UP Assembly Election : યુપીને યોગી સરકારની નહીં, યોગ્ય સરકારની જરૂર: અખિલેશ યાદવ

|

Nov 13, 2021 | 10:16 PM

અખિલેશ યાદવનો વિજય રથ આજે સીએમ યોગીના ગઢ એવા ગોરખપુર પહોંચ્યા હતા. આ દરમિયાન અખિલેશ યાદવે ભાજપ સરકાર અને સીએમ યોગી પર આકરા પ્રહારો કર્યા હતા.

UP Assembly Election : યુપીને યોગી સરકારની નહીં, યોગ્ય સરકારની જરૂર: અખિલેશ યાદવ
Akhilesh Yadav - Yogi Adityanath

Follow us on

યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) નજીક આવતા જ સપા પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) પ્રચાર શરૂ કરી દીધો છે. તેઓ વિજય રથ દ્વારા યુપીના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અખિલેશ યાદવનો વિજય રથ આજે સીએમ યોગીના ગઢ એવા ગોરખપુર પહોંચ્યા હતા. આ દરમિયાન અખિલેશ યાદવે ભાજપ સરકાર અને સીએમ યોગી પર આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે યુપીમાં યોગી સરકારની નહીં પણ યોગ્ય સરકારની જરૂર છે. અખિલેશ યાદવે કહ્યું કે યુપીમાં એક એવો સીએમ હોવો જોઈએ જે લેપટોપ ઓપરેટ કરવાનું જાણતો હોય. ઇન્ટરનેટ કેવી રીતે ચલાવવું તે જાણતો હોય.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સીએમ યોગી પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું કે યુપીના મુખ્યમંત્રી સીએમ યોગી લેપટોપ પણ ચલાવી શકતા નથી. અખિલેશે કટાક્ષ કરતા કહ્યું કે, તેમણે એવું પણ સાંભળ્યું છે કે સીએમ યોગીને ફોન કેવી રીતે ચલાવવો તે પણ આવડતું નથી. ગોરખપુરની જનસભા દરમિયાન અખિલેશ યાદવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ વિનાશની રાજનીતિ કરે છે વિકાસની નહીં. સપા અધ્યક્ષે ભાજપ પર જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો.

ભાજપ આઝમગઢને બદનામ કરે છે
અખિલેશ યાદવે ભાજપ પર આઝમગઢને બદનામ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ભાજપે જે રીતે આઝમગઢમાં એક વેપારીની હત્યા કરી તેનાથી પબરે જિલ્લાનું નામ બદનામ થયું છે. તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી જીતવા માટે સપા પૂર્વાંચલ પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. આ જ કારણ છે કે અખિલેશ યાદવ આજે ગોરખપુર પહોંચ્યા. આ દરમિયાન સપાના કાર્યકરો અને પદાધિકારીઓએ ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ભાજપ ગરીબોના ખિસ્સા કાપી અમીરોના ખિસ્સા ભરે છે
ગોરખપુરના લોકોને સંબોધતા અખિલેશ યાદવે ભાજપ પર ગરીબોના ખિસ્સા કાપીને અમીરોની તિજોરી ભરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે જે લોકો મોંઘવારી ઘટાડવાની વાત કરે છે તેઓએ મોંઘવારી વધારી છે. ભાજપે ન તો ગોરખપુરનો વિકાસ કર્યો અને ન તો યુવાનોને નોકરી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તેઓ રાજ્યના વિકાસ માટે ગોરખપુરના લોકોને અપીલ કરવા આવ્યા છે.

 

આ પણ વાંચો : Manipur : રાહુલ ગાંધીએ કહ્યું મોદી સરકાર દેશની રક્ષા કરવામાં અસમર્થ, પ્રિયંકાએ કહ્યું- આતંકવાદી હુમલા સામે દેશ એકજૂટ

આ પણ વાંચો : ટુંકા અંતરની ફ્લાઈટમાં મુસાફરો માટે ફરી શરૂ થશે જમવાની સુવિધા, સ્વાસ્થ્ય મંત્રાલયથી મળી શકે છે લીલી ઝંડી

Next Article