UP Assembly Election 2022: કોંગ્રેસની મોટી જાહેરાત, પાર્ટી યુપીમાં 40% ટિકિટ મહિલાઓને આપશે

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે આગામી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પાર્ટી 40% ટિકિટ મહિલાઓને આપશે. તેમણે કહ્યું કે આ નિર્ણય તે તમામ મહિલાઓ માટે છે જે ઉત્તર પ્રદેશમાં પરિવર્તન ઇચ્છે છે.

UP Assembly Election 2022: કોંગ્રેસની મોટી જાહેરાત, પાર્ટી યુપીમાં 40% ટિકિટ મહિલાઓને આપશે
Priyanka Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 4:57 PM

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ (Congress) પાર્ટીએ આજે ચૂંટણી અંગે મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે તે રાજ્યમાં 40% ટિકિટ મહિલાઓને આપશે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) 2022 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને આજે મોટી જાહેરાત કરી છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે આગામી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પાર્ટી 40% ટિકિટ મહિલાઓને આપશે. તેમણે કહ્યું કે આ નિર્ણય તે તમામ મહિલાઓ માટે છે જે ઉત્તર પ્રદેશમાં પરિવર્તન ઇચ્છે છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો યુપીની રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વધશે તો તે રાષ્ટ્રીય સ્તરે પણ વધશે. હું હાલ યુપીનો હવાલો સંભાળી રહી છું. મહિલાઓ એક થઈને શક્તિશાળી બની રહી નથી. તેમને જાતિના આધારે વહેંચવામાં આવી રહી છે. વિચાર એ છે કે સ્ત્રીઓએ જાતિ અને રાજ્યથી ઉપર ઉઠીને સાથે લડવું પડશે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

કોંગ્રેસનું નવું સૂત્ર लड़की हूं…. लड़ सकती हूं

યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે નવું સૂત્ર પણ આપ્યું હતું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાર્ટીએ મહિલાઓની ભાગીદારી અંગે लड़की हूं…. लड़ सकती हूं નું નવું સૂત્ર આપ્યુ છે.

પ્રિયંકાની જાહેરાત બાદ મહિલા કાર્યકરોના ઉત્સાહમાં વધારો થયો કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાની જાહેરાત બાદ રાજ્યમાં પાર્ટીની મહિલા કાર્યકરોમાં ઉત્સાહ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની જાહેરાત બાદ રાજ્યની હજારો કોંગ્રેસ મહિલા કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી.

કોંગ્રેસ આ રણનીતિ પર કામ કરી રહી છે પાર્ટી સંગઠન મહિલા ઉમેદવારોને શોધવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે. મોટા પ્રમાણમાં આ કવાયત પૂર્ણ થઈ ગઈ છે. વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા અનામત માટેનું બિલ હજુ સુધી કાયદો બની શક્યું નથી. કોંગ્રેસ પાર્ટી સંસદમાં આ મુદ્દો ઉઠાવી રહી છે.

હવે યુપી વિધાનસભામાં 40 ટકા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારીને કોંગ્રેસ પાર્ટી બિલ પસાર કરવા માટે સંસદ પર દબાણ લાવવાની વ્યૂહરચના પર કામ કરી રહી છે. ભાજપ મહિલા અનામત બિલને પણ ટેકો આપી રહી છે, પરંતુ બંને મોટા પક્ષોનું સમર્થન હોવા છતાં તેને હજુ સુધી કાયદો બનાવવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : Lakhimpur Violence : સુપ્રીમ કોર્ટમાં 3 ઓક્ટોબરના રોજ લખીમપુર હિંસા કેસની સુનાવણી થશે, 4 ખેડૂતો સહિત 8 લોકોના થયા હતા મોત

આ પણ વાંચો : Jammu-Kashmir: ભારતીય સેનાએ રાજૌરીના જંગલમાં લશ્કરના છ આતંકીઓને ઠાર માર્યા, ઘૂસણખોરીના પ્રયાસ કર્યા નિષ્ફળ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">