Apple કંપની અમેરિકન રાષ્ટ્રપતિના દબાણમાં નહીં આવે, જાણો ભારતમાં iPhone ઉત્પાદન અંગે ટિમ કૂકે શું કહ્યું ?
એપલ કંપની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ છતાં ભારતમાં આઈફોનનું ઉત્પાદન ચાલુ રાખશે. ભારતમાં ઉત્પાદનથી કંપનીને મોટો ફાયદો થાય છે, જેના કારણે તે કોઈપણ રાજકીય દબાણ હેઠળ નિર્ણય લેવા નથી માંગતી.

અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ અને ધમકીઓ છતાં એપલ કંપની ભારતમાં iPhoneનું ઉત્પાદન ચાલુ રાખશે. મીડિયા અહેવાલ અનુસાર, ભારતમાં ઉત્પાદનથી એપલને વિશાળ વ્યાવસાયિક લાભ મળી રહ્યો છે અને કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ પ્રકારના રાજકીય દબાણ હેઠળ નિર્ણય નહીં લે.
એક ટોચના ભારતીય સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને પૂરો વિશ્વાસ છે કે ટ્રમ્પ વહીવટીતંત્રની ધમકી છતાં, એપલ પોતાનું વ્યાપારલક્ષી દૃષ્ટિકોણ રાખશે અને નફાને મોખરે મૂકે.”
એપલ હાલમાં ભારતમાં ઉત્પાદન પર વધુ ભાર આપી રહી છે અને અહીંની પ્રતિભા તેમજ વ્યવસાય માટે અનુકૂળ પરિબળોને ધ્યાનમાં લઈ રહી છે. હાલમાં લગભગ 15% iPhone ભારતમાં બને છે, જે વાર્ષિક અંદાજે 40 મિલિયન યુનિટના ઉત્પાદનને અનુસરે છે.
ટ્રમ્પનો દાવો: “iPhone હવે માત્ર અમેરિકામાં બનાવવો જોઈએ”
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર રીતે કહ્યું હતું કે, “iPhoneનું ઉત્પાદન હવે માત્ર અમેરિકા જ થવું જોઈએ, ભારત કે અન્ય દેશમાં નહીં.” તેમણે ચેતવણી આપી કે જો એપલ કંપની અમેરિકા બહાર ઉત્પાદન કરશે, તો એપલ પર ઓછામાં ઓછા 25% ટેરિફ લગાવવામાં આવશે.
15 મેના રોજ થયેલી ટિમ કૂક સાથેની મુલાકાતની વિગતો જણાવતાં ટ્રમ્પે જણાવ્યું કે, “મારે કૂક સાથે થોડું ઉગ્ર વાતચીત કરવી પડી. મેં તેને કહ્યું કે ‘તમે મારા મિત્ર છો, પણ મને ખબર પડી છે કે તમે હવે આખું ઉત્પાદન ભારતમાં કરી રહ્યા છો – મને આ મંજૂર નથી.'”
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, “ભારત દુનિયાના ટોચના ટેરિફ વસૂલતા દેશોમાંથી એક છે. છતાં, તેમણે અમેરિકાને ટેરિફ મુક્ત સોદાની ઓફર કરી છે. પરંતુ હવે સમય છે કે એપલ પોતાનું ઉત્પાદન અમેરિકામાં વધારશે.”
ટિમ કૂકનો જવાબ: “અમેરિકાના 50% iPhone હવે ભારતમાં બને છે”
એપલના CEO ટિમ કૂકે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમેરિકામાં વેચાતા દરેક બે iPhoneમાંથી એક હવે ભારતમાં બને છે.” તેમણે કહ્યું કે, “એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારત, અમેરિકા માટે મુખ્ય ઉત્પાદન કેન્દ્ર રહેશે.”
ટિમ કૂકએ વધુમાં ઉમેર્યું કે, “Apple Watch, AirPods જેવા અન્ય ઉપકરણો હવે વિયેતનામમાં મોટા પાયે બનાવવામાં આવી રહ્યા છે.” તેમનો સ્પષ્ટ સંદેશ છે કે એપલ એક વ્યૂહાત્મક ઉત્પાદન વિભાજનનું અનુસરણ કરી રહી છે – જેમાં ભારત, ચીન અને વિયેતનામ મહત્વપૂર્ણ કડી બની રહ્યા છે.
