Kartarpur Corridor : આજથી ખુલશે કરતારપુર કોરિડોર, જાણો કેમ છે ખાસ કરતારપુર કોરિડોર ?
કરતારપુર કોરિડોરનું નિર્માણ થયું તે પહેલાં, લોકોને લાહોર થઈને દરબાર સાહિબ ગુરુદ્વારા પહોંચવા માટે વિઝા લેવા પડતા હતા, જે એક જટિલ અને લાંબો રસ્તો હતો. પરંતુ કરતારપુર કોરિડોરના નિર્માણથી અહીં પહોંચવું એકદમ સરળ બની ગયું છે.
Gurudwara Kartarpur Sahib: ગુરુપર્વ પહેલા મોદી સરકારે શીખોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે આજથી પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) ખોલી દીધો છે. આ નિર્ણયથી શીખો ખૂબ જ ખુશ છે. ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) મંગળવારે કોરિડોર ખોલવાની જાહેરાત કરી હતી. કરતારપુર કોરિડોર ગુરુદ્વારા દરબાર સાહિબને જોડે છે, જે પાકિસ્તાનમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવના અંતિમ વિશ્રામ સ્થાન છે, જેને પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનક ગુરુદ્વારા સાથે જોડે છે.
અમિત શાહે કહ્યું કે આ નિર્ણય મોદી સરકારનો ( Modi government ) ગુરુ નાનક દેવજી (Guru Nanak Devji) અને શીખ સમુદાય પ્રત્યે અપાર આદર દર્શાવે છે. તેમણે કહ્યું કે દેશ 19 નવેમ્બરે ગુરુ નાનક દેવના પ્રકાશ ઉત્સવની (ગુરુ પર્વ) ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યો છે અને તેમને વિશ્વાસ છે કે આ પગલું “દેશભરમાં ખુશી અને ઉત્સાહમાં વધુ વધારો કરશે.” 10 મુદ્દાઓ થકી જાણો શા માટે ખાસ છે, કરતારપુર કોરિડોર અને દરબાર સાહેબ ગુરુદ્વારા ?
(1) કોરોના મહામારીના કારણે બે વર્ષથી બંધ રહેલો કરતારપુર કોરિડોર આજથી ખુલી ગયો છે. કરતારપુર કોરિડોર દ્વારા, ભારતીય શ્રદ્ધાળુઓને પાકિસ્તાનમાં દરબાર સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લેવાની તક મળે છે. બંને દેશો વચ્ચેના કરારના આધારે, ભારતીય પાસપોર્ટ ધારકો અને ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા (OCE) કાર્ડ ધારકો આ કોરિડોરમાંથી પાકિસ્તાનમાં દરબાર સાહિબ ગુરુદ્વારા વિઝા વિના જઈ શકે છે. એક દિવસમાં 5 હજાર લોકો અહીં દર્શન કરવા જઈ શકે છે.
(2) કરતારપુર કોરિડોરનું નિર્માણ થયું તે પહેલાં, લોકોને લાહોર થઈને દરબાર સાહિબ ગુરુદ્વારા પહોંચવા માટે વિઝા લેવા પડતા હતા, જે એક જટિલ અને લાંબો રસ્તો હતો. પરંતુ કરતારપુર કોરિડોરના નિર્માણથી અહીં પહોંચવું સરળ બની ગયું છે. આ પછી પંજાબના ડેરા બાબા નાનકને કરતારપુરના દરબાર સાહિબ ગુરુદ્વારા સાથે જોડવામાં આવ્યું.
(3) વર્ષ 2019 માં, 09 નવેમ્બરના રોજ, પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારાને પ્રથમ વખત ખોલવામાં આવ્યું હતું. કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાન-ભારત બોર્ડર પર સ્થિત ડેરા બાબા નાનક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડેરા બાબા નાનક બંને દેશોની સરહદથી 1 કિલોમીટરના અંતરે આવેલું છે, જે સરહદે વહેતી રાવી નદીના પૂર્વ કિનારે આવેલું છે.
(4) ભારતીયો માટે કરતારપુર સાહિબ ગુરુદ્વારા પહોંચવાનો માર્ગ પંજાબના ગુરદાસપુરમાં આવેલા ડેરા બાબા નાનકથી છે. અહીંથી, લોકો કોરિડોર દ્વારા ત્યાં પહોંચી શકે છે. આ કોરિડોરની કુલ લંબાઈ 4.1 કિમી છે.
(5) પાકિસ્તાનમાં હાજર કરતારપુર સાહિબ ગુરુદ્વારાના દર્શન કરવા જતા લોકોને 20 ડોલર એટલે કે લગભગ 1500 રૂપિયા ફી ચૂકવવી પડે છે.
(6) તે શીખો માટે ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે અહીં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવે તેમના જીવનના છેલ્લા 18 વર્ષ વિતાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક 1522માં કરતારપુર આવ્યા હતા.
(7) દરબાર સાહિબ ગુરુદ્વારા દર્શન માટે કરતારપુર કોરિડોરમાંથી પસાર થઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ દરમિયાન, તમારે તમારા પાસપોર્ટની માહિતી આપવી પડશે અને મુસાફરી દરમિયાન તમારે તમારી સાથે ફક્ત માન્ય ઓળખ કાર્ડ રાખવાનું રહેશે. નોંધણી માટે, સત્તાવાર વેબસાઇટ prakashpurb550.mha.gov.in પર કરી શકાય છે. નોંધણી કરાવ્યા પછી તમને સૂચના મળશે.
(8) મળતી માહિતી મુજબ, કોરિડોરના નિર્માણ પહેલા લોકો કરતારપુર સાહિબને દૂરબીનથી જોતા હતા અને આ કામ બીએસએફની દેખરેખ હેઠળ કરવામાં આવતું હતું.
(9) કરતારપુર સાહિબ ગુરુદ્વારા પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં આવે છે, જે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી 4.5 કિમી દૂર છે.
(10) ગુરુ નાનક દેવજી સાથે તેમનો આખો પરિવાર કરતારપુરમાં સ્થાયી થયો હતો. એવું માનવામાં આવે છે કે અહીં તેમણે પ્રથમ શીખ ધર્મની સ્થાપના કરી હતી. પ્રથમ વખત, તેમણે આ સ્થાન પર ‘નામ જાપો, કિરાત કરો અને વંદ છકો’ (નામ જપો, મહેનત કરો અને વહેંચીને ખાઓ) નો ઉપદેશ આપ્યો હતો.
આ પણ વાંચોઃ