Hijab Row: કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતા હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
અરજી દાખલ કરનાર અરજદારે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે હિજાબ ઇસ્લામમાં જરૂરી ધાર્મિક પ્રથા નથી. આ અરજી એક વિદ્યાર્થી નિબા નાઝ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
હિજાબ વિવાદના મામલામાં કર્ણાટક હાઈકોર્ટથી (Karnataka High Court) નિરાશ થયા બાદ હવે અરજદારોએ સુપ્રીમ કોર્ટનો (Supreme Court) સંપર્ક કર્યો છે. હિજાબ પ્રતિબંધને લઈને ચાલી રહેલા વિવાદને (Hijab Controversy) લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજી દાખલ કરનાર અરજદારે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે હિજાબ ઇસ્લામમાં જરૂરી ધાર્મિક પ્રથા નથી. આ અરજી એક વિદ્યાર્થી નિબા નાઝ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે પોતાના ચુકાદામાં કહ્યું કે હિજાબ પહેરવું એ ઈસ્લામમાં આવશ્યક ધાર્મિક પ્રથાનો ભાગ નથી. એમ કહીને હાઈકોર્ટે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને ક્લાસમાં હિજાબ પહેરવાની છૂટ આપતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધને પણ માન્ય રાખ્યો હતો. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે શાળાના ગણવેશનો નિયમ વાજબી પ્રતિબંધ છે અને બંધારણીય રીતે માન્ય છે, જેના પર વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રશ્ન ઉઠાવી શકાય નહીં.
ક્લાસ હિજાબ સાથે એન્ટ્રી મળી નથી
1 જાન્યુઆરીએ, ઉડુપીની એક કોલેજની છ વિદ્યાર્થીનીઓએ કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને હિજાબ પહેરીને ક્લાસરૂમમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવા બદલ કોલેજ પ્રશાસન સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જસ્ટિસ જેએમ ખાજીની ખંડપીઠે મંગળવારે આદેશનો એક ભાગ વાંચીને કહ્યું હતું કે, “અમારું માનવું છે કે મુસ્લિમ મહિલાઓ દ્વારા હિજાબ પહેરવું ઇસ્લામ ધર્મમાં એ આવશ્યક ધાર્મિક પ્રથાનો ભાગ નથી.”
સરકારી આદેશને અમાન્ય જાહેર કરવો ખોટું છે
ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે સરકારને 5 ફેબ્રુઆરી, 2022ના સરકારી આદેશ જાહેર કરવાનો અધિકાર છે અને તેને અમાન્ય રાખવાનો કોઈ કેસ નથી. આ આદેશમાં, રાજ્ય સરકારે તે કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે, જે શાળા અને કોલેજોમાં સમાનતા, અખંડિતતા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે. મુસ્લિમ યુવતીઓએ આ આદેશને કર્ણાટક હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
આ પણ વાંચો : કોરોનાને હળવાશથી ન લો, ચીન-સિંગાપોરમાં વધી રહ્યા છે કેસ, કાલથી ભારતમાં 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે – NTAGI
આ પણ વાંચો : Hijab Controversy: હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર ઓવૈસીએ વ્યક્ત કરી નારાજગી, કહ્યું- સુપ્રીમ કોર્ટમાં જઈશું