ચંદ્રયાન-2ના અવતરણ બાદ ઈતિહાસમાં ભારતનું નામ નોંધાશે, પરંતુ જાણો શું છે ચંદ્રયાન માટે સોફ્ટ લેન્ડિંગનો પડકાર

ભારત ચંદ્ર પર ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. પણ આ ઈતિહાસ ચંદ્રયાન 2ની સોફ્ટ લેન્ડિંગ પર નિર્ભર રહેશે. સોફ્ટ લેન્ડિંગ એટલે ચંદ્રની સપાટી પર એવું ઉતરાણ કે તેનાથી લેન્ડર વિક્રમ, રોવર પ્રજ્ઞાન અને તેની અંદરના કમ્પ્યુટર્સને ઝટકો ન લાગે અને કોઈ પણ પાર્ટને નુકસાન ન થાય. તેથી જ સૌથી મોટો પડકાર છે સોફ્ટ લેન્ડિંગ. Why […]

ચંદ્રયાન-2ના અવતરણ બાદ ઈતિહાસમાં ભારતનું નામ નોંધાશે, પરંતુ જાણો શું છે ચંદ્રયાન માટે સોફ્ટ લેન્ડિંગનો પડકાર
Follow Us:
| Updated on: Sep 06, 2019 | 10:54 AM

ભારત ચંદ્ર પર ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. પણ આ ઈતિહાસ ચંદ્રયાન 2ની સોફ્ટ લેન્ડિંગ પર નિર્ભર રહેશે. સોફ્ટ લેન્ડિંગ એટલે ચંદ્રની સપાટી પર એવું ઉતરાણ કે તેનાથી લેન્ડર વિક્રમ, રોવર પ્રજ્ઞાન અને તેની અંદરના કમ્પ્યુટર્સને ઝટકો ન લાગે અને કોઈ પણ પાર્ટને નુકસાન ન થાય. તેથી જ સૌથી મોટો પડકાર છે સોફ્ટ લેન્ડિંગ.

આ પણ વાંચોઃ ચંદ્ર હવે દૂર નથી… દેશ અને દુનિયાની નજર સામે ભારત રચશે ઈતિહાસ, જુઓ VIDEO

ગણતરીના કલાકો બાકી છે. સૌની ધડકનો તેજ થઈ ગઈ છે. દેશ અને દુનિયાના કરોડો-અબજો લોકોની મીટ મંડાયેલી છે કે ક્યારે ભારતનું ચંદ્રયાન 2 ચંદ્ર પર લેન્ડિંગ કરશે. પણ અહીં સવાલ માત્ર લેન્ડિંગનો નથી. સોફ્ટ લેન્ડિંગનો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરળ શબ્દોમાં સમજવું હોય તો જ્યારે કોઈ માણસ વિમાનમાંથી કૂદે ત્યારે થોડી વાર બાદ તે પેરાશૂટ ખોલીને તેના મારફતે જમીન પર ઉતરે છે. જો તે પેરાશૂટ ન ખોલે તો ગુરુત્વાકર્ષણના પ્રભાવ અને પોતાના વજનને કારણે જમીન પર અથડાય છે. જેને કારણે તેનું મોત પણ થઈ શકે છે. જોકે પેરાશૂટ હોવાને કારણે તે સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લેન્ડર વિક્રમ ચંદ્રની ચારે તરફ પ્રતિ સેકન્ડ 2 કિલોમીટરની ગતિએ પ્રદક્ષિણા કરી રહ્યું છે. તેનો અર્થ થયો કલાકે 7,200 કિમી, આટલી ઝડપે તે ચંદ્ર પર લેન્ડિંગ કરી શકશે નહીં. તેથી જ્યારે આ બધુ કામ વિક્રમમાં મુકવામાં આવેલા ઑન બોર્ડ કમ્પ્યુટર કરશે. તેની સાથે જોડાયેલા સેન્સર સમતળ જમીન એટલે કે જ્યાં ખાડા વધુ નહીં હશે. ત્યારબાદ વિક્રમની લેન્ડિંગ થશે. ઈસરો પહેલી વાર સ્વદેશી ટેક્નોલોજીથી સોફ્ટ લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે ત્યારે એ એક અગ્નિપરીક્ષા જ હશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">