અમિત શાહની જમ્મુ -કાશ્મીર મુલાકાતનો આજે ત્રીજો દિવસ, ખીર ભવાની માતાના દર્શન કરી, પુલવામાની લેશે મુલાકાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાશ્મીર પ્રવાસનો આજે ત્રીજો અને આખરી દિવસ છે. આજે સોમવારે જમ્મુ કાશ્મીર પ્રવાસના ત્રીજા દિવસે પુલવામા ખાતે જઈ શકે છે. આ પહેલા અમિત શાહે ગઈકાલ રવિવાર 24મી ઓક્ટોબરે જમ્મુની મકવાલ સરહદની મુલાકાત લીધી હતી.
Srinagar: ગૃહમંત્રી અમિત શાહની ( Home Minister Amit Shah) જમ્મુ -કાશ્મીર મુલાકાતનો આજે સોમવારે ત્રીજો દિવસ છે. આજે 25મી ઓક્ટોબરના રોજ અમિત શાહ ગંદરબલ જિલ્લા સ્થિત માતા ખીર ભવાનીના મંદિરે (Kheer Bhavani) દર્શન કરી શકે છે. દર્શન પછી, લગભગ 12 વાગ્યે SKICC માં, પ્રવાસન ક્ષેત્રના લોકોને મળશે. અને ત્યાંના લોકોને સંબોધિત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ આજે પુલવામાની પણ મુલાકાત લઈ શકે છે. પુલવામામાં અમિત શાહ સૈનિકોના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે અને ત્યારબાદ શ્રીનગર પરત ફરશે.
રવિવારે સરહદી વિસ્તારમાં રહેતા લોકોને મળ્યા હતા આ પહેલા ગઈકાલ રવિવાર 24મી ઓક્ટોબરના રોજ, પોતાની મુલાકાતના બીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહ ( Home Minister Amit Shah) જમ્મુના મકવાલ બોર્ડર પર પહોંચ્યા હતા. અમિત શાહ BSF જવાનોને મળ્યા અમિત શાહ સરહદ પર તકેદારી માટે બનાવવામાં આવેલા બંકરમાં પણ ગયા હતા. તેમણે સરહદ પર સૈનિકોની તહેનાતી અને તેનાથી સંબંધિત પડકારોન બાબતે જાણકારી મેળવી હતી. સૈનિકો અને અધિકારીઓ સાથે આ મુદ્દે ખુલીને વાત પણ કરી હતી. ગૃહમંત્રીએ અગાઉ જમ્મુમાં મકવાલ સરહદના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી. શાહ સરહદી વિસ્તારમાં રહેતા લોકોને પણ મળ્યા હતા. તેમની સાથે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ હાજર રહ્યાં હતા. અમિત શાહ બીએસએફના જવાનોને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા.
આતંકીઓ પર સેનાનો હુમલો ચાલુ છે એક તરફ ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ -કાશ્મીરના પ્રવાસે છે, તો બીજી તરફ જમ્મુ કાશ્મીરના પૂંછ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે છેલ્લા 15 દિવસથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાએ અહીં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીને ઠાર માર્યો હતો. તેનો મૃતદેહ જંગલોમાં મળી આવ્યો હતો. જ્યાં સેના અને પોલીસની સંયુક્ત ટીમ પર ફાયરિંગમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. સેનાએ ભાટા ધુરિયાનના જંગલોમાં ઓપરેશન માટે વધારાના સુરક્ષા દળો મોકલ્યા છે. સેનાના જવાનો આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સેનાને આશંકા છે કે અહીં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.
આ પણ વાંચોઃ
Indian Railway: ‘યાત્રી કૃપા કરી ધ્યાન આપે, યાત્રા દરમ્યાન જાણી લો લગેજને લાગતી ખાસ વાત’ લગેજને લઈને રેલ મંત્રાલયે આપી સલાહ, આ રીતે લો લાભ
આ પણ વાંચોઃ