UP Election: યુપીમાં કોંગ્રેસ કેમ હારી? પ્રશ્નનો જવાબ જાણવા પ્રિયંકા ગાંધીએ વરિષ્ઠ નેતાઓ સાથે સમીક્ષા બેઠક યોજી

|

Mar 15, 2022 | 7:16 PM

કોંગ્રેસની આ બેઠક રાજકીય રીતે મહત્વના રાજ્યની ખામીઓને સમજવા અને ભવિષ્યની યોજના ઘડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટી ઉત્તર પ્રદેશ માટે તેની ભાવિ યોજના અને રોડમેપ તૈયાર કરશે.

UP Election: યુપીમાં કોંગ્રેસ કેમ હારી? પ્રશ્નનો જવાબ જાણવા પ્રિયંકા ગાંધીએ વરિષ્ઠ નેતાઓ સાથે સમીક્ષા બેઠક યોજી
Priyanka Gandhi - Congress Meeting

Follow us on

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના (UP Assembly Election) 10 માર્ચે આવેલા પરિણામોમાં કોંગ્રેસ (Congress) પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ રાજ્ય જીતી શકી ન હતી, તેની સાથે પંજાબની સત્તા પણ તેના હાથમાંથી ગઈ હતી. યુપીમાં હારની સમીક્ષા કરવા મંગળવારે કોંગ્રેસ મહાસચિવ અને યુપી કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધીના (Priyanka Gandhi) નેતૃત્વમાં પાર્ટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. પૂર્વ સાંસદ પ્રમોદ તિવારી, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ, આરાધના મિશ્રા સહિતના વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.

કોંગ્રેસની આ બેઠક રાજકીય રીતે મહત્વના રાજ્યની ખામીઓને સમજવા અને ભવિષ્યની યોજના ઘડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટી ઉત્તર પ્રદેશ માટે તેની ભાવિ યોજના અને રોડમેપ તૈયાર કરશે. યુપીની ચૂંટણીમાં તેઓ કોઈપણ ગઠબંધન વિના તમામ સીટો પર એકલા હાથે લડ્યા હતા. આટલા વર્ષો બાદ આ પહેલીવાર છે જ્યારે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડી છે.

માત્ર બે બેઠકો જીતી

આ ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, કારણ કે તેને 403માંથી માત્ર બે બેઠકો મળી હતી. જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં સાત બેઠકો જીતી હતી. 2012 વિધાનસભા ચૂંટણીમાં, 28 બેઠકો જીતી હતી. આ હિસાબે કોંગ્રેસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. 10 માર્ચે આવેલા પરિણામોમાં, કોંગ્રેસ જે બે બેઠકો પર ચૂંટણી જીતી છે તે પ્રતાપગઢની રામપુર ખાસ અને મહારાજગંજની ફરેંદા વિધાનસભા બેઠક છે. રામપુર ખાસથી આરાધના મિશ્રા મોના અને ફરેંદા સીટથી વીરેન્દ્ર ચૌધરી જીત્યા છે.

2017માં જીતેલી સાતમાંથી છ સીટ પર હાર્યા

2017 માં જીતેલી સાત બેઠકોમાંથી, રામપુર ખાસ એકમાત્ર એવી બેઠક છે જે કોંગ્રેસ આ વખતે ફરીથી કબજે કરવામાં સફળ રહી છે. 2017માં કોંગ્રેસે તમકુહી રાજ સીટ જીતી હતી, જ્યાંથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ જીત્યા હતા, પરંતુ આ વખતે તેઓ પોતાની સીટ પણ બચાવી શક્યા ન હતા. આ સિવાય 2017માં કાનપુર કેન્ટ, રાયબરેલી, હરચંદપુર, સહારનપુર અને બેહટ વિધાનસભામાં પણ કોંગ્રેસે જીત મેળવી હતી, પરંતુ તમામ સીટો તેના હાથમાંથી નીકળી ગઈ છે.

આ પણ વાંચો : Hijab Row: કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતા હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

આ પણ વાંચો : કોરોનાને હળવાશથી ન લો, ચીન-સિંગાપોરમાં વધી રહ્યા છે કેસ, કાલથી ભારતમાં 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે – NTAGI

Next Article