Remdesivir દવા દેશમાં ક્યાં ક્યાં છે ઉપલબ્ધ, આ વેબસાઈટનાં માધ્યમથી કરી શકો છે ચેક

Remedesivir: દેશના ઘણા રાજ્યોમાં કોવિડ -19 (Covid 19)ની સારવાર માટે વપરાતી દવા રેમેડેસિવિરની અછત છે. આવી સ્થિતિમાં,લોકોને દવા સરળતાથી મળી રહે તે માટે ફાર્મા કંપની રેડ્ડીઝ લેબોરેટરીએ વેબસાઇટ પર રેમેડિસિવિરની ઉપલબ્ધતા વિશે માહિતી આપી રહી છે.

Remdesivir દવા દેશમાં ક્યાં ક્યાં છે ઉપલબ્ધ, આ વેબસાઈટનાં માધ્યમથી કરી શકો છે ચેક
File Image

Remedesivir: દેશના ઘણા રાજ્યોમાં કોવિડ -19 (Covid 19)ની સારવાર માટે વપરાતી દવા રેમેડેસિવિર (Remedesivir)ની અછત છે. આવી સ્થિતિમાં,લોકોને દવા સરળતાથી મળી રહે તે માટે ફાર્મા કંપની રેડ્ડીઝ લેબોરેટરીએ વેબસાઇટ પર રેમેડિસિવિરની ઉપલબ્ધતા વિશે માહિતી આપી રહી છે. આમાં અનેક શહેરોની હોસ્પિટલો અને ડ્રગ સ્ટોર્સના ફોન નંબર અને સરનામાં સહિતની માહિતી આપવામાં આવી છે.

કોવિડ -19 ની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા રેમેડિસવીરની દવાના અભાવના ઘણા રાજ્યોના અહેવાલો આવ્યા છે, જ્યારે કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. લોકોને દવા સરળતાથી મળી રહે તે માટે, અગ્રણી ફાર્મા કંપની ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝની સત્તાવાર વેબસાઇટમાં રેમેડિસવીરની ઉપલબ્ધતાની વિગતો સૂચિબદ્ધ  કરવામાં આવી છે. આ સાથે, કોવિડની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી ફવિપીરાવીર ટેબ્લેટ્સની વિગતો પણ આપવામાં આવી છે.

Remedesivir દેશમાં ક્યાંથી થશે ઉપલબ્ધ?

આવી છે કે, જેમાં ફોન નંબર અને સરનામાં છે, જેની સાથે બંને દવાઓ ઉપલબ્ધ છે.24/7 હેલ્પલાઈન નંબર 1800-266-708 પણ કોવિડની દવા સંબંધિત માહિતી માટે આપવામાં આવી છે. વેબસાઇટનો ઉદ્દેશ સ્થાનિક ડિસ્ટ્રિબ્યુટર્સની સંપર્ક વિગતો પ્રદાન કરવાનો છે કે જે ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ દ્વારા વિતરણ કરાયેલ કોવિડ દવાઓ અને રસીઓના વેચાણ અને વિતરણમાં રોકાયેલા છે.

ઘણાં રાજ્યમાં રેમેડેસિવિરની ઉણપ
દેશના જુદા જુદા ભાગોમાંથી રેમેડિસ્વીરની અછતના અહેવાલો પછી સરકારે બુધવારે કહ્યું હતું કે એન્ટિવાયરલ
દવાના ઉત્પાદનમાં ગતિ આવશે અને તેના ભાવમાં ઘટાડો આવશે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા
રાજ્યોએ રેમેડિસવીરનો સ્ટોક ઘટાડ્યો છે. આ તંગી ભારતમાં વધી રહેલા કોવિડ કેસો સાથે પણ જોડાયેલી છે.

Covid 19નાં ગંભીર દર્દીઓનાં ઈલાજ માટે ઉપયોગી કોવીડ -19 ના ગંભીર દર્દીઓની સારવાર માટે રેમેડસિવીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકારે કહ્યું છે કે રેમેડિસીવર ફક્ત ગંભીર કોવિડ કેસોમાં જ આપવું જોઈએ અને તેનો ઉપયોગ ઘરે ન કરવો જોઇએ. નીતી આયોગના સભ્ય વી.કે. પોલના જણાવ્યા અનુસાર, "રેમેડિસવીરનો ઉપયોગ ફક્ત તે જ લોકોમાં થવાનો છે કે જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે અને ઓક્સિજન સપોર્ટ પર છે. ઘરના સેટિંગ્સમાં અને હળવા કેસ માં તેનો કોઈ ફાયદો નથી."

  • Follow us on Facebook

Published On - 4:46 pm, Fri, 16 April 21