વધુ એક ચક્રવાત આવવાની સંભાવના, તામીલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા વધુ એક વાવાઝોડા માટેની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર સોમવારે હળવું દબાણ બન્યું હતું જે ડીપ ડીપ્રેશનમાં ફેરવવાની શક્યતા છે અને આગળ જઈને તે ચક્રવાતના રૂપમાં ફેરવાઈ શકે છે. આ કારણથી બે અને ત્રણ ડીસેમ્બર વચ્ચે દક્ષિણી તામીલનાડુ અને દક્ષિણી કેરળના વિસ્તારોમાં ભારે વરસાદ પદવાની આગાહી કરવામાં આવી છે. […]

વધુ એક ચક્રવાત આવવાની સંભાવના, તામીલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી
Follow Us:
| Updated on: Dec 01, 2020 | 7:53 AM

ભારતીય હવામાન વિભાગ દ્વારા વધુ એક વાવાઝોડા માટેની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર સોમવારે હળવું દબાણ બન્યું હતું જે ડીપ ડીપ્રેશનમાં ફેરવવાની શક્યતા છે અને આગળ જઈને તે ચક્રવાતના રૂપમાં ફેરવાઈ શકે છે. આ કારણથી બે અને ત્રણ ડીસેમ્બર વચ્ચે દક્ષિણી તામીલનાડુ અને દક્ષિણી કેરળના વિસ્તારોમાં ભારે વરસાદ પદવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ તોફાન બે ડીસેમ્બરની સાંજે અથવા રાત સુધીમાં શ્રીલંકાના કિનારાને પાર કરી શકે છે અને પછીની સવારે કોમોરીન ક્ષેત્ર-તામીલનાડુમાં કન્યાકુમારી પાસે તે ઉભરશે. હવામાન વિભાગે તેના તાજા બુલેટીનમાં કહ્યું છે કે આના પ્રભાવથી તામીલનાડુ, પોંડીચેરી,કરાઈકલ, કેરલ, માહે, લક્ષ્યદ્વીપ, આંધ્રપ્રદેશમાં એક થી ચાર ડીસેમ્બર વચ્ચે વરસાદ થવાનો આસાર છે.

આ તમામ ક્ષેત્રમાં વરસાદ સાથે હવા પણ ફુકાઇ શકે છે. દક્ષિણી તામીલનાડુ અને દક્ષિણી કેરળના અમુક સ્થાન પર મૂશળધાર વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પૂર્વની બંગાળની ખાડી પર આ દબાણ બનેલું છે અને જે પશ્ચિમ -ઉત્તર -પશ્ચિમની તરફ વધ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા 12 કલાકમાં ડીપ ડીપ્રેશનના ૨૪ કલાક પછી તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. બે ડીસેમ્બરથી કોમોરીન, મન્નારની ખાડી અને દક્ષિણ તામીલનાડુ કેરલમાં ભારે પવન ફુંકાશે સાથે જ સમુદ્ર પણ અશાંત રેહશે.

આને લઈને સમુદ્રમાં માછલી પકડવા જનારા માછીમારોને તેમની ગતિવિધિ બંધ રાખવા માટેની સલાહ આપવામાં આવી છે. અંદમાન સમુદ્રથી અડીને બંગાળની ખાડી છે. જણાવવું રહ્યું કે થોડાક દિવસો પેહલા જ તામીલનાડુ અને પોંડીચેરીમાં ચક્રવાત નિવાર પસાર થયું હતું અને જેને લઈને ભારે વરસાદ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">