Punjab: ફ્રી વીજળી માટે ‘આપ’ એ રાખી જનરલ કેટેગરી માટે શરત, ભાજપે કહ્યુ- સામાન્ય વર્ગ સાથે થઈ છેતરપિંડી

Free Electricity Controversy : બીજેપીના પ્રદેશ મહાસચિવ સુભાષ શર્માએ સીએમ ભગવંત માનને (CM Bhagwan Mann) પ્રશ્ન પૂછ્યો કે જ્યારે આ ગેરંટી આપવામાં આવી ત્યારે તેમને શું કહેવામાં આવ્યું કે તેઓ જાતિના આધારે આ યોજનાનો લાભ આપશે.

Punjab: ફ્રી વીજળી માટે 'આપ' એ રાખી જનરલ કેટેગરી માટે શરત, ભાજપે કહ્યુ- સામાન્ય વર્ગ સાથે થઈ છેતરપિંડી
Punjab CM Bhagwant Mann
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 10:50 PM

પંજાબમાં મફત વીજળીની (Free Electricity) શરતને લઈ આમ આદમી પાર્ટીની સરકાર ઘેરાય છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે નક્કી કરેલી ફ્રી વીજળીથી એક યુનિટ પણ વધુ ખર્ચવામાં આવશે તો જનરલ કેટેગરીએ (General Category) આખું બિલ ચૂકવવું પડશે. જે બાદ વિરોધ પક્ષો પ્રહાર કરી રહ્યા છે. બીજેપીના પ્રદેશ મહાસચિવ સુભાષ શર્માએ સીએમ ભગવંત માનને (CM Bhagwant Mann) પ્રશ્ન પૂછ્યો કે જ્યારે આ ગેરંટી આપવામાં આવી ત્યારે તેમને શું કહેવામાં આવ્યું કે તેઓ જાતિના આધારે આ યોજનાનો લાભ આપશે. શર્માએ પૂછ્યું કે શું સામાન્ય વર્ગમાં કોઈ ગરીબ પરિવાર નથી. તેમણે આ નિર્ણયને સામાન્ય લોકો સાથે અન્યાય અને વિશ્વાસઘાત ગણાવ્યો હતો.

શું છે મફત વીજળી માટેની શરત?

સીએમ ભગવંત માને કહ્યું કે તેમની સરકાર તમામ ઘરેલું ગ્રાહકોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપશે. પંજાબમાં, બિલ 2 મહિના પછી આવે છે એટલે કે એક બિલિંગ સાયકલ પર 600 યુનિટ મફત વીજળી મળશે. આમાં એક સમસ્યા એ છે કે જો SC, BC, સ્વાતંત્ર્ય સેનાની અને BPL પરિવારોએ 2 મહિનામાં 600 યુનિટથી વધુ વીજળીનો ખર્ચ કર્યો હોય, તો તેમણે ફક્ત તે જ વધારાના યુનિટનું વીજળીનું બિલ ચૂકવવું પડશે. જ્યારે જનરલ કેટેગરીની વાત કરીએ તો વિપક્ષનો આરોપ છે કે જો 600 યુનિટથી વધુ એટલે કે જો માત્ર 1 યુનિટ વધારાની વીજળી ખર્ચવામાં આવશે તો પુરુ 601 યુનિટનું બિલ ચૂકવવું પડશે.

બીજેપીના પ્રદેશ મહાસચિવ સુભાષ શર્માએ ટ્વીટ કરીને પુછ્યા પ્રશ્નો

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સોશીયલ મીડીયા પર થઈ રહી છે આ ચર્ચા

AAP સરકારની મફત વીજળી પર સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેને સામાન્ય વર્ગ સાથે અન્યાય ગણાવી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોનું કહેવું છે કે, પ્રથમ વખત સામાન્ય વર્ગને 600 યુનિટ મફત વીજળી મળી રહી છે. આવી સ્થિતિમાં વિરોધ કરવાને બદલે વીજળી બચાવવી જોઈએ.

મફત વિજળી પર હજુ આ અસમંજસ

સરકારે કહ્યું છે કે દરેક ઘરમાં 600 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. જો કે, પંજાબમાં ઘણા એવા ઘર છે, જ્યાં અલગ-અલગ નામથી કનેક્શન છે. એક ઘરના તમામ કનેક્શન પર 600 યુનિટ મફત વીજળી મળશે કે કેમ તે અંગે પ્રશ્ન છે. સરકારે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

આ પણ વાંચો :  Aligarh Violence: નમાઝ દરમિયાન બે સમુદાયો સામસામે, મસ્જિદ પર પથ્થરમારો કરવાનો આરોપ, 10 વિરુદ્ધ કેસ દાખલ

g clip-path="url(#clip0_868_265)">