AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો, શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં સ્તંભ બનશે

Amit Shah Shah in Srinagar : જમ્મુ-કાશ્મીરમાં 2024ની સંસદીય ચૂંટણીઓ સાથે એકસાથે ચૂંટણી યોજાય તેવી શક્યતા છે, પરંતુ કોઈ નક્કર સમયપત્રક નક્કી કરવામાં આવ્યું નથી. જો કે, ડિસેમ્બર 2023 માં, જમ્મુ અને કાશ્મીરમાં પંચાયત અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો,  શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં સ્તંભ બનશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 11:37 AM
Share

Amit Shah Shah in Srinagar : ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) જમ્મુ-કાશ્મીરની (Jammu kashmir) બે દિવસીય મુલાકાતના બીજા દિવસે શ્રીનગરમાં (Sri nagar) બલિદાન સ્તંભનો (BALIDAAN STAMBH) શિલાન્યાસ કર્યો હતો. આ બલિદાન સ્તંભ શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં બનાવવામાં આવશે. શિલાન્યાસ કર્યા બાદ અમિત શાહ લાલ ચોકથી રવાના થયા હતા. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે શ્રીનગરના લાલ ચોકની બાજુમાં આવેલા પ્રતાપ પાર્કમાં બલિદાન સ્તંભ સ્મારકનો શિલાન્યાસ કર્યો. તેને જોતા આ વિસ્તારમાં સુરક્ષા સઘન કરવામાં આવી હતી. શુક્રવારથી જ લાલ ચોક અને આસપાસના વિસ્તારોમાં એસએસજી કમાન્ડો અને પોલીસ જવાનો તૈનાત હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જયારે શ્રીનગરના પ્રતાપ પાર્ક પહોંચ્યા, ત્યારે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. એલજીના સલાહકાર આરઆર ભટનાગર, ડિવકોમ વીકે બિધુરી અને એસએમસી કમિશનર અથર અમીર ખાન અને અન્ય અધિકારીઓએ ઇવેન્ટ પહેલા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

(વીડિયો ક્રેડિટ- ANI)

શ્રીનગરના પ્રતાપ પાર્કની બાજુમાં આવેલા પ્રેસ એન્ક્લેવમાં પણ સુરક્ષા દળો દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાંની ઈમારતોમાં સર્ચ કરવામાં આવ્યું હતું. દરેક ઈમારતને સેનિટાઈઝ કરવામાં આવી હતી. શ્રીનગર પહોંચીને શાહે અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. અગાઉ SKICC શ્રીનગર ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત વિતસ્તા મહોત્સવમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો: PM Modi US Visit: અમેરિકા ભારતમાંથી ચોરાયેલી 100 હેરિટેજ વસ્તુઓ પરત કરશે, PM મોદીએ અમેરિકાનો માન્યો આભાર

નોંધનીય છેકે દેશની આઝાદીના લડવૈયા શ્યામા પ્રસાદ મુખર્જીનું 23 જૂન 1953ના રોજ જમ્મુની જેલમાં રહસ્યમય રીતે અવસાન થયું હતું. ગૃહમંત્રી અમિત શાહ 23મીએ સવારે જમ્મુ પહોંચતા જ અહીંના ત્રિકુટા નગર વિસ્તારમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દિવસને ભાજપ અને તેના સાથી પક્ષો દ્વારા “બલિદાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

જમ્મુ-કાશ્મીરમાં 2024ની સંસદીય ચૂંટણીઓ સાથે એકસાથે ચૂંટણી યોજાય તેવી શક્યતા છે, પરંતુ કોઈ નક્કર સમયપત્રક નક્કી કરવામાં આવ્યું નથી. જો કે, ડિસેમ્બર 2023 માં, જમ્મુ અને કાશ્મીરમાં પંચાયત અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાય તેવી સંભાવના છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
g clip-path="url(#clip0_868_265)">