West Bengal: પશ્ચિમ બંગાળની ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6 લોકોના મોત, બિલ્ડીંગ ધરાશાયી

પશ્ચિમ બંગાળના જગન્નાથપુર ઉત્તર 24 પરગણા વિસ્તારમાં દત્તાપુકુરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે. સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો છે કે ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.

West Bengal: પશ્ચિમ બંગાળની ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6 લોકોના મોત, બિલ્ડીંગ ધરાશાયી
West Bengal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 2:30 PM

West Bengal News: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રવિવારે સવારે દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના જગન્નાથપુર ગામની છે. આ વિસ્ફોટથી એટલો જબરદસ્ત હતો કે ફેક્ટરીની ઇમારત આખે આખી ધારાશાયી થઈ ગઈ છે. ચારે બાજુ કાટમાળ ફેલાય ગયો છે. આખી ઇમારત પત્તાના ઢેરની જેમ તૂટી પડી હતી. પોલીસે કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડે આગ બુઝાવી રહી છે. સ્થળ પર કૂલિંગની કામગીરી ચાલી રહી છે. બ્લાસ્ટને કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા હતા.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

પોલીસ લાગી કામે

પોલીસનું કહેવું છે કે મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે. ફટાકડાની ફેક્ટરી અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ ફટાકડાની ફેક્ટરીનું લાઇસન્સ હતું કે નહીં? આની ખાતરી કરવામાં આવી રહી છે. ફટાકડાની ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ઘટના સમયે ફેક્ટરીમાં કેટલા લોકો હતા તે જાણી શકાયું નથી.

પોલીસે જણાવ્યું કે કોલકાતાથી લગભગ 30 કિમી ઉત્તરે આવેલા દત્તાપુકુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નીલગંજના મોશપોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં ઘણા લોકો કામ કરી રહ્યા હતા ત્યારે સવારે 10 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો.

મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે

મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળના જગન્નાથપુર ઉત્તર 24 પરગણા વિસ્તારમાં દત્તાપુકુરની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે. સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો છે કે ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ દતપુકુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું.

વિસ્ફોટના કારણે 100થી વધુ મકાનોમાં તિરાડો પડી

જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે 100 થી વધુ ઘરોમાં તિરાડો પડી ગઈ છે. અનેક મકાનોની છત અને દિવાલોને નુકસાન થયું છે. સ્થાનિકોનું કહેવું છે કે ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે ગેરકાયદેસર ફેક્ટરી તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની મદદથી ચાલી રહી હતી. તે જ સમયે, વિસ્ફોટ પછી સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોએ પોલીસ સામે જોરદાર પ્રદર્શન કર્યું.

રાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">