નહીં આવે તો શું મિશન સમાપ્ત થઈ જશે?

આજે સૂર્યાસ્તના બે અઠવાડિયા પછી શિવ શક્તિ પોઈન્ટ પર ફરીથી સૂર્યોદય થવા જઈ રહ્યો છે અને તેની સાથે ભારતીય મિશન ફરી એકવાર અશક્યને શક્ય બનાવશે તેવી આશા છે. સામાન્ય રીતે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરનું તાપમાન સામાન્ય કરતા અનેક ગણું વધુ ઘટી જાય છે. આવી સ્થિતિમાં સમગ્ર વિસ્તાર બરફની ચાદરથી ઢંકાઈ જાય છે. માઈનસ 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કોઈપણ મશીનનું ટકી રહેવું અશક્ય હોય છે.

વિક્રમ લેન્ડરનું રીસીવર કામ કરી રહ્યું છે

જો પ્રજ્ઞાન અને વિક્રમ આ અશક્ય પરિસ્થિતિને ઉકેલીને ફરી પોતાના કામ પર પાછા ફરે છે, તો તે ભારત માટે મોટી બેવડી સફળતા હશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે લેન્ડર-રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. સ્પેસ એજન્સીએ કહ્યું કે આજે 22 સપ્ટેમ્બરે કોમ્યુનિકેશનનો પ્રયાસ કરવામાં આવશે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને 4 સપ્ટેમ્બરે સવારે 8 વાગ્યે સ્લિપ મોડમાં મૂકવામાં આવ્યું હતું. તેના પેલોડ્સ નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. તેના રીસીવરો હજુ પણ કામ કરી રહ્યા હતા. વિક્રમના પેલોડ્સ ChaSTE, RAMBHA-LP અને ILSA એ ઘણા વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા છે, જે વિશ્વ માટે ચંદ્ર મિશનને માર્ગદર્શન આપી શકે છે.

પ્રજ્ઞાન રોવરનું રીસીવર પણ સક્રિય, જાગવાની આશા

પ્રજ્ઞાન રોવરને 2 સપ્ટેમ્બરે સ્પેસ એજન્સી ISRO દ્વારા રેસ્ટ મોડમાં મૂકવામાં આવ્યું હતું. એજન્સીએ કહ્યું હતું કે તેની બેટરી સંપૂર્ણ ચાર્જ થાય છે અને તેનું રીસીવર ચાલુ રાખવામાં આવે છે અને તેની સોલાર પેનલમાં સૂર્યપ્રકાશ પડે ત્યારે સક્રિય થવાની ક્ષમતા હોય છે, પરંતુ આ માત્ર આશા છે. સ્પેસ એજન્સીએ હજુ સુધી આ અંગે કોઈ અપડેટ આપી નથી. ISROએ 4 સપ્ટેમ્બરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “એકવાર સૌર ઉર્જા ખતમ થઈ જાય અને બેટરી ખતમ થઈ જાય, વિક્રમ પ્રજ્ઞાનની બાજુમાં સૂઈ જશે, તે 22 સપ્ટેમ્બરની આસપાસ જાગી જવાની અપેક્ષા છે.”

જો કોઈ સંપર્ક ન હોય તો શું ?

ચંદ્રયાન-3 મિશનનું આયોજન 14 દિવસ માટે કરવામાં આવ્યું હતું, જે પૃથ્વીની સરખામણીમાં ચંદ્ર પર એક દિવસ બરાબર છે. મિશનની સફળતા બાદ ઈસરોના ચીફ એસ સોમનાથે આશા વ્યક્ત કરી હતી કે રોવર-લેન્ડર 14 દિવસ પછી ફરી સક્રિય થઈ શકશે. ઈસરોએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ મિશન 14 દિવસનું છે. હવે જો ઈસરો ફરી સંપર્ક સ્થાપિત કરવામાં સફળ થશે તો વૈજ્ઞાનિકો માટે આ એક મોટી સફળતા હશે, પરંતુ જો સંપર્ક શક્ય ન બને તો વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હંમેશાની જેમ શિવ શક્તિ પોઈન્ટ પર અટવાયેલા રહેશે અને ભારતને ગૌરવ અપાવતું રહેશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">