બાહુબાલી પૂર્વ ધારાસભ્ય પર EDનો સકંજો, લખનૌમાં મુખ્તાર અન્સારી અને તેના નજીકના મિત્રોની પ્રોપર્ટીની તપાસ

મુખ્તાર અન્સારી અને તેમના નજીકના લોકોની મિલકતો પર અગાઉ પણ યોગી સરકારનું બુલડોઝર ચાલી ચૂક્યુ છે. યોગી સરકારે (Yogi Government) તેના પ્રથમ કાર્યકાળમાં મુખ્તાર અને તેના નજીકના લોકોની અબજોની સંપત્તિ જપ્ત કરી હતી.

બાહુબાલી પૂર્વ ધારાસભ્ય પર EDનો સકંજો, લખનૌમાં મુખ્તાર અન્સારી અને તેના નજીકના મિત્રોની પ્રોપર્ટીની તપાસ
Mukhtar Ansari (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 9:23 AM

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં (Banda Jail) બંઘ  બાહુબલી પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અન્સારી (Mukhtar Ansari) અને તેમના નજીકના લોકોની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે, કારણ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  (Enforcement Directorate)  મુખ્તાર અન્સારી અને તેના ભાઈ અફઝલ સહિત સમગ્ર પરિવાર, સંબંધીઓ અને નજીકના મિત્રો પર કાર્યવાહી શરૂ કરી છે. ED રાજધાની લખનૌમાં મુખ્તાર અને તેના નજીકના સહયોગીઓની મિલકતો શોધી રહી છે અને લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ મિલકતોને શોધવા માટે એક સમિતિની (Lucknow Development Authority)પણ રચના કરી છે. જેનું નેતૃત્વ એલડીએ સેક્રેટરી પવન ગંગવાર કરી રહ્યા છે.

મુખ્તાર અન્સારી અને તેમના નજીકના લોકોની મિલકતો પર અગાઉ પણ યોગી સરકારનું બુલડોઝર ચાલી ચૂક્યુ છે. યોગી સરકારે (Yogi Government) તેના પ્રથમ કાર્યકાળમાં મુખ્તાર અને તેના નજીકના લોકોની અબજોની સંપત્તિ જપ્ત કરી હતી. ત્યારે હવે EDએ પણ મુખ્તાર અને તેના નજીકના લોકોની સંપત્તિની તપાસ શરૂ કરી છે. લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ માટે એક ટીમ બનાવી છે. તેનું નેતૃત્વ ઓથોરિટી સેક્રેટરી પવન ગંગવાર કરશે અને ચાર વરિષ્ઠ અધિકારીઓની સમિતિ લખનૌમાં (Lucknow)  મુખ્તાર, તેના નજીકના લોકોની તપાસ કરશે. મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હાઉસિંગ ડેવલપમેન્ટમાં તેમની મિલકતો શોધી રહી છે. આ સાથે મુખ્તારના નામે શહેરમાં ગેરકાયદેસર રીતે ઈમારતો ઉભી કરનારા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો પણ એલડીએના રડાર પર છે.

EDએ LDAને પત્ર લખ્યો હતો

મુખ્તાર અન્સારી પર સકંજો કસવા માટે EDના ડેપ્યુટી ડાયરેક્ટર મનીષ યાદવે LDAના ઉપાધ્યક્ષને પત્ર લખીને મુખ્તાર અને તેના સંબંધીઓની મિલકતોની શોધખોળ કરી છે. આ પત્રમાં EDએ મિલકતોની વિગતો માંગી છે. આ સિવાય EDએ એવા લોકોની પણ માહિતી માંગી છે જેમના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલામાં એલડીએના ઉપાધ્યક્ષ અક્ષય ત્રિપાઠીએ એક આઈએએસ, બે પીસીએસ અધિકારીઓ સહિત ચાર અધિકારીઓની ટીમ કમિટી બનાવી છે. જે ઈડી દ્વારા દર્શાવેલ મિલકતોની તપાસ કરશે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસા બાદ પૂર્વ IPS કિરણ બેદીએ રમખાણો રોકવા માટે આપી 7 ટિપ્સ, જાણો શું છે ખાસ

આ પણ વાંચો : શીખ ગુરુ તેગ બહાદુરની આજે 400મી જન્મજયંતિ, PM મોદી લાલ કિલ્લા પરથી કરશે સંબોધન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">