માલ્યાની જપ્ત સંપતિ વેચીને બેન્ક વસૂલ કરશે દેવુ, PMLA કોર્ટે આપી પરવાનગી

માલ્યાની જપ્ત સંપતિ વેચીને બેન્ક વસૂલ કરશે દેવુ, PMLA કોર્ટે આપી પરવાનગી

પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA)ની સ્પેશિયલ કોર્ટે ભારતીય સ્ટેટ બેન્ક (SBI) અને ઘણી અન્ય બેન્કોને વિજય માલ્યાની જપ્ત સંપતિને વેચીને દેવું વસુલ કરવા માટેની પરવાનગી આપી છે. EDએ કહ્યું હતું કે તેમને આમાં કોઈ વાંધો નથી.

માલ્યાના વકીલોએ વાંધો ઉઠાવ્યો હતો કે આ માત્ર ડેટ રિકવરી ટ્રાઈબ્યુનલ જ નક્કી કરી શકે છે. સ્પેશિયલ PMLA કોર્ટે આ નિર્ણય પર 18 જાન્યુઆરી સુધી સ્ટે લગાવ્યો છે. જેથી માલ્યા આ આદેશની વિરૂદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી શકે. બેંકોના લગભગ 9 હજાર કરોડ રૂપિયાની લોન ના ચૂકવવા અને મની લોન્ડ્રિંગના મામલામાં બ્રિટેનમાં વિજય માલ્યા પર કેસ ચાલી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં વિજય માલ્યા મામલે લંડન કોર્ટે ફેંસલો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ જાન્યુઆરીમાં વિજય માલ્યા પર ફેંસલો સંભળાવી શકે છે. ત્યારે વિજય માલ્યા પર નાદાર જાહેર કરવાની અરજી પણ રદ થઈ શકે છે અથવા અરજી રદ કરવામાં આવી શકે છે અથવા જ્યાં સુધી ભારતીય સુપ્રીમ કોર્ટમાં માલ્યાના સેટેલમેન્ટ ઓફર પર સહમતિ નથી મળતી ત્યાં સુધી આ અરજી સ્થગિત પણ કરવામાં આવી શકે છે. આ મામલે UK કોર્ટ ભારતીય નિયમોની પ્રાસંગિકતા પર વિચાર કરી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતીય સ્ટેટ બેન્કના નેતૃત્વમાં ભારતીય સરકારી બેન્કોના એક સમૂહે બ્રિટેનના ઉચ્ચ ન્યાયાલયથી ભાગેડુ વિજય માલ્યાનું લગભગ 1.145 અરબ પાઉન્ડનું દેવું ન ચૂકાવવાના આરોપમાં દેવાળિયા જાહેર કરવાનો આદેશ કરવાની ફરીથી અપીલ કરી હતી.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથેના સંબંધો અંગે સોશિયલ મીડિયા પર કર્યો મોટો ખુલાસો

ત્યારે ઉચ્ચ ન્યાયાલયે પહેલા આપેલા નિર્ણયમાં દુનિયાભરમાં માલ્યાની સંપતિની લેણ-દેણ પર પ્રતિબંધ લગાવવાના આદેશને પલટાવવાથી ઈનકાર કરી દીધો હતો અને ભારતની એક કોર્ટના એ નિર્ણયને બરકરાર રાખ્યો હતો કે 13 ભારતીય બેન્કોના સમૂહ લગભગ 1.145 અરબ પાઉન્ડના દેવાની ભરપાઈ કરવા માટે અધિકૃત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારબાદ સંપત્તિ જપ્ત કરવાના હુકમ રૂપે બેંકોએ વળતરની કવાયત શરૂ કરી. આ હેઠળ દેવાની ભરપાઈ કરવા માટે બ્રિટનમાં માલ્યાની સંપત્તિને જપ્ત કરવાની અપીલ કરીને નાદારીની અરજી કરવામાં આવી હતી.

ક્યાં છે માલ્યા

ભારતની બેન્કો સાથે છેતરપિંડીના મામલામાં આરોપી વિજય માલ્યા તપાસ દરમિયાન જ માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો. વિજય માલ્યાને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર અને ભારતીય તપાસ એજન્સીઓ સતત પ્રયત્ન કરી રહી છે પણ અત્યાર સુધી સફળતા મળી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati