5 State Assembly Election Result : પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ કે કેરળ, GDPની દ્રષ્ટિએ કયું રાજ્ય આગળ?

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને આસામમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે 4 મે 2026ના રોજ આવવાના છે. પરંતુ શું તમને ખબર છે કે આ રાજ્યોની GDP કેટલી છે?

5 State Assembly Election Result : પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ કે કેરળ, GDPની દ્રષ્ટિએ કયું રાજ્ય આગળ?
GDP
| Updated on: May 05, 2026 | 8:04 AM

2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે રાજકીય ગતિવિધિઓ જોરદાર છે. ત્યારે આર્થિક તાકાતની દ્રષ્ટિએ આ રાજ્યોની તુલના કરવી પણ રસપ્રદ બને છે. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ અને કેરળ દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે GDPની દ્રષ્ટિએ કયું રાજ્ય આગળ છે?

આજે 4 મે 2026ના રોજ પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ અને કેરળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પર આખો દેશની નજર છે. રાજકીય ગતિશીલતા વચ્ચે, આ રાજ્યોની આર્થિક પરિસ્થિતિ પણ ચર્ચાનો વિષય બની છે. જો આપણે GDPની સરખામણી કરીએ તો તમિલનાડુ ચાર રાજ્યોમાં આગળ છે.

તમિલનાડુ

2026- 2027 માટે તમિલનાડુનો GSDP આશરે ₹40.6 લાખ કરોડ હોવાનો અંદાજો છે. રાજ્ય ઔદ્યોગિક વિકાસ, ઓટોમોબાઈલ ક્ષેત્ર, IT ઉદ્યોગ અને ઉત્પાદન કેન્દ્રમાં તમિલનાડુ અગ્રણી પર છે. તેના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને નિકાસ આધારિત અર્થતંત્રે તેને ટોચ પર પહોંચાડ્યું છે.

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળનો GSDP આશરે ₹21.5 લાખ કરોડનો છે. રાજ્ય કૃષિ, સેવા ક્ષેત્ર અને MSME ક્ષેત્રમાં મજબૂત હાજરી ધરાવે છે. કોલકાતા જેવા મોટા શહેર સાથે, વ્યાપારિક પ્રવૃત્તિ પણ મજબૂત છે. જે રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવે છે.

કેરળ

કેરળનો GSDP આશરે ₹16થી 16.5 લાખ કરોડ હોવાનો અંદાજો છે. રાજ્ય તેના મજબૂત સેવા ક્ષેત્ર, ખાસ કરીને પર્યટન અને NRIs તરફથી મોકલવામાં આવેલા રેમિટન્સને કારણે આર્થિક રીતે મજબૂત રહે છે.

આસામ

આસામનો GSDP આશરે ₹7.4થી 7.5 લાખ કરોડની વચ્ચે છે. આ રાજ્ય મુખ્યત્વે કૃષિ, ચા ઉદ્યોગ, તેલ અને ગેસ સંસાધનો પર આધાર રાખે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસમાં હજુ સુધારાની જરૂર છે, પરંતુ ઉત્તર-પૂર્વનો આ રાજ્ય ઝડપથી વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.

GDP શું છે?

એક નિશ્ચિત સમયગાળામાં જેમ કે સામાન્ય રીતે એક વર્ષમાં દેશમાં ઉત્પાદિત તમામ વસ્તુઓ અને સેવાઓનું કુલ નાણાકીય મૂલ્ય એટલે જીડીપી હોય છે. તે દેશની આર્થિક સદ્ધરતા અને વિકાસ માપવાનો સૌથી મહત્વપૂર્ણ આંકડો છે

 

આ પણ વાંચો, Assembly Election Results 2026 LIVE: ઉત્તર બંગાળમાં ભાજપ આગળ, ભવાનીપુર બેઠક પર શુવેન્દુ અધિકારી પાછળ

Published On - 8:27 am, Mon, 4 May 26

Follow Us