Gujarati Video : રાજકોટથી પકડાયેલા 3 આતંકવાદીઓ મામલે મોટો ખુલાસો, આતંકીઓ પશ્ચિમ બંગાળમાં અનેક યુવકોના સંપર્કમાં હતા
રાજકોટથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓ મામલે સુરક્ષા એજન્સીઓની પૂછપરછમાં સ્ફોટક ખુલાસા થયા છે. આ ઝડપાયેલા આતંકવાદીઓ પશ્ચિમ બંગાળમાં અનેક યુવકોના સંપર્કમાં હતા.
Rajkot : રાજકોટમાંથી થોડા દિવસ પહેલા 3 આતંકવાદીઓ (Terrorist) ઝડપાયા હતા. આ કેસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. અગાઉ આ આતંકવાદીઓના ટાર્ગેટ પર જન્માષ્ટમીનો મેળો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આંતકીઓની પૂછપરછ દરમિયાન વધુ કેટલાક ચોંકાવનાર ખુલાસા થયા છે. ત્રણેય આતંકવાદીઓ પશ્ચિમ બંગાળના અનેક યુવકો સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો આને કહેવાય સાચી મિત્રતા ! અકસ્માતમાં મિત્રનું મોત થયું, તો બનાવી મૂર્તિ, હવે રોજ કરે છે પૂજા
રાજકોટથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓ મામલે સુરક્ષા એજન્સીઓની પૂછપરછમાં સ્ફોટક ખુલાસા થયા છે. આ ઝડપાયેલા આતંકવાદીઓ પશ્ચિમ બંગાળમાં અનેક યુવકોના સંપર્કમાં હતા. આતંકીઓ બંગાળી કારીગર, મુસ્લિમોને અલ-કાયદાના વિચારોથી પ્રેરિત કરતા હતા.
આતંકીઓ વધારે હથિયારો ખરીદવાની ફિરાકમાં હોવાનો પણ ખુલાસો થયો છે. જો કે, પૈસા ન હોવાથી આતંકીઓ વધુ હથિયાર ખરીદી શક્યા નહીં. ત્રણેય આતંકવાદીઓ ઓનલાઈન હથિયારો ચલાવવાની ટ્રેનિંગ પણ લેતા હતા. તો ATSની એક ટીમે પશ્વિમ બંગાળમાં તપાસ કરીને પરત ફરી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
