Goa: CM મમતા બેનર્જી 28 ઓક્ટોબરે ગોવા જશે, પાર્ટીના વિસ્તરણ માટે રણનીતિ બનાવશે, જાણો શું છે પ્લાન

|

Oct 21, 2021 | 5:51 PM

ગોવા કોંગ્રેસના ઘણા નેતાઓ આગામી વર્ષે ગોવા વિધાનસભાની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. ગોવામાં મમતા બેનર્જી પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે અને પાર્ટીના વિસ્તરણ માટે રણનીતિ બનાવશે.

Goa: CM મમતા બેનર્જી 28 ઓક્ટોબરે ગોવા જશે, પાર્ટીના વિસ્તરણ માટે રણનીતિ બનાવશે, જાણો શું છે પ્લાન
Mamata Banerjee

Follow us on

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં સફળતા બાદ ટીએમસીએ (TMC) ત્રિપુરા અને આસામમાં પાર્ટીનું વિસ્તરણ શરૂ કર્યું છે અને હવે ટીએમસીની નજર ગોવા પર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી 28 ઓક્ટોબરે ગોવાની મુલાકાત લેશે.

ગોવા કોંગ્રેસના (Congress) ઘણા નેતાઓ આગામી વર્ષે ગોવા વિધાનસભાની ચૂંટણી (Goa Assembly Elections) પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. ગોવામાં મમતા બેનર્જી પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે અને પાર્ટીના વિસ્તરણ માટે રણનીતિ બનાવશે. તેઓ પાંચ દિવસ માટે ગોવાની મુલાકાતે આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બુધવારે, ઉત્તર ગોવા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ ઉલ્હાસ વાસનકર તેમના સમર્થકો અને કેટલાક સામાજિક કાર્યકરો સાથે TMC માં જોડાયા. તેમના સિવાય કોંગ્રેસ મહિલા વિંગના પૂર્વ મહામંત્રી પ્રિયા રાઠોડ પણ તૃણમૂલ કોંગ્રેસમાં ગયા છે. આ પહેલા ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા લુઇઝિનો ફલેરિયો પણ ટીએમસીમાં જોડાયા હતા.

ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ટીએમસીમાં જોડાયા હતા

ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લુઇઝિનો ફલેરિયો 29 સપ્ટેમ્બરે કોલકાતામાં તેમના સમર્થકો સાથે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. આ ઉપરાંત, તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીની આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા બદલ પ્રશંસા કરી હતી.

મમતા બેનર્જીની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસે પણ પોંડાથી શિવસેનાના બ્લોક પ્રમુખ વિનોદ બોરકરનું પાર્ટીમાં સ્વાગત કર્યું છે. પણજીમાં પાર્ટીના કાર્યાલયમાં યોજાયેલા કાર્યક્રમમાં બોરકર સાથે અન્ય કેટલાક લોકો ટીએમસીમાં જોડાયા હતા.

જાણો ગોવાનું રાજકીય સમીકરણ શું છે ?
ગોવામાં 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 40 સભ્યોના ગૃહમાં સૌથી વધારે 17 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપને 13 બેઠકો મળી હતી. જોકે કોંગ્રેસને હરાવીને ભાજપે પ્રાદેશિક પક્ષો સાથે જોડાણમાં વરિષ્ઠ નેતા મનોહર પર્રિકરના નેતૃત્વમાં સરકાર બનાવી. આ વખતે આમ આદમી પાર્ટીની સાથે શિવસેના, ટીએમસીએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં ટીએમસીએ ગોવામાં પણ તેના વિસ્તરણની શરૂઆત કરી દીધી છે.

 

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહ શનિવારે જમ્મુ-કાશ્મીરની 3 દિવસની મુલાકાતે જશે, ઓગસ્ટ 2019 માં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ મુલાકાત

આ પણ વાંચો : Farmers Protest: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ખેડૂતોએ ગાઝીપુર બોર્ડર ખાલી કરી, રાકેશ ટિકૈતે કહ્યું- અમે નથી રોક્યો રસ્તો

Next Article