રાજસ્થાનમાં કેમ ધસી રહી છે જમીન ? જાણો બિકાનેરમાં પડેલા 70 ફૂટ ઊંડા ખાડા પાછળનું શું છે રહસ્ય
બિકાનેરના સહજરાસર ગામમાં 24 એપ્રિલના રોજ અચાનક દોઢ વીઘા જમીનમાં ખાડો પડ્યો હતો. જેના લગભગ 20 દિવસ બાદ બાડમેર જિલ્લાના નાગાણા ગામમાં લગભગ દોઢ કિલોમીટર જેટલા વિસ્તારમાં જમીનમાં બે સમાંતર તિરાડો પડી હતી. ત્યારે આ લેખમાં જાણીશું કે રાજસ્થાનમાં જમીન કેમ ધસી રહી છે, તેની પાછળનું કારણ શું છે.

છેલ્લા એક મહિનામાં રાજસ્થાનમાં જમીન ધસવાની બે ઘટનાઓ સામે આવી છે, જેના કારણે ભૂસ્તરશાસ્ત્રીઓની સાથે-સાથે સામાન્ય લોકો પણ ચોંકી ઉઠ્યા છે. આ બંને ઘટનાઓ રણ વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં બની હતી. તેથી શંકા વધારે છે કે શું બંને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે ? 16 એપ્રિલ, 2024ના રોજ બિકાનેર જિલ્લાના લુંકરનસર તાલુકાના સહજરાસર ગામમાં રાતના લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ અચાનક દોઢ વીઘા જમીનમાં ખાડો પડ્યો હતો. ઘટના સમયે ત્યાંથી મુસાફરો ભરેલી ગાડી પસાર થઈ રહી હતી. જેને ટ્રેક્ટરની મદદથી બચાવી લેવામાં આવી હતી. જમીન ધસી જવાને કારણે અહીં લગભગ 70 ફૂટ ઊંડો ખાડો પડ્યો હતો. જે હવે તે વધીને 80-90 ફૂટ જેટલો ઉંડો થઈ ગયો છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
