આ વખતે Budgetમાં કોને થયો ફાયદો કોણ થયું નિરાશ, જાણો વિગત

આ વખતે Budgetમાં કોને થયો ફાયદો કોણ થયું નિરાશ, જાણો વિગત

Union Budget 2021: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને લઈને અનેક લોકો અને વર્ગને આશા હતી. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ સદીનું શ્રેષ્ઠ બજેટ હશે,

Chandrakant Kanoja

| Edited By: Kunjan Shukal

Feb 01, 2021 | 5:51 PM

Union Budget 2021: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને લઈને અનેક લોકો અને વર્ગને આશા હતી. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ સદીનું શ્રેષ્ઠ બજેટ હશે, જ્યારે પીએમ મોદીએ ઈશારો કર્યો હતો આ મીની બજેટથી વધારે કશું નહીં હોય. આ બજેટમાં અનેક લોકોની આશા પૂર્ણ થઈ છે, પરંતુ અમુક લોકોના હાથે નિરાશા લાગી છે. આવો જાણીએ આ બજેટમાં કોણ હાર્યું અને કોણ જીત્યું.

આ Budgetમાં કોણ જીત્યું

હેલ્થ સેક્ટરમાં સૌથી વધારે Budget

હેલ્થ સેક્ટરને Budgetમાં સૌથી વધારે ફાયદો  થયો છે. જેમાં આ વર્ષે બજેટમાં 2.38 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આરોગ્ય બજેટમાં 135 ટકાનો વધારો થયો છે. આ પૂર્વે બજેટ 94 કરોડ રૂપિયા હતું, જે વધીને 2.38 લાખ કરોડ કરવામાં આવ્યું છે.

સિનિયર સીટીઝનને મોટી રાહત

આ વખતના બજેટમાં સિનિયર સીટીઝનને મોટી રાહત મળી છે. 75 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોઈ ટેક્સ નહીં લાગે. પરંતુ આ શરત માત્ર તેમને પેન્શનની આવક પર જ લાગુ રહેશે. એટલે કે બીજી આવક પર ટેક્સ ભરવો પડશે.

બેંકિંગ અને વીમા સેક્ટરમાં વધી એફડીઆઈ

આ વર્ષના બજેટમાં ઈન્સ્યોરન્સ સેક્ટરમાં 74 ટકા સુધી એફડીઆઈની જાહેરાત કરવામાં આવી. જે પહેલા 49 ટકા હતી. આ ઉપરાંત રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. તમામ બેંકોના બાકી લેણાં માટે એક અલગ કંપની બની રહી છે. જો બેંકોના ફસાયેલા દેવાને લઈને બજારમાં વેચશે. એવી આશા છે કે બેંકિંગ અને ઈન્સ્યોરન્સ સેક્ટરમાં અનેક નોકરીઓ નીકળશે.

આ Budgetમાં કોણ હાર્યું

નોકરીયાત વર્ગને હાથ લાગી નિરાશા

આ વખતનું બજેટ નોકરિયાત વર્ગ માટે નિરાશાજનક છે. આ બજેટને લઈને તેમને ખૂબ આશા હતી. જેમાં ઈન્કમટેક્સમાં 80 સી અંતર્ગત મુકિત મર્યાદા વધવાની શક્યતા હતી. તેની સાથે 2.5 લાખ રૂપિયાની કમાણી પર મળનારી છૂટ વધવાની આશા હતી. આ આશા એટલા માટે રાખવામાં આવતી હતી કે છેલ્લા સાત વર્ષથી તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ પૂર્વે જુલાઈ 2014માં ટેક્સની મુકિત મર્યાદા બે લાખ વધારીને 2.5 લાખ કરી હતી. તેમજ 80-સી હેઠળ રોકાણ પર ટેક્સની મુકિત મર્યાદા એક લાખથી વધારીને 1.5 લાખ કરવામાં આવી હતી.

સામાન્ય લોકોને કશું ના મળ્યું

આ બજેટમાં જોવા જઈએ સામાન્ય લોકોને કશું જ ના મળ્યું. આમ આદમીને રાહત મળે તેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેમજ ઉપરથી મોટાભાગની વસ્તુઓ પર કસ્ટમ ડયુટી અને સરચાર્જ લગાવવાને કારણે મોબાઈલ સહિત અનેક વસ્તુઓ મોંઘી થઈ છે. આમ આદમી માટે બજેટ નિરાશજનક સાબિત રહ્યું.

મહિલાઓને પણ કશું ખાસ ના મળ્યું

નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે આશા હતી કે મહિલાઓ માટે જરૂરથી કશુંકને કશું જાહેર કરશે. આશા રાખવામાં આવી રહી છે કે મહિલાઓને મજબુત કરવાની કોશિષ કરવામાં આવશે. પરંતુ બજેટ ભાષણ સાંભળીને એમ લાગ્યું કે મહિલાઓ પર પણ આ બજેટ કશું ધ્યાન આપવામાં આવી નથી અને જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Education Budget 2021: શિક્ષણ બજેટમાં બદલાવ, આ સંસ્થાને આપવામાં આવશે 50 હજાર કરોડ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati