ઉત્તરપ્રદેશમાં બનશે ભગવાન રામની 251 મીટર ઉંચી પ્રતિમા,અયોધ્યા બનાવશે વિશ્વ રેકોર્ડ

ઉત્તરપ્રદેશ સરકારે પહેલા જ અયોધ્યામાં ભગવાન શ્રી રામની 251 મીટર ઉંચી પ્રતિમા લગાડવાની કવાયત તેજ કરી નાખી છે. સૂત્રોનું માનીએ તો ટ્રસ્ટ બનવાની સાથે જ પ્રતિમા નિર્માણના કાર્યની પણ શરૂઆત થઈ જશે. નોઈડાના મૂર્તિકાર રામ સુતાર કે જેમણે ગુજરાતમાં સરદાર પટેલની 183 મીટર ઉંચી પ્રતિમા ડિઝાઈન કરી હતી તેમને જ ભગવાન રામની પ્રતિમાનાં નિર્માણનું કામ […]

ઉત્તરપ્રદેશમાં બનશે ભગવાન રામની 251 મીટર ઉંચી પ્રતિમા,અયોધ્યા બનાવશે વિશ્વ રેકોર્ડ
http://tv9gujarati.in/uttarpradesh-ma-…she-world-record/
Follow Us:
| Updated on: Jul 31, 2020 | 1:49 PM

ઉત્તરપ્રદેશ સરકારે પહેલા જ અયોધ્યામાં ભગવાન શ્રી રામની 251 મીટર ઉંચી પ્રતિમા લગાડવાની કવાયત તેજ કરી નાખી છે. સૂત્રોનું માનીએ તો ટ્રસ્ટ બનવાની સાથે જ પ્રતિમા નિર્માણના કાર્યની પણ શરૂઆત થઈ જશે. નોઈડાના મૂર્તિકાર રામ સુતાર કે જેમણે ગુજરાતમાં સરદાર પટેલની 183 મીટર ઉંચી પ્રતિમા ડિઝાઈન કરી હતી તેમને જ ભગવાન રામની પ્રતિમાનાં નિર્માણનું કામ સોંપવામાં આવ્યું છે.

મૂર્તિકાર રામ સુતાર અને તેમના દિકરા અનિલ સુતાર કે જે પદ્મ ભૂષણથી સન્માનિત થઈ ચુક્યા છે. રામ સુતાર ભગવાન રામની મૂર્તિનાં નિર્માણમાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે ભગવાન રામની પ્રતિમાની ડિઝાઈન પાસ થયા બાદ તેમણે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી છે જેમાં મુખ્યપ્રધાને કહ્યું છે કે આ મૂર્તિ પૂર્ણ રૂપે સ્વદેશી હોવી જોઈએ. જે પછી તેમણે આશ્વાસન આપ્યું છે કે આ મૂર્તિ સ્વદેશી જ હશે અને તે બનાવશે પણ ઉત્તરપ્રદેશમાં જ અને તે સૌથી મોટી પ્રતિમાનું રૂપ લઈ લેશે. નિર્માણ કાર્ય શરૂ થયા બાદ સાડા ત્રણ વર્ષ જેવું લાગશે, આશા એ પણ રાખવામાં આવી રહી છે કે અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણ કે ભૂમિ પૂજન પછી પ્રતિમા નિર્માણનું કામ પુરી રીતે શરૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે નોઈડાના સેક્ટર-19માં રહેવા વાળા રામ સુતારનો સેક્ટર-63માં સ્ટુડિયો છે અને તેમણે અત્યાર સુધીમાં 15000 કરતા વધારે મૂર્તિ બનાવી છે. તેમને પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ પણ મળી ચુક્યા છે. રામ સુતાર અને તેમની ટીમે ગુજરાતની સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાવ્યું છે.

હાલમાં ચીનમાં ગૌતમ બુદ્ધની મૂર્તિ દુનિયામાં સૌથી વધારે ઉંચી છે કે જે 208 મીટર ઉંચી છે, જો કે અયોધ્યામાં જે ભગવાન રામની મૂર્તિ બનવા જઈ રહી છે તે 251 મીટર ઉંચી હશે કે જેના નિર્માણ સાથે જ અયોધ્યા ચીન કરતા આગળ નિકળી જશે. આ મૂર્તિની વાત કરીએ તો 20 મીટરનો તેનો ઘેરાવ હશે કે જે 50 મીટરનાં પાયા પર ઉભી થશે. આધાર માટે એક ભવ્ય સંગ્રહાલય પણ હશે કે જ્યાં ભગવાન વિષ્ણુનાં બધા અવતારોને ટેકનોલોજીનાં માધ્યમથી બતાવવામાં આવશે. અહીંયા એક ડિજીટલ મ્યૂઝિયમ, ફૂડ પ્લાઝા, લેન્ડ સ્કેપીંગ, લાઈબ્રેરી, રામાયણ કાળની ગેલેરી પણ બનાવવામાં આવશે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

નોઈડાનાં રહેવા વાળા રામ સુતારનો જન્મ 19-02-1925માં મહારાષ્ટ્રનાં ધૂલિયા જીલ્લામાં થયો હતો. તેમણે નાની ઉંમરમાં જ મૂર્તિ બનાવવાની શરૂ કરી દીધી હતી. ખાસ કરીને કાંસા, પથ્થર, સંગેમરમરની મૂર્તિ બનાવવામાં તે માહેર છે. રામ સુતારે ગંગા સાગર બંધ પર ચંબલ દેવીની 45 ફૂટ ઉંચી પ્રતિમાને પણ આકાર આપ્યો. મહાત્મા ગાંધીજી પ્રતિમાને લઈને પણ તે ખાસ ચર્ચામાં છે કેમ કે તે પ્રતિમાને રશિયા, બ્રિટેન, મલેશિયા, ફ્રાંસ, ઈટલી સહિત અનેક દેશોને તે ગાંધી શતાબ્દી સમારોહના ભાગરૂપે તેમને ભેટ આપવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">