AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NBDAમાંથી બહાર થયું દેશનું નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9,ટીવી ન્યુઝ પ્લેટફોર્મના હિતમાં લીધો મોટો નિર્ણય

ભારતના અગ્રણી ન્યૂઝ નેટવર્ક, TV9 નેટવર્કે દેશમાં ન્યૂઝ રેટિંગ (News Ratings) ફરી શરૂ કરવામાં વધુ વિલંબ કરવાના કારણે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન (NBDA) છોડવાનો નિર્ણય લીધો છે.

NBDAમાંથી બહાર થયું દેશનું નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9,ટીવી ન્યુઝ પ્લેટફોર્મના હિતમાં લીધો મોટો નિર્ણય
TV9 Network CEO Barun Das writes open letter to NBDA
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 4:11 PM
Share

દેશના નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9એ NBDA (ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન) ને ઈન્ડસ્ટ્રી બોડીના ન્યૂઝ રેટિંગ ફરી શરૂ કરવામાં વધુ વિલંબ બાદ એસોસિએશન છોડી દેવાનો નિર્ણય લીધો છે. NBDA બોર્ડને સંબોધિત એક સાર્વજનિક પત્રમાં TV9 નેટવર્કના CEO, બરુણ દાસે BARC ડેટા પર શંકા દર્શાવવા માટે NBDA દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પર તેમની નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે NBDAના પસંદગીના સભ્યોનો અભિપ્રાય હોવાનું જણાય છે.

TV9 Network’s Press Release over walking out of NBDA

બરુણ દાસે એનડીબીએને લખેલા તેમના સાર્વજનિક પત્રમાં જણાવ્યું હતું કે માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી સમાચાર રેટિંગ્સને તાત્કાલિક પ્રકાશિત કરવા માટેના તાજા નિર્દેશ હોવા છતાં, ગઈકાલે રાત્રે એનબીડીએની તાજેતરની પ્રેસ રિલીઝ એ BARC રેટિંગને રોકવાનો સ્પષ્ટ પ્રયાસ છે. અમે NBDA ના સંપૂર્ણ સભ્યો તરીકે બોર્ડના આ મતને સ્વીકારતા નથી. આ ફક્ત NBDA ના પસંદગીના સભ્યોનું જ મંતવ્ય હોય તેવું લાગે છે અને ચોક્કસપણે સમગ્ર NBDAનું નહીં.

NBDAને સાર્વજનિક પત્રમાં ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે

નેટવર્કના CEO, બરુણ દાસે લખ્યું છે કે એક વર્ષથી વધુ સમયથી વિશ્વસનીયતા ગુમાવ્યા બાદ અનેક ન્યૂઝ ચેનલોના કેટલાક હિતધારકોના અવિરત પ્રયાસોને કારણે મંત્રાલયનો નિર્ણય આવ્યો છે. બરુણ દાસના પત્રમાં NBDAને ઘણા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા.

1. ખરેખર BARC રેટિંગ કોણે બંધ કર્યું અને શા માટે? હજુ સુધી કોઈ સાચો જવાબ મોકલી શક્યું નથી, જે વિચિત્ર છે.

2. તે કેવી રીતે બન્યું કે NBDA એ આવું એક વર્ષથી વધુ સમય માટે ચાલુ રાખવાની મંજૂરી આપી અને સમાચાર પ્રસારણકર્તાઓના હિતમાં રેટિંગને પુનઃપ્રારંભ કરવા માટે અસરકારક રીતે હસ્તક્ષેપ ન કર્યો.

3. NBDA શા માટે એવું વિચારે છે કે રેટિંગ સિસ્ટમ ફક્ત સમાચાર શૈલી માટે “સ્વચ્છ, મજબૂત અને હેરાફેરી/છેડછાડથી મુક્ત” નથી?

4. શા માટે, ટેક્નિકલ કમિટીએ ગયા જુલાઈમાં સૂચિત સુધારાને મંજૂરી આપી હોવા છતાં, ન્યૂઝ ટીવી રેટિંગ્સ હજુ સુધી બહાર પાડવામાં આવ્યા નથી. સમાચાર પ્રસારણકર્તાઓને મદદ કરવા માટે રેટિંગને તાત્કાલિક પુનઃપ્રારંભ કરવા અંગે NBDAનું શું વલણ છે?

Barun Das, CEO-TV9 Group’s open Letter to NBDA

NBDA છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી: બરુણ દાસ

NBDAમાંથી તાત્કાલિક ખસી જવાની ભૂમિકા પર, CEO બરુણ દાસે કહ્યું, “હું NBDA માટે ઊભા રહેવા માટે વારંવાર પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ કોઈ ફાયદો થયો નથી. તેથી મારી પાસે તાત્કાલિક NBDA છોડવા સિવાય કોઈ વિકલ્પ નથી.”

આ પણ વાંચો : Maharashtraમાં 15 ખાનગી લેબે કોરોના ટેસ્ટ ન કરતા નોટિસ ફટકરવામાં આવી, લાઈસન્સ રદ કરવાની ચેતવણી

આ પણ વાંચો : Viral: પાયલટે હેલિકોપ્ટરથી કંઈક એવી રીતે કરી સફાઈ કામદારની મદદ, જુઓ આ વીડિયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">