ગ્લોબલ લીડર્સ સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નંબર 1, જાણો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન કયા સ્થાને છે

મોર્નિંગ કન્સલ્ટ દરરોજ 20 હજારથી વધુ લોકોના ઇન્ટરવ્યુ લે છે અને તેમાંથી મેળવેલા ડેટાના આધારે રિપોર્ટ તૈયાર કરે છે અને વૈશ્વિક નેતાઓની રેન્કિંગ કરવામાં આવે છે. અમેરિકામાં તેનું સેમ્પલ સાઈઝ મોટું છે અને અહીં ઈન્ટરવ્યુમાં 45 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

ગ્લોબલ લીડર્સ સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નંબર 1, જાણો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન કયા સ્થાને છે
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 3:21 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આસમાને પહોંચી છે. તેઓ ભારતના પહેલા નેતા છે, જે વૈશ્વિક સ્તરે આટલા લોકપ્રિય છે. ખાસ વાત એ છે કે પીએમ મોદીએ દુનિયાના 22 દેશોના દિગ્ગજોને હરાવીને પ્રથમ રેન્ક હાંસલ કર્યો છે. વૈશ્વિક સ્તરે પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 78% છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2021 પછી પીએમ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે.

મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર 68 ટકા સાથે બીજા સ્થાને

પીએમ મોદી પછી મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર 68 ટકા સાથે બીજા સ્થાને છે. સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ આ યાદીમાં ત્રીજા નંબરે છે, જેમને 62 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસને 58 ટકા રેટિંગ સાથે ચોથું સ્થાન મળ્યું છે. તે જ સમયે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકા રેટિંગ સાથે પાંચમા સ્થાને છે.

આ પણ વાંચો : BBCની ડોક્યુમેન્ટરી ઉપર લગાવેલા પ્રતિબંધને પડકારતી અરજી પર આજે સુપ્રીમકોર્ટમાં થશે સુનાવણી

જો બાઈડન 6 નંબર પર અને ઋષિ સુનક 10 માં નંબરે

જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનું એપ્રુવલ રેટિંગ ઘટી રહ્યું છે. તે પોતાના દેશ અમેરિકામાં પણ એટલા પ્રખ્યાત નથી. તેને માત્ર 40 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. લોકપ્રિય નેતાઓની યાદીમાં જો બાઈડન છઠ્ઠા નંબર પર છે. આ સિવાય ભારતીય મૂળના બ્રિટિશ પીએમ ઋષિ સુનક હવે એટલા લોકપ્રિય નથી. મોર્નિંગ કન્સલ્ટે તેમને ગ્લોબલ લીડર્સની યાદીમાં 10મા સ્થાને રાખ્યા છે અને તેમનું એપ્રુવલ રેટિંગ 30 ટકા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સર્વેમાં વૈશ્વિક નેતાઓની યાદીમાં 11મા ક્રમે છે અને તેમની એપ્રુવલ રેટિંગ 29 ટકા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગ્લોબલ લીડર પર સર્વે કેવી રીતે થાય છે?

ઉલ્લેખનીય છે કે મોર્નિંગ કન્સલ્ટ દરરોજ 20 હજારથી વધુ લોકોના ઇન્ટરવ્યુ લે છે અને તેમાંથી મેળવેલા ડેટાના આધારે રિપોર્ટ તૈયાર કરે છે અને વૈશ્વિક નેતાઓની રેન્કિંગ કરવામાં આવે છે. અમેરિકામાં તેનું સેમ્પલ સાઈઝ મોટું છે અને અહીં ઈન્ટરવ્યુમાં 45 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય દેશોમાં સેમ્પલ સાઈઝ 500-5000 વચ્ચે રાખવામાં આવી હતી. આ દરમિયાન તમામ નેતાઓની ઉંમર, લિંગ, પ્રદેશ અને કેટલાક દેશોમાં સંબંધિત નેતાઓના શિક્ષણને લઈને સર્વે કરવામાં આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">