Subhas Chandra Bose Jayanti: સુભાષ જયંતિ પર ભાજપે મમતા સરકાર પર સાધ્યું નિશાન-“વચન પૂરા કરે બંગાળ સરકાર”
સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિને લઈને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી(Mamata Banerjee) અને બંગાળ ભાજપ(Bengal BJP) વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિને(Subhas Chandra Bose 125th Birth Anniversary) લઈને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી(Mamata Banerjee) અને બંગાળ ભાજપ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રજાસત્તાક દિવસના અવસર પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ઝાંખીનો સમાવેશ ન કરવાનો આરોપ લગાવ્યો અને માંગ કરી કે જન્મદિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવે. બીજી તરફ, બંગાળ ભાજપ નેતાજીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. રવિવારે સવારે પ્રદેશ ભાજપ(West Bengal BJP) કાર્યાલય ખાતે નેતાજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે બંગાળ પ્રદેશ ભાજપના નેતાઓએ મમતા બેનર્જી સરકાર પર નેતાજીને લગતા વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો હતો.
નેતાજીની જન્મજયંતિને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કરવાની સીએમ મમતા બેનર્જીની માંગ પર બંગાળ ભાજપના પ્રમુખ સુકાંત મજુમદારે કહ્યું કે સીએમને અરજી કરી છે. દેશમાં જન્મદિવસ અને પુણ્યતિથિ પર રજા આપવાની પરંપરા છે, પરંતુ જે રીતે નેતાજી કર્મયોગી હતા. તેમની જન્મજયંતિ પર રજા નહીં પણ વધુ કામ કરીને આદર દર્શાવવો વધુ સારું હોત. તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે ઇતિહાસમાં નેતાજીને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. નેતાજી સુભાષ ચંદ્ર બોઝને યોગ્ય જગ્યા નથી મળી, જ્યારે એક પરિવારને ઇતિહાસમાં વધારે જ વર્ચસ્વ આપવામાં આવ્યું છે.
LIES LIES AND JUST LIES!!
“Keep your faith in me.I shall give you unconditional, selfless service.”@MamataOfficial you said this in the assembly.
THE PEOPLE OF BENGAL DO NOT HAVE FAITH IN YOU
NO money allocated to Netaji Battalion
NO state planning commission in Netaji’s pic.twitter.com/AdUO5eF6IZ
— Agnimitra Paul BJP (@paulagnimitra1) January 23, 2022
બીજેપી ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે કહ્યું કે સીએમ મમતા બેનર્જીએ આઝાદ હિંદ ફોજના નામે રાજારહાટ વિસ્તારમાં સમાધિ બનાવવાની અને નેતાજીના નામ પર યુનિવર્સિટી બનાવવાની વાત કરી હતી, પરંતુ એક વર્ષ પૂર્ણ થવા છતાં હજુ સુધી એવું થયું નથી. સીએમએ કહ્યું હતું કે એક વર્ષ પહેલા 100 કરોડ રૂપિયાના ખર્ચે નેતાજીના નામ પર બિલ્ડીંગ બનાવવાની વાત થઈ હતી, પરંતુ હજુ સુધી તે પૂર્ણ થયું નથી. CM ઝાંખીને(West Bengal tableau) લઈને રાજનીતિ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર પહેલાથી જ નેતાજીની ઝાંખીનો સમાવેશ કરી રહી છે, પરંતુ મુખ્યમંત્રી ખોટી રાજનીતિ કરી રહ્યા છે.
બંગાળ સરકારે જાહેરાત કરી છે કે નેતાજીની 125મી જન્મજયંતિને દેશ નાયક દિવસ તરીકે ઉજવી રહ્યા છે. આ સાથે જ નેતાજીના નામે જય હિન્દ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી રહી છે, જેનું 100 ટકા ભંડોળ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે અને તે વિદેશી યુનિવર્સિટીઓ સાથે સંબંધિત હશે.
આ પણ વાંચો:
Mann Ki Baat: મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદી કરશે ‘મન કી બાત’, 11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ
આ પણ વાંચો: