AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હિન્દુ યુવાનની હત્યા બાદ, દહેરાદુનમાં ફાટી નીકળી હિંસા, અનેક ઘરમાં લગાવાઈ આગ, ઈન્ટરનેટ સેવા બંધ

Dehradun communal riots :દહેરાદુનના સહસપુર પોલીસ મથકની હદમાં આવેલ બૈરાગીવાલામાં સેન્ટીગના ભાડા અને ટ્યુબવેલના પાણીના પૈસા મુદ્દે થયેલ વિવાદ બાદ વિનોદ નામના યુવાનની હથોડા મારીને હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાને પગલે, સમગ્ર વિસ્તારમાં કોમી હિંસા ભડકી ઉઠી છે. ગુસ્સે ભરાયેલ ભીડે અનેક મકાનો ઉપર પથ્થરમારો કરીને સળગાવી દેવામાં આવ્યા હતા.

હિન્દુ યુવાનની હત્યા બાદ, દહેરાદુનમાં ફાટી નીકળી હિંસા, અનેક ઘરમાં લગાવાઈ આગ, ઈન્ટરનેટ સેવા બંધ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2026 | 12:46 PM
Share

દહેરાદૂન સમાચાર: ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનના સહસપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બૈરાગીવાલા ગામમાં એક યુવાનની ક્રૂર હત્યા કરાઈ હતી. આ બાદ સમગ્ર વિસ્તારમાં કોમી વૈમનસ્ય પ્રવર્તે છે. સેંન્ટરીગના સાધનોના ભાડા અને સરકારી ટ્યુબવેલમાંથી પાણીના ઉપયોગ અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે વિનોદને હથોડા અને તીક્ષ્ણ હથિયારોથી માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. બેકાબૂ બનેલ ભીડે અનેક મકાનોને નિશાન બનાવ્યા હતા. જો કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યું છે.

અહેવાલો અનુસાર, મૃતક વિનોદ, રાજેશ અને અશોકને ગામના પૂર્વ સરપંચ ઇસ્તિફાકના ભત્રીજા ઇમ્તિયાઝ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ, રઝાક, અમન, યુનુસ અને અનીસ સહિત 20 થી 25 લોકોના ટોળાએ કથિત રીતે તીક્ષ્ણ હથિયારો અને હથોડાનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિનોદનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે લોકો હાલમાં સારવાર હેઠળ છે.

આ ઘટના અંગે વિનોદના પિતાએ કડક વલણ અપનાવતા, એવી જાહેરાત કરી કે, જ્યા સુધી આરોપીઓના એન્કાઉન્ટર કરવામાં ના આવે અને તેમના ઘર પર બુલ ડોઝર ફેરવવામાં ના આવે ત્યાં સુધી તેમના પુત્રના અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે.

ગુસ્સે ભરાયેલા ટોળાએ આગચંપી અને પથ્થરમારો

દહેરાદુનમાં હિન્દુ યુવાનની હત્યા કરી નાખવામાં આવી હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા બૈરાગીવાલામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગ્રામજનોએ પોલીસ વહીવટીતંત્ર પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો, આરોપ લગાવ્યો કે આરોપીઓ ઘટના પછી પણ મુક્તપણે હરતા ફરતા હતા. દરમિયાન, ગુસ્સે ભરાયેલા ટોળાએ ભારે પથ્થરમારો કરીને અન્ય સમુદાયના ઘરોને નિશાન બનાવ્યા હતા.

આ અથડામણ બાદ ગામમાં કોમી વૈમનસ્ય ફેલાવું છે. એવો આરોપ છે કે ગુસ્સે ભરાયેલા ટોળાએ પહેલા આરોપીઓના ઘરો પર પથ્થરમારો કર્યો અને ત્યારબાદ અનેક ઘરોને આગ લગાડી દીધી. જો કે સમગ્ર વિસ્તારમાં ભારે માત્રામાં પોલીસ દળને તહેનાત કરવામાં આવ્યા છે, અને પરિસ્થિતિ વધુ વણસી ન જાય તે માટે તમામ બાબતો ઉપર બારિકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

ઉશ્કેરાયેલા ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દેવાનો પણ પ્રયાસ કર્યો. ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા અને બેકાબૂ ટોળાને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે, અને સુરક્ષા એજન્સીઓ, સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આ ઘટનાના સંદર્ભમાં ત્રણ આરોપીઓ અને 25 અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

PoJK માટે જમ્મુમાં ભાજપ ઉતર્યું મેદાને, પાકિસ્તાન વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર, ભારતમાં ભેળવી દેવા કરી માંગ

Follow Us
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
g clip-path="url(#clip0_868_265)">