Bengal Governor Meets Amit Shah: બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત, જાણો શું છે મામલો

Amit Shah Meeting With West Bengal Governor Dhankhar: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે સોમવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે તેમની ઓફિસમાં મુલાકાત કરી હતી.

Bengal Governor Meets Amit Shah: બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત, જાણો શું છે મામલો
West Bengal Governor Jagdeep Dhankhar met Union Home Minister Amit ShahImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 7:25 PM

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ (Bengal Governor) જગદીપ ધનખડે સોમવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Governor Dhankhar Meets Amit Shah) સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલ ધનખડેની અમિત શાહ સાથેની મુલાકાત રાજકીય રીતે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. રાજ્યપાલ સતત મમતા બેનર્જી (Mamata Banerjee)ની સરકાર પર પ્રહારો કરી રહ્યા છે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ સિવાય મમતા બેનર્જી સરકાર પર SSC ભરતી કૌભાંડ અને રાજ્યપાલની જગ્યાએ મમતા બેનર્જીને સરકારી યુનિવર્સિટીઓના ચાન્સેલર બનાવવાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. 7 જૂને સાંજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસીય બંગાળની મુલાકાતે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહમંત્રીની બેઠક બાદ રાજકીય અટકળો તેજ થઈ ગઈ છે. જો કે આ બેઠક અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે રાજ્યપાલ ધનખડે રાજસ્થાનના ઉદયપુરના પ્રવાસે ગયા હતા. રાજસ્થાનના પ્રવાસેથી પરત ફરતી વખતે તેઓ સોમવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે રાજ્યપાલે કેન્દ્રીય ગૃહમંત્રીને રાજ્યની સ્થિતિ અંગે સંપૂર્ણ અહેવાલ આપ્યો છે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

નવી દિલ્હીમાં રાજ્યપાલ અમિત શાહને મળ્યા

રાજ્યપાલ જગદીપ ધનખડે ખુદ ટ્વીટ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની બેઠકની જાણકારી આપી હતી. જો કે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે કયા મુદ્દા પર ચર્ચા કરી છે તેનો ખુલાસો કર્યો નથી, પરંતુ રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે, રાજ્યપાલે અમિત શાહને રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. રાજ્યપાલ હાલમાં જ ઉત્તર બંગાળના પ્રવાસેથી પરત ફર્યા છે. ઉત્તર બંગાળમાં અલગ રાજ્યની માંગ વધી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, રાજ્યપાલે અમિત શાહને ઉત્તર બંગાળની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી છે. આ સાથે દાર્જિલિંગમાં જીટીએની ચૂંટણી પણ છે. ભાજપ આ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યું છે. રાજ્યપાલે દાર્જિલિંગની સ્થિતિ વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાનને પણ માહિતગાર કર્યા છે.

રાજ્યપાલના મમતા બેનર્જી સરકાર પર સતત પ્રહારો

રાજ્યપાલ મમતા બેનર્જી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. રાજ્યપાલે ઉદયપુરમાં મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે તેમના રાજ્યમાં કાયદાનું કોઈ શાસન નથી કારણ કે તે “શાસક” દ્વારા શાસન કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે તેમણે ગંભીર પરિસ્થિતિઓ અને પડકારોનો સામનો કર્યો છે. તેમણે કહ્યું “મેં રાજ્યપાલ તરીકે વિકટ પરિસ્થિતિ અને પડકારો જોયા છે. મેં શાસનને બંધારણીય વ્યવસ્થાથી આગળ વધતું જોયું છે. મેં એવી પરિસ્થિતિ જોઈ છે જ્યાં કાયદાનું શાસન નથી પણ ‘શાસક’નું શાસન છે.

g clip-path="url(#clip0_868_265)">