WHO કોવેક્સિનને ક્યારે આપશે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી ? આજે બેઠકમાં કરવામાં આવશે વિચાર

WHOએ ટ્વીટ કર્યું હતું કે, 'કટોકટીમાં ઉપયોગ માટે પ્રોડક્ટની ભલામણ કરતા પહેલા આપણે તેનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવું જોઈએ કે તે સુરક્ષિત અને અસરકારક છે.'

WHO કોવેક્સિનને ક્યારે આપશે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી ? આજે બેઠકમાં કરવામાં આવશે વિચાર
covaxin

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ વિશ્વભરમાં કોરોના (corona) મહામારી સામે જીતવા માટે અત્યાર સુધીમાં સાત રસીઓને મંજૂરી આપી છે. તેમાં મોર્ડેના, ફાઇઝર-બાયોએન્ટેક, જોન્સન એન્ડ જોન્સન, ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકા, ભારતની કોવિશિલ્ડ, ચીનની સિનોફાર્મ અને સિનોવાક વેક્સિનનો સમાવેશ થાય છે. પરંતુ હજુ સુધી કોવેક્સિન(Covaxin) ને મંજૂરી આપવામાં આવી નથી. જેને લઈને આજે એટલે કે મંગળવારે WHO દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ભારતની સ્વદેશી બનાવટની રસી કોવેક્સીનની કટોકટીના ઉપયોગની મંજૂરી અંગે વિચારણા કરવા માટે મંગળવારે બેઠક કરવામાં આવશે. WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથનના જણાવ્યા અનુસાર, વૈશ્વિક આરોગ્ય સંસ્થાનું ટેકનિકલ સલાહકાર જૂથ કોવેક્સિન માટે ઈમરજન્સી યુઝ લિસ્ટ પર વિચાર કરવા માટે 26 ઓક્ટોબરે બેઠક કરશે. નોંધનીય છે કે,દેશભરમાં કોવેક્સિનનો રસીકરણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

WHOએ ટ્વીટ કર્યું હતું કે, ‘અમે જાણીએ છીએ કે ઘણા લોકો ઈમરજન્સી રસીની યાદીમાં કોવેક્સિનનો સમાવેશ કરવા માટે WHOની ભલામણની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અમે તે ઉતાવળમાં કરી શકતા નથી. કટોકટીમાં ઉપયોગ માટે ઉત્પાદનની ભલામણ કરતા પહેલા તે સલામત અને અસરકારક છે તેની ખાતરી કરવા માટે અમારે તેનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાની જરૂર છે.’

વેક્સિન સતત ડેટા ઉપલબ્ધ કરાવી રહી છે
ડબ્લ્યુએચઓ હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. માઈક રાયને જણાવ્યું હતું કે યુએન એજન્સી “ખૂબ જ સ્પષ્ટ” છે કે તે ઈચ્છે છે કે તમામ દેશો WHO સલાહકાર પ્રક્રિયા દ્વારા EUL આપવામાં આવેલી રસીઓને ઓળખે. ઉત્પાદક જે રોલિંગ ધોરણે ડેટા એકત્ર કરી રહ્યું છે. સલામત અને અસરકારક રસી તરીકે તેની વ્યાપક સ્વીકૃતિ માટે Covaxin ના કટોકટી ઉપયોગ અધિકૃતતા માટે WHO ની મંજૂરીની ખૂબ રાહ જોવાઈ રહી છે.

હાલમાં ભારત કોરોના સામેના રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનમાં કોવેક્સિનનો ઉપયોગ ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ દ્વારા મંજૂર કરાયેલી છ રસીઓ પૈકી એક તરીકે કરી રહ્યું છે, જેમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાના કોવિશિલ્ડ અને રશિયન નિર્મિત Sputnik-V સામેલ છે.સૌમ્ય સ્વામીનાથને જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય છે કટોકટીના ઉપયોગ માટે મંજૂર કરાયેલ રસીઓના વ્યાપક પોર્ટફોલિયોની પહોંચને વિસ્તારવા અને દરેક જગ્યાએ વસ્તી સુધી પહોંચવા માટેનો છે.

આ મહિનાની શરૂઆતમાં WHO એ ટ્વીટ કરીને કહ્યું હતું કે, કોવેક્સિન સતત ડેટા પ્રદાન કરી રહી છે. વધારાની માહિતી 27 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવી હતી. WHO નિષ્ણાતો હાલમાં રસી તમામ ધોરણોને પૂર્ણ કરે છે કે કેમ તે અંગેની માહિતીની સમીક્ષા કરી રહ્યા છે.

ભારત બાયોટેક દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (NIV), પુણેના સહયોગથી કોવેક્સીન ડેવલપ કરવામાં આવી છે. કોવેક્સિનએ એક ઇનએક્ટિવેટેડ વેક્સિન છે. જે રોગ પેદા કરનાર વાયરસને નિષ્ક્રિય કરીને બનાવવામાં આવે છે. ભારત બાયોટેકે 19 એપ્રિલે તેની રસી માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ ફાઈલ કર્યું હતું. ડબ્લ્યુએચઓએ કહ્યું કે તેણે 6 જુલાઈના રોજ રસીના ડેટાને રોલઆઉટ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : Aryan Khan Drug Case: આર્યન ખાન આવશે જેલની બહાર ? જામીન અરજી પર સુનાવણી કરશે બોમ્બે હાઇકોર્ટ

આ પણ વાંચો : Aryan khan drug case : દિલ્લી પહોંચ્યા બાદ સમીર વાનખેડે કહ્યું, મને કોઈ સમન્સ મોકલવામાં નથી આવ્યું, મારા વિરુદ્ધ લાગેલા આરોપમાં કોઈ દમ નથી

Click on your DTH Provider to Add TV9 Gujarati