AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBI Director: આગામી CBI ચીફ કોણ હશે? PM નિવાસસ્થાને યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક, ત્રણ નામ થયા શોર્ટલિસ્ટ

જણાવી દઈએ કે સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ આ મહિને 25 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેઓ છેલ્લા બે વર્ષથી આ પોસ્ટ પર હતા. તેમણે 26 મે 2021ના રોજ CBI ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

CBI Director: આગામી CBI ચીફ કોણ હશે? PM નિવાસસ્થાને યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક, ત્રણ નામ થયા શોર્ટલિસ્ટ
CBI
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 11:23 AM
Share

CBI ડાયરેક્ટર, ચીફ વિજિલન્સ કમિશનર અને લોકપાલની નિમણૂક માટે શનિવારે વડાપ્રધાનના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી (PM Modi), ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી હાજર હતા.

CBI ડાયરેક્ટરના પદ માટે ત્રણ ઉમેદવારોના નામ પર વિચાર કરવામાં આવ્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર, અધીર રંજન ચૌધરી CBI ડાયરેક્ટર અને ચીફ વિજિલન્સ કમિશનરની નિમણૂક માટેની ભલામણ સાથે અસંમત છે, જ્યારે કમિટીએ લોકપાલની નિમણૂક માટે નામોને શોર્ટલિસ્ટ કરવા માટે એક પેનલની રચના કરવાની ભલામણ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈ ડાયરેક્ટરના પદ માટે ત્રણ ઉમેદવારોના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો. તેમાંથી એકની પસંદગી કરવામાં આવશે.

સુબોધ કુમારનો કાર્યકાળ 25 મેના રોજ પૂરો થઈ રહ્યો છે

જણાવી દઈએ કે સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ આ મહિને 25 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેઓ છેલ્લા બે વર્ષથી આ પોસ્ટ પર હતા. તેમણે 26 મે 2021ના રોજ CBI ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જણાવી દઈએ કે સુબોધ કુમાર જયસ્વાલ મહારાષ્ટ્ર કેડરના 1985 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો : Karnataka Election Result: કર્ણાટકમાં કોંગ્રેસની જીતનો શું અર્થ, કેવી રીતે તૂટી પડ્યો ભાજપનો કિલ્લો

સીબીઆઈ ડાયરેક્ટરની નિમણૂક 2 વર્ષ માટે થાય છે

જાણકારી માટે જણાવી દઈએ કે સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગી વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવે છે. તેમની નિમણૂક 2 વર્ષ માટે કરવામાં આવે છે. સાથે જ જો ઈચ્છે તો આ કમિટી સીબીઆઈ ડાયરેક્ટરનો કાર્યકાળ 5 વર્ષ સુધી વધારી શકે છે. આપને જણાવી દઈએ કે નવા સીબીઆઈ ચીફ માટે કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદ અને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાનું નામ મોખરે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">