AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુરુષના શરીરમાં ‘ગર્ભાશય’ ? લગ્નના 2 વર્ષ પછી સામે આવ્યું ‘મોટું રહસ્ય’, કારણ જાણી ચોંકી જશો

હાલમાં સામે આવેલા એક ચોંકાવનારા કિસ્સામાં 26 વર્ષના પુરુષના શરીરમાં ગર્ભાશય (Uterus) અને ફેલોપિયન ટ્યુબ મળી આવ્યા છે. લગ્નના બે વર્ષ પછી બાળક ન થતાં જ્યારે યુવકે મેડિકલ તપાસ કરાવી, ત્યારે આ અનોખી બાબત પ્રકાશમાં આવી હતી. બહારથી સામાન્ય પુરુષ જેવા દેખાતા વ્યક્તિના શરીરમાં સ્ત્રીઓના અંગો હોવાની આ ઘટના મેડિકલ સાયન્સમાં ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.

પુરુષના શરીરમાં 'ગર્ભાશય' ? લગ્નના 2 વર્ષ પછી સામે આવ્યું 'મોટું રહસ્ય', કારણ જાણી ચોંકી જશો
Image Credit source: AI Generated
| Updated on: Sep 30, 2026 | 12:49 PM
Share

દિલ્હીમાં 26 વર્ષના એક વ્યક્તિએ લગ્નના 2 વર્ષ પછી પણ બાળક ન થવા પર ડૉક્ટરની સલાહ લીધી. મેડિકલ તપાસ દરમિયાન ડૉક્ટરોને ખબર પડી કે, તેના શરીરમાં ગર્ભાશય (Uterus) અને ફેલોપિયન ટ્યુબ (Fallopian Tube) હાજર છે. આ અંદરના પ્રજનન અંગો સામાન્ય રીતે મહિલાઓના પ્રજનન તંત્ર સાથે જોડાયેલા હોય છે. ત્યારબાદ ખબર પડી કે, પર્સિસ્ટન્ટ મુલેરિયન ડક્ટ સિન્ડ્રોમ (Persistent Müllerian Duct Syndrome) નામની દુર્લભ સ્થિતિ વિશે ખબર પડી.

કોઈ વ્યક્તિ બહારથી પૂરી રીતે પુરુષ જેવો દેખાઈ શકે છે પરંતુ શરીરની અંદર મહિલાઓ સાથે જોડાયેલા કેટલાક પ્રજનન અંગો હાજર હોઈ શકે છે. આવું તે હોર્મોનની સમસ્યાના કારણે થાય છે, જે તેમના સામાન્ય વિકાસ માટે જવાબદાર હોય છે.

પર્સિસ્ટન્ટ મુલેરિયન ડક્ટ સિન્ડ્રોમ શું છે?

ભ્રૂણના વિકાસના શરૂઆતના અઠવાડિયામાં ભ્રૂણમાં પ્રજનન નલિકાઓના બે સેટ હોય છે, જે પુરુષ અને મહિલા પ્રજનન અંગોના વિકાસમાં યોગદાન આપી શકે છે.

પુરુષોના સામાન્ય વિકાસમાં વિકસિત થઈ રહેલા શુક્રપિંડ (Testes) એન્ટી-મુલેરિયન હોર્મોન (AMH) બનાવે છે. આ હોર્મોન મુલેરિયન નલિકાઓને ખતમ કરવાનું અથવા તો સંકોચવાનું કામ કરે છે. આ નલિકાઓ ગર્ભાશય અને ફેલોપિયન ટ્યુબ જેવા અંગોમાં વિકસિત થઈ શકે છે.

પર્સિસ્ટન્ટ મુલેરિયન ડક્ટ સિન્ડ્રોમમાં આ પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકતી નથી. આમાં કાં તો શરીર પૂરતું AMH બનાવતું નથી અથવા તો કોશિકાઓ હોર્મોન પર પ્રતિક્રિયા આપતી નથી.

આ જ કારણ છે કે, મુલેરિયન અંગો શરીરની અંદર જ રહી શકે છે; ભલે વ્યક્તિની બહારની શારીરિક બનાવટ પુરુષ જેવી જ હોય. આ સ્થિતિ સામાન્ય રીતે AMH અથવા AMHR2 જિનમાં મ્યુટેશન (ગુણસૂત્રીય ફેરફાર) સાથે જોડાયેલી હોય છે.

પુરુષના શરીરમાં ગર્ભાશય કેમ હોઈ શકે?

પુરુષ જેવી બહારની શારીરિક બનાવટવાળા વ્યક્તિમાં ગર્ભાશયની હાજરીને જન્મ પહેલાં થતા પ્રજનન વિકાસની રીતથી સમજી શકાય છે. પુરુષ ભ્રૂણમાં AMH મુલેરિયન નલિકાઓને આગળ વિકસિત થતી અટકાવે છે.

હવે જ્યારે આ થતું નથી અથવા તો તેનો બાયોલોજીકલ સિગ્નલ યોગ્ય રીતે કામ કરતો નથી, ત્યારે આ નલિકાઓ સક્રિય રહી શકે છે અને એક વિકસિત ગર્ભાશય તથા ફેલોપિયન ટ્યુબ બનાવી શકે છે. આ અંગો હોવાનો મતલબ એ નથી થતો કે, વ્યક્તિમાં અંડાશય (Ovary) છે અથવા તે ગર્ભવતી થઈ શકે છે.

એના લક્ષણો શું છે?

પર્સિસ્ટન્ટ મુલેરિયન ડક્ટ સિન્ડ્રોમવાળા લોકોનું રૂપ-રંગ પૂરી રીતે સામાન્ય પુરુષો જેવું જ હોઈ શકે છે. તેમના ચહેરાના વાળ (દાઢી-મૂંછ), અવાજ અને પુરુષોવાળા બીજા બહારના લક્ષણો સામાન્ય રીતે વિકસિત થઈ શકે છે.

આ સ્થિતિમાં અવારનવાર કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી અને વર્ષો સુધી ખબર પડ્યા વગર રહી શકે છે. એની ખબર ક્યારેક ત્યારે પડે છે, જ્યારે કોઈ વ્યક્તિ પુરુષોમાં અણફળદ્રુપતા (Infertility)ની તપાસ કરાવે છે અથવા તો જ્યારે ડૉક્ટર અંડકોષ નીચે ન ઉતરવાની (Undescended Testicle) તપાસ કરે છે. આ લોકોમાં સામાન્ય રીતે ઓવારી (Ovary) હોતી નથી. આ જ કારણે તેમને પીરિયડ્સ આવતા નથી અને તેઓ બાળકોને જન્મ આપી શકતા નથી.

કેમ આપવામાં આવે છે સર્જરીની સલાહ?

ડૉક્ટર વ્યક્તિની મેડિકલ સ્થિતિના આધારે શરીરમાં રહેલ મુલેરિયન સંરચનાઓને હટાવવાની અને નીચે ન ઉતરેલા અંડકોષની સારવાર કરવાની સલાહ આપી શકે છે.

એક મોટી ચિંતા નીચે ન ઉતરેલા અંડકોષ સાથે જોડાયેલું જોખમ છે. આવું એટલા માટે કારણ કે, એનાથી જટિલતાઓનું જોખમ વધી શકે છે. આમાં ટેસ્ટિક્યુલર કેન્સર (Testicular Cancer) પણ જોડાયેલ છે.

શું કોઈ વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે?

તમને જણાવી દઈએ કે, દુનિયાભરના મેડિકલ ઈતિહાસમાં અત્યાર સુધી આ પ્રકારના 300થી પણ ઓછા કેસ નોંધાયા છે. આ બાબત એને વિજ્ઞાનની દુનિયામાં એક ખૂબ જ દુર્લભ ઘટના બનાવે છે. પર્સિસ્ટન્ટ મુલેરિયન ડક્ટ સિન્ડ્રોમ હોવાનો એ મતલબ નથી કે, વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકતો નથી. સારવાર વ્યક્તિની શારીરિક બનાવટ, હોર્મોનનું સ્તર, ફર્ટિલિટીની સ્થિતિ અને બીજા મેડિકલ પરિબળો પર નિર્ભર કરે છે.

સર્જરીની જ્યાં જરૂર હોય છે, ત્યાં અંદરની સંરચનાઓને હટાવવા માટે ઓછી ચીરફાડવાળી લેપ્રોસ્કોપિક (Laparoscopic) પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય છે. ટેસ્ટોસ્ટેરોનનું યોગ્ય સ્તર જાળવી રાખવા માટે જરૂર પડવા પર ડૉક્ટરની દેખરેખ હેઠળ હોર્મોન ટ્રીટમેન્ટ પર પણ વિચાર કરી શકાય છે.

મહિલાઓને જ નહીં… પુરુષોને પણ થાય છે ‘બ્રેસ્ટ કેન્સર’, આ લક્ષણોને ભૂલથી પણ ન કરો ‘નજરઅંદાજ’

Follow Us
સુરતમાં નકલી સાબુના ગોડાઉનનો પર્દાફાશ, 2 હજાર બોક્સ જપ્ત
સુરતમાં નકલી સાબુના ગોડાઉનનો પર્દાફાશ, 2 હજાર બોક્સ જપ્ત
જેલમાંથી ફોન મળતા, 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા
જેલમાંથી ફોન મળતા, 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા
ગેનીબેનનો પોલીસને પડકાર! ‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’
ગેનીબેનનો પોલીસને પડકાર! ‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">