Fact Check : ‘RBI એ લોકોને બેંક એકાઉન્ટ બ્લોક કરવાની ચેતવણી આપી’ ! ક્રેડિટ કાર્ડ સંબંધિત વોઇસ મેઇલ્સ પાછળનું રહસ્ય શું છે ?
દેશના સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા "RBI કહેતા હૈ" નામનું જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. વધુમાં RBI દ્વારા WhatsApp પર મેસેજ કરીને લોકોને કહેવામાં આવી રહ્યું છે કે, તેમનું બેંક ખાતું જલ્દી જ બ્લોક કરી દેવામાં આવશે. હવે આ વાત કેટલી સાચી?

દેશના સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા “RBI કહેતા હૈ” નામનું જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન હેઠળ, RBI દેશના બેંક ખાતાધારકોને જાગૃત કરવા માટે WhatsApp પર મેસેજ મોકલતી રહે છે.
આ દરમિયાન, લોકોના મોબાઇલ ફોન પર RBI ના નામે વૉઇસમેલ્સ આવી રહ્યા છે. આ વૉઇસમેલ્સમાં લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે, તેમનું બેંક ખાતું બ્લોક કરવામાં આવશે. વૉઇસમેલ્સમાં કહેવામાં આવ્યું છે કે, તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં કરવામાં આવ્યો છે, જેના કારણે તમારું બેંક ખાતું બ્લોક કરવામાં આવશે.
RBI ક્યારેય ખાતાધારકો પાસેથી ગુપ્ત માહિતી માંગતી નથી
જો તમને પણ RBI ના નામે આવા વોઇસમેઇલ, વોટ્સએપ મેસેજ, મેસેજ, ફોન કોલ્સ કે ઇમેઇલ મળે છે, તો તમારે ખૂબ કાળજી રાખવી પડશે. વાત એમ છે કે, આ નકલી વોઇસમેઇલ RBI ના નામે મોકલવામાં આવી રહ્યા છે અને આ એક કૌભાંડનો ભાગ છે.
Have you received a voicemail, allegedly from the Reserve Bank of India (@RBI), claiming that your bank account will be blocked as your credit card has been involved in fraudulent activity⁉️#PIBFactCheck
✔️Beware! This is a scam
If you suspect any central… pic.twitter.com/REn8ZUFxlH
— PIB Fact Check (@PIBFactCheck) November 19, 2025
PIB ફેક્ટ ચેકે આ સમગ્ર મામલાની નોંધ લીધી છે અને દેશના સામાન્ય લોકોને આવા વોઇસમેઇલ, વોટ્સએપ મેસેજ, મેસેજ, ફોન કોલ્સ કે ઇમેઇલથી સાવધ રહેવાની અપીલ કરી છે. PIB ફેક્ટ ચેકે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ એક નવું કૌભાંડ છે.
ભારતીય રિઝર્વ બેંક આવા કોઈ વોઇસમેઇલ મોકલતી નથી. RBI ફક્ત લોકોને જાગૃત કરવા માટે મેસેજ મોકલે છે અને તેમાં તમારી પાસેથી કોઈ ખાસ માહિતી માંગવામાં આવતી નથી. નોંધનીય છે કે, RBI, સરકાર અને બેંકોના પ્રયાસો છતાં દેશમાં સાયબર છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે.
જુલાઈ 2025 થી ડિજિટલ છેતરપિંડીના કેસમાં વધારો
સાયબર છેતરપિંડીનો સામનો હવે ફક્ત સામાન્ય લોકો જ નહીં પરંતુ શિક્ષિત અધિકારીઓ અને મોટી કંપનીઓ પણ કરી રહી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, સાયબર છેતરપિંડી દ્વારા વ્યક્તિઓ સાથે હવે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે અને આ અત્યંત ચિંતાજનક છે. RBI ના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે તાજેતરમાં જણાવ્યું હતું કે, જુલાઈ 2025 થી ડિજિટલ છેતરપિંડીના કિસ્સાઓ ફરી એકવાર વધવા લાગ્યા છે.
