PM મોદીએ IIT કાનપુરના વિદ્યાર્થીઓને કહ્યું- આગામી 25 વર્ષમાં ભારતની વિકાસ યાત્રાની લગામ તમારે લેવી પડશે

આ સાથે પીએમ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના સંપૂર્ણ સેક્શનનું (Kanpur Metro Rail Project) અને બીના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.

PM મોદીએ IIT કાનપુરના વિદ્યાર્થીઓને કહ્યું- આગામી 25 વર્ષમાં ભારતની વિકાસ યાત્રાની લગામ તમારે લેવી પડશે
PM Narendra Modi At Kanpur
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 5:03 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુર શહેરના પ્રવાસે છે. આ અંતર્ગત, પીએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, કાનપુર (IIT-Kanpur)ના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર છે. આ સાથે પીએમ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના સંપૂર્ણ સેક્શનનું (Kanpur Metro Rail Project) અને બીના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, શહેરી ગતિશીલતામાં સુધારો એ PM મોદીના મુખ્ય ફોકસ ક્ષેત્રોમાંનો એક છે.

વિદ્યાર્થીઓને સંબોધતા પીએમએ કહ્યું કે 1930ના યુગમાં જેઓ 20-25 વર્ષના હતા, તેમની 1947 સુધીની સફર અને 1947માં આઝાદીની સિદ્ધિ તેમના જીવનનો સુવર્ણ તબક્કો હતો. આજે એક રીતે, તમે પણ એ જ સુવર્ણ યુગમાં પ્રવેશ કરી રહ્યા છો. જેમ આ રાષ્ટ્રના જીવનનું અમૃત છે, તે જ રીતે તે તમારા જીવનનું અમૃત છે.

પીએમએ કહ્યું કે આ યુગ, આ 21મી સદી સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત છે. આ દાયકામાં પણ ટેક્નોલોજી વિવિધ ક્ષેત્રોમાં પોતાનું વર્ચસ્વ વધારશે. ટેક્નોલોજી વિનાનું જીવન હવે એક રીતે અધૂરું હશે. આ જીવન અને ટેકનોલોજીની સ્પર્ધાનો યુગ છે અને મને ખાતરી છે કે તમે આમાં ચોક્કસપણે આગળ આવશો. પહેલા વિચારથી કામ ચલાવવાનું હતું, તો આજે વિચારીને કંઈક કરવું, કામ કરવું અને પરિણામ લાવવાનું છે. અગાઉ સમસ્યાઓથી છુટકારો મેળવવાનો પ્રયાસ થતો હતો તો આજે પ્રશ્નોના નિરાકરણ માટે સંકલ્પો લેવામાં આવે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દેશની આઝાદીને 25 વર્ષ પૂરા થયા, ત્યાં સુધીમાં આપણે આપણા પગ પર ઊભા રહેવા માટે ઘણું બધું કરી લેવું જોઈતું હતું. ત્યારથી ઘણું મોડું થઈ ગયું છે, દેશે ઘણો સમય ગુમાવ્યો છે. વચ્ચે બે પેઢીઓ વીતી ગઈ એટલે આપણે બે પળ પણ ગુમાવવી નથી. વડાપ્રધાને કહ્યું કે આવનારા 25 વર્ષોમાં તમારે ભારતની વિકાસ યાત્રાની બાગડોર સંભાળવી પડશે. જ્યારે તમે તમારા જીવનના 50 વર્ષ પૂરા કરશો, ત્યારે તમારે તે સમયે ભારત કેવું હશે તે માટે તમારે અત્યારથી જ કામ કરવું પડશે.

IIT કાનપુરના 54માં દીક્ષાંત સમારોહમાં સીએમ યોગીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે આ દેશે 2020માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી છે. IIT કાનપુરે રાજ્ય સરકાર સાથે પરસ્પર સહયોગના ઘણા ઉદાહરણો રજૂ કર્યા છે.

આ પણ વાંચો : UP Assembly Elections: ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા નારાજ બ્રાહ્મણ મતદારોને રીઝવવામાં ભાજપ કેટલી સફળ થશે? વાંચો આ ગણિત

આ પણ વાંચો : Corona Update: ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ 653, મહારાષ્ટ્ર-દિલ્હી ટોચ પર, આ 5 રાજ્યોમાં ઓમિક્રોન સૌથી વધારે કેસ

g clip-path="url(#clip0_868_265)">