પશ્ચિમ બંગાળમાં હિંસા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે હિંસાની ઘટના અંગે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. ચૂંટણીના પરિણામો બાદ અનેક જગ્યાએ હિંસાની ચર્ચા થઈ રહી છે. પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, ચૂંટણી પછી બંગાળમાં શરૂ થયેલી હિંસામાં 24 કલાકમાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

  • tv9 webdesk33
  • Published On - 20:11 PM, 3 May 2021
પશ્ચિમ બંગાળમાં હિંસા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ
પશ્ચિમ બંગાળ : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

West Bengal માં ચૂંટણીના પરિણામો બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે હિંસાની ઘટના અંગે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. ચૂંટણીના પરિણામો બાદ અનેક જગ્યાએ હિંસાની ચર્ચા થઈ રહી છે. પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, ચૂંટણી પછી બંગાળમાં શરૂ થયેલી હિંસામાં 24 કલાકમાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત રાજ્યમાં ભયનું વાતાવરણ છે. શાસક પક્ષ હાથ જોડીને બેઠો છે પોલીસ નિષ્ક્રિય છે. અમે રાજ્યપાલ સમક્ષ વિનંતી કરી હતી, તેમણે વિનંતી સ્વીકારીને પગલાં લેવાની ખાતરી આપી.

આ દરમ્યાન West Bengal ના રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્યમાં વધતી હિંસાને પગલે રાજ્યના ડીજી અને સેક્રેટરીને બોલાવ્યા અને આ મુદ્દે સમગ્ર અહેવાલ માંગ્યો છે. જો કે ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જીએ પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમજ કહ્યું છે કે અમારી પ્રાથમિકતા કોરોના વિરુદ્ધની લડાઇ છે.

 

બંગાળના પરિણામો બાદ હિંસાની શરૂઆત થઈ
2જી મે રવિવારે ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ West Bengal નાં જુદા જુદા વિસ્તારોમાં હિંસાના સમાચાર મળી રહ્યા હતા . રવિવારે બંગાળના દુર્ગાપુરમાં ભાજપ કાર્યાલયને આગ ચાંપવામાં આવી હતી. દુર્ગાપુર પશ્ચિમના ભાજપના વિજેતા ઉમેદવાર લખને આરોપ લગાવ્યો છે કે ટીએમસી કાર્યકરો આખી રાત બાઇક પર ફરતા હતા અને ભાજપના કાર્યકરોને નુકસાન પહોંચાડતા હતા.

રવિવારે જ હુગલીના અરમબાગમાં હિંસા જોવા મળી હતી. અહીં તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ ભાજપના કાર્યકરોના ઘરો, દુકાનો ઉપર હુમલો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ લૂંટ અને તોડફોડ કરવામાં આવી હતી. ભાજપનો આક્ષેપ છે કે તેમના કાર્યકરોની બે મોબાઇલ શોપ, કપડાની દુકાન નષ્ટ કરવામાં આવી હતી.

BJPએ તૃણમુલ પર લગાવ્યો હિંસાનો આરોપ
ભારતીય જનતા પાર્ટીએ તૃણમુલ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ જ આ બધું કર્યું છે. માત્ર ભાજપ કાર્યાલય જ નહીં, પરંતુ ઘણી દુકાનો અને મકાનોમાં તોડફોડ કરવામાં આવી છે. ભાજપનો આરોપ છે કે તોડફોડ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તોડફોડ કરનારા ત્યાંથી ભાગ્યા હતા. આ ઘટના બાદ નંદીગ્રામ માર્કેટ વિસ્તારમાં તણાવ વધ્યો છે.

West Bengal માં તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો હોવા છતાં, ખુદ મુખ્યપ્રધાન મમતા બેનર્જી નંદીગ્રામમાં ચૂંટણી હારી ગયા છે. ભારતીય ભારતીય જનતા પાર્ટીના શુભેન્દુ અધિકારી સામે મમતા બેનર્જીનો પરાજય થયો છે.