શાંતિ ડહોળવાનો પ્રયાસ : આ શહેરમાં અસામાજિક તત્વોએ મંદિરમાં કરી તોડફોડ, હિન્દુ સંગઠનના લોકોનો હંગામો

|

Apr 18, 2022 | 11:43 AM

સવારે મંદિરના પૂજારીએ મંદિર (Temple) ખુલ્યું ત્યારે ભગવાનની મૂર્તિઓ નીચે પડેલી જોઈ. તેણે ગામના લોકોને કહ્યું કે કોઈએ મંદિરમાં હનુમાન દાદા અને શિવલિંગ સહિત અન્ય દેવતાઓની મૂર્તિઓ તોડી નાખી છે.

શાંતિ ડહોળવાનો પ્રયાસ : આ શહેરમાં અસામાજિક તત્વોએ મંદિરમાં કરી તોડફોડ, હિન્દુ સંગઠનના લોકોનો હંગામો
File Photo

Follow us on

ઉત્તર પ્રદેશના બરેલીના (Bareilly) ઇજ્જત નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવાનપુર ધીમરી ગામમાં હનુમાન દાદા અને અન્ય દેવતાઓની મૂર્તિ તોડવાનો મામલો સામે આવ્યો છે. વાતાવરણ બગાડવા માટે કોઈએ મંદિરમાં ઘુસીને હનુમાન દાદા અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિ તોડી નાખી હોવાનુ અનુમાન છે. જ્યારે ગામલોકોને મંદિરમાં (Temple) રાખવામાં આવેલી ભગવાનની મૂર્તિના ખંડનની જાણ થઈ તો તેઓએ હંગામો મચાવ્યો અને ઘટનાની પોલીસને (UP Police) જાણ કરી. હાલ પોલીસે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

ઇજ્જત નગર વિસ્તારના ભગવાનપુર ધીમરીના રહેવાસી દેવેન્દ્ર સિંહે બરેલી પોલીસ સ્ટેશનને (Bareilly Police Station) જણાવ્યું છે કે ગામમાં માતા કાલી દેવીનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ સાથે ભગવાન હનુમાનની મૂર્તિ અને શિવલિંગની મૂર્તિ પણ છે. મંદિરમાં પ્રવેશીને કોઈએ હનુમાન દાદાની મૂર્તિ તોડી નાખી અને મંદિરની અન્ય મૂર્તિઓને પણ ખંડિત કરી છે.

પૂજારીએ પડી ગયેલી મૂર્તિઓ જોઈ

સવારે મંદિરના પૂજારીએ મંદિર ખુલ્યું ત્યારે તેણે ભગવાનની મૂર્તિઓ (Lord)  પડેલી જોઈ. બાદમાં તેણે ગામના લોકોને કહ્યું કે કોઈએ મંદિરમાં હનુમાન દાદા અને શિવલિંગ સહિત અન્ય દેવતાઓની મૂર્તિઓ તોડી નાખી છે. આ સાંભળીને ગામના લોકો અને હિન્દુ સંગઠનના લોકો એકઠા થઈ ગયા. તેણે મંદિરમાં જ હંગામો શરૂ કર્યો અને પડી ગયેલી મૂર્તિઓનો વીડિયો બનાવીને બરેલી પોલીસને ટ્વિટ કર્યો. જ્યારે ઇજ્જત નગર પોલીસને આ અંગેની જાણ થઈ, ત્યારે પોલીસે ગામમાં જઈને દોષિતો સામે કાર્યવાહીનું આશ્વાસન આપીને લોકોને સમજાવ્યા અને હંગામો શાંત કર્યો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ભૂતકાળમાં પણ મૂર્તિ તોડવાના કિસ્સાઓ સામે આવ્યા

થોડા દિવસો પહેલા જ બરેલીના સિરૌલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં ભીમરાવ આંબેડકરની પ્રતિમા તુટી જતા હોબાળો મચી ગયો હતો. જો કે, પોલીસે નવી મૂર્તિ સ્થાપિત કરીને હંગામો શાંત પાડ્યો હતો અને ગુનેગારો સામે કાર્યવાહીની ખાતરી આપીને વાતાવરણ શાંત પાડ્યું હતું. બરેલીમાં વાતાવરણ બગાડવા માટે આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. કેટલાક અસામાજીક તત્વો અરાજકતા ફેલાવવા માટે આવા કામો કરી રહ્યા છે. બરેલીના SSPએ આવા લોકોને ઓળખવા માટે એક ટીમ પણ બનાવી છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : નવા CDSની નિમણૂકની ચર્ચાએ જોર પકડ્યું, કેન્દ્ર સરકાર સેવા આપતા તેમજ નિવૃત્ત અધિકારીઓના નામ પર કરી રહી છે વિચાર

Published On - 7:33 am, Mon, 18 April 22

Next Article