Nabanna Campaign: પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

|

Sep 13, 2022 | 3:50 PM

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા બંગાળ ભાજપે નબાન્ન અભિયાન શરૂ કર્યું અને નબાન્ન અભિયાન દરમિયાન પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતુ.

Nabanna Campaign: પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ
Image Credit source: Tv 9 Bharatvarsh

Follow us on

Nabannachalo : પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતાઓએ ફરી એકવાર મમતા બેનર્જી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. ભાજપે (BJP) તેના દિગ્ગજ નેતાઓના નેતૃત્વમાં નબાન્ન અભિયાન શરૂ કર્યું છે, જેમાં તમામ કાર્યકરો સચિવાલય નબાન્ન (Nabanna) તરફ કૂચ કરી રહ્યા છે. તે દરમિયાન ભાજપના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. આ પછી પોલીસે અનેક કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. ભાજપને આ અભિયાન માટે પોલીસ પાસેથી મંજૂરી મળી નથી. સંતરાગાછી બાદ હાવડામાં પણ પોલીસ અને ભાજપ સમર્થકો વચ્ચે ધર્ષણ થયું હતુ. હાવડામાં ભાજપ સમર્થકોએ પોલીસના બેરિકેડ્સ તોડી નાંખ્યા છે. પોલીસ ટીયર ગેસ પણ છોડ્યો હતો. તમને જણાવી દઈએ કે, ભાજપે મમતા સરકારના ભષ્ટ્રાચાર વિરુદ્ધ નબાન્ન અભિયાનનું આહ્વાન કર્યું હતુ. જેને લઈ ભાજપ અને પોલીસ વચ્ચે ટક્કર થઈ હતી.

ભાજપ અને પોલીસ વચ્ચે ટક્કર થઈ

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

પોલીસની સાથે થયેલી ટક્કરમાં અનેક ભાજપ સમર્થકો ઘાયલ થવાના સમાચાર છે. ભાજપના અધ્યક્ષ સુકાંત મજમુદારે આરોપ લગાવ્યો છે કે, પોલીસ દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. લોકશાહી ઢબે આંદોલનને દબાવવામાં આવી રહ્યું છે.

 

 

પોલીસે ટીયર ગેસ છોડ્યો

સંતરાગાછીમાં ભાજપના નબાન્ન અભિયાન દરમિયાન પોલીસની સાથે ધર્ષણ થયું હતુ. સૌથી પહેલા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ પોલીસ દ્વારા બનાવેલા બેરિકેડ્સ તોડી નાંખ્યા હતા. ત્યારબાદ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. પોલીસે વોટર કેનનો મારો કર્યો હતો. વધુ પથ્થર મારી કરતા પોલીસે સ્થિતિને કાબુમાં કરવા માટે સંધર્ષ કરતી જોવા મળી હતી. ત્યારબાદ પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો. પોલીસ આ ધર્ષણને શાંત કરવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ વારંમવાર પોલીસ અને ભાજપ સમર્થકો વચ્ચે ટક્કર થતી જોવા મળી હતી.

 

 

 

Next Article