અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને રાજનાથ સિંહને કર્યો ફોન, CDS બિપિન રાવત સાથેની તેમની મુલાકાત કરી યાદ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું, 'રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિનના ટેલિફોન કૉલની ઊંડી પ્રશંસા કરીએ છીએ.

અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને રાજનાથ સિંહને કર્યો ફોન, CDS બિપિન રાવત સાથેની તેમની મુલાકાત કરી યાદ
US Defence Minister Phone Call to Rajnath Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 10:34 PM

US Defence Minister Phone Call to Rajnath Singh: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે ફોન પર યુએસ સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન (US Defense Minister Lloyd Austin) સાથે વાત કરી હતી. આ દરમિયાન ઓસ્ટીને તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામેલા સીડીએસ જનરલ બિપિન રાવત સહિત તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું, ‘રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિનના ટેલિફોન કૉલની ઊંડી પ્રશંસા કરીએ છીએ, જેમણે CDS જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat),તેમની પત્ની અને 11 સશસ્ત્ર દળોના જવાનોના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.’

પોતાના ટ્વીટમાં રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું છે કે “ઓસ્ટીને જનરલ રાવતની અમેરિકાની તાજેતરની મુલાકાત દરમિયાન જનરલ રાવત સાથેની તેમની મુલાકાતને યાદ કરી.”. ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat Death), તેમની પત્ની અને લશ્કરી અધિકારીઓ સહિત કુલ 14 લોકો હેલિકોપ્ટરમાં હતા. હેલિકોપ્ટર દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હતા અને માત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ (Varun Singh)બચી ગયા હતા. જેમની હાલ સારવાર ચાલી રહી છે.

ઓસ્ટીને પહેલા પણ દુઃખ વ્યક્ત કર્યું હતું

દુર્ઘટનાના બીજા દિવસે અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે “જનરલ રાવતે ભારત-યુએસ સંરક્ષણ ભાગીદારી પર અમીટ છાપ છોડી છે અને ભારતીય સશસ્ત્ર દળોના એકીકૃત લડાયક ક્ષમતા સંગઠન તરીકે ઉદભવવામાં કેન્દ્રીય હતા.” ઓસ્ટીને કહ્યું કે તેઓ આ વર્ષે જનરલ રાવતને મળ્યા હતા.

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને (US Secretary of State Antony Blinken) કહ્યું હતું કે ‘ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, તેમની પત્ની અને સહકર્મીઓના અકસ્માતમાં મૃત્યુ પર હું ખૂબ જ શોક વ્યક્ત કરું છું. અમે જનરલ રાવતને તેમના અસાધારણ નેતૃત્વ કૌશલ્યો માટે હંમેશા યાદ રાખીશું, જેમણે તેમના દેશની સેવા કરી અને યુએસ-ભારત સંબંધોને ગાઢ બનાવવા માટે કામ કર્યું.

સેનાના આ 11 જવાનો શહીદ થયા

હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, એનકે ગુરસેવક સિંહ, એનકે જિતેન્દ્ર કુમાર, એલ/નાયક વિવેક કુમાર, એલ/નાયક બી સાઈ તેજા, હવાલદાર સતપાલનું મૃત્યુ થયું છે. અધિકારીઓમાં સીડીએસના સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને વાયુસેનાના પાયલટનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે CDS વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા.

આ પણ વાંચો: OMG! વિશ્વનો પ્રથમ પુરુષ કે જેણે ફિટ કરાવ્યુ અન્ય પુરુષનું ‘પ્રાઈવેટ પાર્ટ’, વર્ષો બાદ ‘આનંદ’ માણ્યાનો દુનિયા સમક્ષ શેર કર્યો અનુભવ

આ પણ વાંચો: Ankita Lokhande Haldi : લગ્નના એક દિવસ પહેલા અંકિતા લોખંડેના ચહેરા પર વિક્કી જૈનનો રંગ, જુઓ હલ્દી સેરેમનીનો વીડિયો

g clip-path="url(#clip0_868_265)">