AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો આરોપ, સરકાર ખેડૂતોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે, MSP પર ગેરંટી કાયદાની માગ પર અડગ

ખેડૂત સંગઠનોએ રવિવારે કહ્યું હતું કે, જ્યાં સુધી તેમની સાથે એમએસપીની બાંયધરી આપતો કાયદો અને કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાની ધરપકડ સહિત અન્ય છ માંગણીઓ પર તેમની સાથે વાતચીત નહીં થાય ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો આરોપ, સરકાર ખેડૂતોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે, MSP પર ગેરંટી કાયદાની માગ પર અડગ
Rakesh Tikait
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 5:57 PM
Share

ભારતીય કિસાન યુનિયનના (BKU) નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) સરકાર પર ખેડૂતોને વિભાજિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તેણે ખેડૂતો સાથે તેમના પ્રશ્નોના ઉકેલ માટે વાત કરવી જોઈએ. ટિકૈતે કહ્યું કે ખેડૂતોને મોદી સરકારને સમજાવવામાં એક વર્ષ લાગી ગયું કે તેના ત્રણ કૃષિ કાયદા નુકસાનકારક છે. સાથે જ એ વાતનો અફસોસ છે કે આ કાયદાઓ પાછા ખેંચવા છતાં પણ આ સરકારે ખેડૂતોને વિભાજિત કરવાનો પ્રયાસ કર્યો.

ખેડૂત નેતાએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની બાંયધરી આપતો કાયદો બનાવવાની માગનો સ્પષ્ટ જવાબ આપવો જોઈએ, જેને તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સમર્થન કર્યું હતું.

સમજાવવામાં અમને એક વર્ષ લાગ્યું કિસાન મહાપંચાયતને સંબોધતા ટિકૈતે કહ્યું કે, તેમને સમજાવવામાં અમને એક વર્ષ લાગ્યું, અમે અમારી ભાષામાં વાત કરી, પરંતુ દિલ્હીમાં રૂમમાં બેસનારાઓની ભાષા અલગ હતી. જે લોકો અમારી સાથે વાત કરવા આવ્યા તેમને એ સમજવામાં 12 મહિના લાગ્યા કે આ કાયદા ખેડૂતો, ગરીબો અને દુકાનદારોને નુકસાન પહોંચાડવાના છે. પછી તેણે કાયદાઓ પાછા ખેંચી લીધા.

તેઓએ કાયદો પાછો ખેંચીને યોગ્ય કર્યું, પરંતુ ખેડૂતોને એમ કહીને વિભાજિત કરવાનો પ્રયાસ કર્યો કે તેઓ કાયદા વિશે કેટલાક લોકોને સમજાવવામાં નિષ્ફળ ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત માફી માંગવાથી નહીં પરંતુ નીતિ બનાવીને મળશે.

પીએમ મોદીને પૂછવામાં આવ્યો સવાલ ટિકૈતે કહ્યું કે વડાપ્રધાને દેશ સમક્ષ સ્પષ્ટ જવાબ આપવો પડશે કે તેઓ જે સમિતિનો ભાગ હતા તેના સૂચનને તેઓ સ્વીકારશે કે કેમ. ટિકૈતે ખેડૂતોને કહ્યું, તેઓ તમને બધાને હિંદુ-મુસ્લિમ, હિંદુ-શીખમાં ફસાવી દેશે અને દેશને વેચતા રહેશે. માત્ર ત્રણ કૃષિ કાયદા જ અમારો મુદ્દો નથી, પરંતુ 17 વધુ કાયદા છે, જે સંસદમાં લાવવામાં આવશે, તે પણ અમારા મુદ્દા છે.

ખેડૂત સંગઠનોએ રવિવારે કહ્યું હતું કે, જ્યાં સુધી તેમની સાથે એમએસપીની બાંયધરી આપતો કાયદો અને કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાની ધરપકડ સહિત અન્ય છ માંગણીઓ પર તેમની સાથે વાતચીત નહીં થાય ત્યાં સુધી તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે. ટિકૈતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શેરડીના પાકની ચુકવણી ખેડૂતોને કરવાની બાકી છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં કોઈ ખરીદી MSP પર કરવામાં આવતી નથી.

આ પણ વાંચો : પંજાબમાં કેજરીવાલે કહ્યું- કોંગ્રેસના 25 ધારાસભ્યો અને ત્રણ સાંસદ AAPમાં જોડાવા તૈયાર, પરંતુ અમારે તેમનો કચરો નથી જોઈતો

આ પણ વાંચો : કૃષિ કાયદા પરત લેવા મુદ્દે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક, ક્રિપ્ટોકરન્સી પર થઈ શકે છે મોટી જાહેરાત

CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
g clip-path="url(#clip0_868_265)">