PM Modi સુરતમાં જે વિમાનમાં ઉતર્યા તે વિમાન Air India Oneની શુ છે ખાસિયત?
ભારતે બોઇંગ કંપની પાસેથી બે બોઇંગ 777 એરક્રાફ્ટ વર્ષ 2018 માં ખરીદ્યા હતા. દેશના VVIPsની અવરજવર માટે સુરક્ષા જરૂરિયાતો અનુસાર તૈયાર કરવા માટે તેમને અમેરિકા મોકલ્યા હતા. જ્યા ચુસ્ત સુરક્ષાને લઈને જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. નવસારી અને અમદાવાદની મુલાકાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi’s visit to Gujarat) જે વિમાનમાં આવ્યા છે તે વિમાન ખાસ છે. માત્ર વડાપ્રધાન જ નહી ભારતના રાષ્ટ્રપતિ પણ આવા જ ખાસ વિમાનનો ઉપયોગ કરે છે. ભારતે બોઇંગ કંપની પાસેથી 2018માં બે બોઇંગ 777 એરક્રાફ્ટ ખરીદ્યા હતા અને તેમને, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહીત દેશના વીવીઆઇપીની અવરજવર માટે સુરક્ષા જરૂરિયાતો અનુસાર તૈયાર કરવા માટે અમેરિકા મોકલ્યા હતા, આ બન્ને વિમાનો હવે એક અભેદ્ય કિલ્લા સમના છે. જાણો આ સામાન્ય દેખાતા પરંતુ ખૂબ જ ખાસ ‘એર ઈન્ડિયા વન’ (Air India One) એરક્રાફ્ટની વિશેષતાઓ.
નવા વિમાન ઑક્ટોબર 2020માં ભારતમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની સેવામાં લેવામાં આવ્યા હતા. સામાન્ય વિમાનની સરખામણીએ આ વિમાન ખાસ સવલતયુક્ત છે. આ સુરક્ષિત વિમાન ભારતીય વાયુસેનાની માલિકીના છે. આ વિમાન એર-ટુ-એર રિફ્યુઅલિંગની જરૂરિયાતને દૂર કરીને લાંબા અંતરની મુસાફરી કરવા માટે સક્ષમ છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતુ આ ખાસ વિમાન, પરમાણુ વિસ્ફોટ સામે રક્ષણ આપતુ ખાસ પ્રકારનું કવચ ધરાવે છે.
- એર ઈન્ડિયા વન એ હવામાં ઉડતો અભેદ્ય કિલ્લો છે
- ભારતે બે એર ઈન્ડિયા વન એરક્રાફ્ટ તૈયાર કરવા માટે અમેરિકા સાથે લગભગ 1300 કરોડ રૂપિયાની ડીલ કરી હતી.
- એરક્રાફ્ટ ટ્વીન GE90-115 એન્જિન દ્વારા સંચાલિત છે. જેની મદદથી આ ખાસ વિમાન 900 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
- આ એરક્રાફ્ટની સૌથી મોટી ખાસિયત ‘સેલ્ફ પ્રોટેક્શન સ્યૂટ’ (SPS) છે, જેનાથી આ વિમાનને કોઈપણ મિસાઈલ હુમલા કે હવાઈ દુર્ઘટનાથી બચાવશે.
- ભારતના આ સ્વદેશી એરફોર્સ વનમાં એવા કેટલાક ખાસ સેન્સર છે, જે મિસાઈલ હુમલા પહેલા માહિતી આપી શકે છે.
- એરક્રાફ્ટના આ ખાસ સેન્સરથી મળેલી માહિતી પછી તરત જ તેની અંદરની ડિફેન્સિવ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે.
- ડિફેન્સિવ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમમાં ઈન્ફ્રા રેડ સિસ્ટમ, ડિજિટલ રેડિયો ફ્રીક્વન્સી જામર જેવી ઘણી આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.
- આ તમામ ટેક્નોલોજીના કારણે એર ઈન્ડિયા વન દુશ્મનના રડારને જામ કરવા અને મિસાઈલથી હુમલો કરવામાં સક્ષમ છે.
- એર ઇન્ડિયા વનમાં ક્વાર્ટર, મોટી ઓફિસ, લેબ, ડાઇનિંગ રૂમ અને કોન્ફરન્સ રૂમ છે.
- આ સિવાય એર ઇન્ડિયા વનમાં મેડિકલ ઈમરજન્સી માટેનો મેડિકલ સ્યુટ પણ છે.
- ભારતથી અમેરિકા જતી વખતે આ સ્પેશિયલ પ્લેનમાં ક્યાંય પણ ઈંધણ ભરવા માટે ઉતરવાની જરૂર નહીં પડે.
- વડાપ્રધાનના આ વિમાનની તમામ સુરક્ષા સુવિધાઓ અને ખાસિયત અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા એરફોર્સ વન એરક્રાફ્ટ જેવી જ છે.
- આ વિમાનો ઉડાડવા માટે 40 વરિષ્ઠ પાઈલટોને પણ પસંદ કર્યા હતા. આ બે બોઈંગ 777 એરક્રાફ્ટને માત્ર આ 40 પાઈલટ જ ઉડાડે છે.