AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુલ્હા-દુલ્હનથી લઈને પાદરી સુધી બધા જ નીકળ્યા ‘જુડવા’, લગ્નના મંડપમાં જોવા મળ્યો ‘અનોખો નજારો’

દરેક લગ્ન પોતાની ખાસિયત માટે યાદ રહેતા હોય છે પરંતુ તાજેતરમાં યોજાયેલા આ લગ્ન સાચે જ કંઈક અલગ હતા. અહીં વર-કન્યાથી લઈને વિધિ કરાવનાર પાદરી સુધી... દરેક મુખ્ય ભૂમિકામાં માત્ર જોડિયા લોકો જ જોવા મળ્યા હતા.

દુલ્હા-દુલ્હનથી લઈને પાદરી સુધી બધા જ નીકળ્યા 'જુડવા', લગ્નના મંડપમાં જોવા મળ્યો 'અનોખો નજારો'
Image Credit source: AI Generated
| Updated on: Aug 02, 2026 | 4:53 PM
Share

કેટલાક લગ્નો ફૂલોની સજાવટ માટે યાદ રાખવામાં આવે છે, તો કેટલાક ખાસ સંગીત માટે યાદ રાખવામાં આવે છે. જો કે, કેરળના ચંગનાસ્સેરીમાં થયેલા એક લગ્ન તેમની અત્યંત ખાસ વિશેષતા માટે હંમેશા યાદ રાખવામાં આવશે, કારણ કે આ લગ્નમાં લગભગ દરેક મુખ્ય ભૂમિકા જોડિયા (ટ્વિન્સ) લોકોએ ભજવી હતી.

ગુરુવારે ચંગનાસ્સેરી મેટ્રોપોલિટન ચર્ચમાં જ્યારે લગ્ન સમારોહ શરૂ થયો, ત્યારે અખિલ કે. થોમસે ‘મેગી મેરી થોમસ’નો હાથ પકડ્યો. બીજીબાજુ તેમના જોડિયા ભાઈ નિખિલ કે. થોમસ મેગીની જોડિયા બહેન ‘મારિયા મેરી થોમસ’ સાથે તેમની બાજુમાં ઊભા હતા.

લગ્ન કરાવનાર પાદરીઓ પણ હતા ‘જોડિયા’

આ અનોખી ઉજવણી ત્યારે વધુ ખાસ બની ગઈ, જ્યારે જોડિયા પાદરીઓએ લગ્ન વિધિ સંપન્ન કરાવી અને જોડિયા ઓલ્ટર બોય્સે તેમને મદદ કરી. કાંજીરાપલ્લી ડાયોસિઝના જોડિયા પાદરી ફાધર એન્ટો પેઝુમકાટ્ટિલ અને ફાધર અજો પેઝુમકાટ્ટિલે આ લગ્ન સમારોહનું નેતૃત્વ કર્યું હતું. આ સિવાય, પાલાના રહેવાસી જોડિયા ભાઈઓ જેરોન જેમ્સ અને જોહોન જેમ્સે ઓલ્ટર પર તેમની મદદ કરી હતી.

વર્ષો જૂનું સપનું સાકાર થયું

બંને પરિવાર માટે આ માત્ર એક લગ્ન નહોતા પરંતુ એ સપના પૂરા થવાનો દિવસ હતો, જે તેઓ વર્ષોથી સેવી રહ્યા હતા. વરરાજા, અખિલ અને નિખિલ, ચંગનાસ્સેરીના વેટ્ટુપરંબિલ નિવાસી કુંજુમન થોમસ અને જોમોલના જોડિયા પુત્રો છે.

કન્યા ‘મેગી અને મારિયા’ પઠાનમથિટ્ટા જિલ્લાના કુલાથૂર સ્થિત કુંબુલુવેલિલના ટોમીચન તેમજ મેરીકુટ્ટીની જોડિયા પુત્રી છે. દરેક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોડિયા લોકોનું હોવું એ કોઈ સંયોગ નહોતો.

જોડિયા બહેનોએ પોતે જ જોડિયા પાદરીઓની શોધ કરી હતી અને અંતે કોથાનલ્લૂરના એક ચર્ચ દ્વારા તેમને શોધી કાઢ્યા હતા, જે જોડિયા લોકોની સભાઓ માટે ખૂબ જાણીતું છે.

જોડિયા બહેનોએ શું કહ્યું?

જોડિયા બહેનોએ કહ્યું કે, “બાળપણથી જ અમારું સપનું હતું કે, અમારા લગ્નમાં ચારેય તરફ જોડિયા લોકો જ હોય. અમારા માતા-પિતા અને પરિવારની પણ આ જ ઈચ્છા હતી. ઈસુ ખ્રિસ્તે આ સપનું પૂરું કર્યું. એવામાં જ્યારે અમે પાદરીઓને આમંત્રણ આપ્યું, ત્યારે તેઓ તરત જ આવવા માટે તૈયાર થઈ ગયા.”

પાદરીઓએ પણ આ સમારોહને જીવનભર યાદ રહી જાય તેવો અનુભવ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, જોડિયા લોકોના લગ્ન કરાવવા ખૂબ જ ખાસ છે. આ એક એવો અનુભવ છે, જે અમને આખી જિંદગીની યાદો આપે છે.

પોતાના જોડિયા હોવાના જીવન પર વિચાર વ્યક્ત કરતા તેમણે આગળ કહ્યું, “તેઓ એકસાથે જન્મ્યા અને એકસાથે નવું જીવન શરૂ કરી રહ્યા છે. અમે પણ એકસાથે જ ધર્મગુરુ (પાદરી) બનવાની દિશામાં કદમ મૂક્યા હતા. આ ખૂબ જ સુંદર યાદો છે.”

એક નવી અને સુંદર શરૂઆત

આમાં ભલે દુલ્હા-દુલ્હનના કરિયરના રસ્તા અલગ-અલગ હોય પરંતુ આ દિવસે તેમણે એકસાથે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો. આ નવી શરૂઆત એવા લોકો વચ્ચે થઈ કે, જેમનું જીવન પણ તેમની જેમ જ જન્મથી એકબીજા સાથે જોડાયેલું રહ્યું છે. મહેમાનો માટે આ અન્ય કોઈપણ લગ્ન કરતાં સાવ અલગ અને અનોખા હતા.

બીજી તરફ, પરિવારો માટે આ બાળપણના સપનાનું ખુશી-ખુશી પૂરું થવું હતું. જણાવી દઈએ કે, બંને ભાઈઓ મર્ચન્ટ નેવીમાં કામ કરે છે અને બહેનો આઈટી (IT) ક્ષેત્રમાં કાર્યરત છે.

Breaking News : એન્ટી પેપર લીક બિલ બન્યું કાનુન, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, જાણો હવે આરોપીને કેટલી થશે સજા અને દંડ?

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">