Delhi: 15થી 18 વર્ષના બે તૃતીયાંશ બાળકોને મળ્યો કોરોના રસીનો પહેલો ડોઝ, અત્યાર સુધીમાં 6 લાખથી વધુ રસી અપાઈ

|

Jan 20, 2022 | 5:17 PM

6 જાન્યુઆરીએ દિલ્હીમાં કોરોના રસીના 2 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2021થી રાજધાનીમાં રસીકરણની સ્થિતિ લગભગ સ્થિર રહી છે.

Delhi: 15થી 18 વર્ષના બે તૃતીયાંશ બાળકોને મળ્યો કોરોના રસીનો પહેલો ડોઝ, અત્યાર સુધીમાં 6 લાખથી વધુ રસી અપાઈ
File Image

Follow us on

દિલ્હી (Delhi)માં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે ઝડપી રસીકરણ પર સતત ભાર આપવામાં આવી રહ્યો છે. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વયજૂથના બાળકોને પણ રસી આપવામાં આવી રહી છે. કોવિન પોર્ટલના ડેટા અનુસાર અત્યાર સુધીમાં રાજધાનીમાં 6,84,941 બાળકોને કોરોના રસીનો (Corona Vaccine) પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે રસી માટે લાયક 10,40,000 બાળકોમાંથી લગભગ બે તૃતીયાંશને રસી આપવામાં આવી છે. કોરોના વાયરસના (Corona Virus) વધતા જતા કેસ વચ્ચે સરકાર રસીકરણ પર સતત ભાર આપી રહી છે.

‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના સમાચાર અનુસાર, બુધવારે દિલ્હીમાં કોરોના રસીના 99,662 ડોઝ આપવામાં આવ્યા હતા, જેમાંથી 12,665 ડોઝ આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવ્યા હતા. રાજધાનીમાં અત્યાર સુધીમાં 1,75,352 સાવચેતીના ડોઝ આપવામાં આવ્યા છે. સરકારી ડેટા અનુસાર રસી પાત્ર વસ્તીના 18 ટકા લોકોએ અત્યાર સુધીમાં રસી લગાવી દીધી છે.

એક અધિકારીએ કહ્યું કે એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં તમામ બાળકોને રસી આપવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે મહિનાના અંતમાં શાળાઓમાં શિબિરો દ્વારા તમામ બાળકોને રસી આપવામાં આવશે. દિલ્હીમાં વહીવટીતંત્ર જાન્યુઆરી મહિનામાં સપ્તાહાંત સિવાય દરરોજ એક લાખથી વધુ રસીના ડોઝ આપી રહ્યું છે. 6 જાન્યુઆરીએ રસીના ડોઝનો આંકડો બે લાખથી પણ વધુ હતો. સપ્ટેમ્બર 2021થી રાજધાનીમાં રસીકરણની સ્થિતિ લગભગ સ્થિર રહી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જણાવી દઈએ કે ગયા વર્ષે મે મહિનામાં વડીલોને રસીકરણ અભિયાન સાથે જોડ્યા બાદ રાજ્યોમાં રસીની અછત સર્જાઈ હતી. કેન્દ્ર સરકારે ઉત્પાદકોને અલગ-અલગ કિંમતે રસી ખરીદવાની સૂચના આપી હતી. જો કે, જૂનના અંત સુધીમાં, રસીની ગતિ ફરી એકવાર ઝડપી થઈ ગઈ હતી. દેશમાં બનેલી તમામ રસીના ડોઝમાંથી 75 ટકા કેન્દ્ર સરકાર ખરીદે છે. બાકીની 25 ટકા રસી ખાનગી ક્ષેત્રને જાય છે.

 

આ પણ વાંચો – Bengal Violence: નંદીગ્રામ હિંસા કેસમાં મમતા બેનર્જીના ચૂંટણી એજન્ટને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, ધરપકડ પર લગાવવામાં આવી રોક

આ પણ વાંચો –Assam and Meghalaya Dispute: 50 વર્ષ બાદ મામલો થાળે પડવાની શક્યતા, બંને રાજ્યના મુખ્યપ્રધાન અમિત શાહ સાથે કરશે બેઠક

આ પણ વાંચો – UP Election 2022 : ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસમાંથી છેડો ફાડયો, સોનિયા ગાંધીને પત્ર લખી આપ્યુ રાજીનામુ

Next Article