Lakhimpur Violence: ‘દિમાગ ખરાબ હૈ ક્યા, બે’- પુત્ર પર સવાલ પુછાતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની ભડક્યા

લખીમપુર હીંસાની ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની ફરી વિવાદોમાં ફસાયા છે. અજય મિશ્રા પર આરોપ છે કે લખીમપુર ખીરી હીંસા મુદ્દે પત્રકારોએ સવાલ પૂછવા પર તેણે મીડિયા સાથે ગેરવર્તન કર્યું.

Lakhimpur Violence: 'દિમાગ ખરાબ હૈ ક્યા, બે'- પુત્ર પર સવાલ પુછાતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની ભડક્યા
Ajay Mishra Teni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 6:33 PM

લખીમપુર હીંસાની (Lakhimpur Violence) ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની (Ajay Mishra Teni) ફરી વિવાદોમાં ફસાયા છે. અજય મિશ્રા પર આરોપ છે કે લખીમપુર ખીરી હીંસા મુદ્દે પત્રકારોએ સવાલ પૂછવા પર તેણે મીડિયા સાથે ગેરવર્તન કર્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે એક ટીવી ચેનલના પત્રકારે મંત્રીને લખીમપુર ખીરી સંબંધિત SIT તપાસ વિશે પૂછ્યું તો તેઓ ગુસ્સે થઈ ગયા અને અભદ્ર વર્તન કરવા લાગ્યા.

આરોપ છે કે તેણે ટીવી રિપોર્ટરને ડરાવવા, ધમકાવવાનો પ્રયાસ કર્યો. ત્યાં હાજર અન્ય એક પત્રકારનો પણ મોબાઈલ સ્વીચ ઓફ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. ટેનીએ કહ્યું, ‘બેવકુફીભર્યા સવાલ ના કરો, દિમાગ ખરાબ કૈ ક્યા, બે ? આ પછી તેમણે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય ટેનીના પુત્ર આશિષ મિશ્રા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે, વિપક્ષ ટેનીના રાજીનામાની સતત માંગ કરી રહ્યો છે.

લખીમપુર હિંસા પર સંસદમાં હંગામો, ગૃહ રાજ્ય મંત્રી ટેનીના રાજીનામાની માંગ ઉઠી તે જ સમયે, લખીમપુર ખીરી હિંસા મામલાને લઈને આજે લોકસભામાં હંગામો થયો, ત્યારબાદ ગૃહને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું. જો કે આ પછી હોબાળાને કારણે લોકસભા ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખીમપુર ખેરી ઘટનાને લઈને લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી હતી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમે માંગ કરીશું કે સરકાર ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને બરતરફ કરે. સાથે જ તેમણે કહ્યું કે રાહુલ ગાંધી આજે ગૃહમાં આ વિષય પર વાત રાખવાનો પ્રયાસ કરશે. ટીએમસીના રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે પણ નિયમ 267 હેઠળ લખીમપુર ખેરી કેસ પર ચર્ચાની માંગ કરી છે. એટલે કે આજે વિપક્ષ લખીમપુર ખેરી મુદ્દે ગૃહમાં હંગામો મચાવી શકે છે.

આ પણ વાંચોઃ

Vicky-Katrina Reception : રિસેપ્શનમાં કેટરિના કૈફને સાડી પહેરાવવાના લાખો રૂપિયા લેશે આ યુવતી, જાણો આ બોલિવૂડની ડ્રેપર ક્વીન વિશે

આ પણ વાંચોઃ

VALSAD : દમણમાં ચોર સમજી કિશોરને સ્થાનિકોએ આપી તાલીબાની સજા, વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">