AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal: બંગાળમાં સિતરંગ વાવાઝોડાની અસર, અનેક જિલ્લાઓમાં વરસાદ, NDRFની ટીમો તૈનાત

હવામાન વિભાગે (IMD) જણાવ્યું હતું કે સોમવારે સવારે વાવાઝોડું સાગર દ્વીપથી લગભગ 430 કિલોમીટર દક્ષિણમાં કેન્દ્રિત હતું. વાવાઝોડાની ગતિ વધુ વધશે અને તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, જેના કારણે પવનની ઝડપ 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

West Bengal: બંગાળમાં સિતરંગ વાવાઝોડાની અસર, અનેક જિલ્લાઓમાં વરસાદ, NDRFની ટીમો તૈનાત
Cyclone
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2022 | 3:35 PM
Share

પશ્ચિમ બંગાળની (West Bengal) રાજધાની કોલકાતા સહિત દક્ષિણી જિલ્લાઓમાં સોમવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો અને ઉત્તર બંગાળની ખાડીમાં સિતરંગનું વાવાઝોડું દરિયાકાંઠાની નજીક આવી રહ્યું હોવાથી દિવસભર ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. આ જોતાં દિવાળીની ઉજવણીમાં ખલેલ પહોંચવાનો ભય ઉભો થયો છે. હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, તોફાન 25 ઓક્ટોબરની વહેલી સવારે બાંગ્લાદેશના તિકોણા અને સંદ્વીપ વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાને લઈ NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

કેનિંગના સબ-ડિવિઝનલ ઓફિસર એ. ઝિયાએ કહ્યું કે અમે દવાઓ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. અમે સુનિશ્ચિત કરીશું કે કિનારા પર કોઈ હિલચાલ ન થાય અને માછીમારી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે ઈન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે.

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. કોલકાતા NDRF અધિકારીએ જણાવ્યું કે સિતરંગ ચક્રવાત પહેલા વહીવટીતંત્રે NDRF ટીમોને ગંગાસાગર, ડાયમંડ હાર્બર, કાકદ્વીપ, ગોસાબામાં બચાવ કામગીરી હાથ ધરવા માટે એલર્ટ મોડ પર મૂકી દીધી છે.

110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગે જણાવ્યું હતું કે સોમવારે સવારે વાવાઝોડું સાગર દ્વીપથી લગભગ 430 કિલોમીટર દક્ષિણમાં કેન્દ્રિત હતું. વાવાઝોડાની ગતિ વધુ વધશે અને તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે, જેના કારણે દક્ષિણ 24 પરગના, ઉત્તર 24 પરગના અને મિદનાપુર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ અને 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે વરસાદી ઝાપટા પડી શકે છે. પવનની ઝડપ 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

મંગળવારે મુશળધાર વરસાદની આગાહી

તેમણે કહ્યું કે આ વાવાઝોડાને કારણે ઉત્તર 24 પરગના અને દક્ષિણ 24 પરગનામાં મંગળવારે પણ મુશળધાર વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે કોલકાતા અને તેની નજીકના હાવડા અને હુગલી જિલ્લામાં પણ સોમવારે હળવો વરસાદ થવાની સંભાવના છે. કોલકાતામાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અપેક્ષા રાખી શકાય છે. આ સમય દરમિયાન માછીમારોને 24 અને 25 ઓક્ટોબરના રોજ દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">