ગૃહમંત્રી અમિત શાહ શનિવારે જમ્મુ-કાશ્મીરની 3 દિવસની મુલાકાતે જશે, ઓગસ્ટ 2019 માં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ મુલાકાત

અમિત શાહ એવા સમયે જમ્મુ -કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે, જ્યારે તાજેતરમાં જ ખીણમાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે અને 11 લોકો માર્યા ગયા છે.

ગૃહમંત્રી અમિત શાહ શનિવારે જમ્મુ-કાશ્મીરની 3 દિવસની મુલાકાતે જશે, ઓગસ્ટ 2019 માં કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ મુલાકાત
Amit Shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ-કાશ્મીરની 3 દિવસની મુલાકાતે છે. આ માટે તેઓ શનિવારે શ્રીનગર પહોંચશે. આ દરમિયાન તે સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે. સાથે પંચાયતના સભ્યો સાથે રાજકીય કાર્યકરોને સંબોધિત કરશે.

અમિત શાહ એવા સમયે જમ્મુ -કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે જ્યારે તાજેતરમાં જ ખીણમાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે અને 11 લોકો માર્યા ગયા છે. ઓગસ્ટ 2019 માં ઘાટીમાંથી કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહની જમ્મુ -કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હશે. મીડિયા અહેવાલો અનુસાર, ગૃહમંત્રીની મુલાકાત પહેલા ઘાટીમાં વાતાવરણને સામાન્ય બનાવવાનું દબાણ છે. ટાર્ગેટ કિલીંગ બાદ તણાવ દૂર કરવા માટે ઝડપથી પગલા લેવા અને તેને અંજામ આપનારા તત્વો સામે કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

જમ્મુ -કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતા સુનીલ શર્માએ કહ્યું કે, તેમને કહેવામાં આવ્યું છે કે શાહ શ્રીનગર પહોંચશે અને પછી જમ્મુ જશે. શર્માએ કહ્યું કે, તેઓ નવી દિલ્હી જતા પહેલા ફરી કાશ્મીરની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે તેમણે શાહના કાર્યક્રમ માટે તેમના જિલ્લા પ્રમુખોને બોલાવ્યા છે. શાહની મુલાકાત પર ભાજપની બેઠકમાં હાજરી આપ્યા બાદ તેમણે કહ્યું કે, ગૃહમંત્રી જમ્મુમાં એક રેલીમાં પણ હાજરી આપશે.

ઘાટીમાં સુરક્ષા કડક કરવામાં આવી
ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને ઘાટીમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. સુરક્ષા દળોએ ખાસ કરીને શ્રીનગરમાં તપાસ અને શોધખોળમાં વધારો કર્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે, સુરક્ષા દળોએ ઘાટીમાં 10 એન્કાઉન્ટરમાં 17 આતંકવાદીઓને નિષ્ક્રિય કર્યા છે. બુધવારે ઘાટીમાં બળવો વિરોધી ઓપરેશનમાં એક સૈનિક પણ શહીદ થયો હતો.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ જમ્મુ -કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલાના કાવતરાના સંબંધમાં 11 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા હેઠળ શ્રીનગર, બારામુલ્લા, પુલવામા, અવંતીપોરા, સોપોર અને કુલગામમાં શોધખોળ ચાલી રહી છે. અગાઉ, 10 ઓક્ટોબર એટલે કે રવિવારે પણ NIA એ જમ્મુ -કાશ્મીરમાં 16 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

NIA એ કુલગામ, બારામુલ્લા, શ્રીનગર, અનંતનાગમાં કાર્યવાહી કરી હતી. માહિતી અનુસાર, વોઈસ ઓફ હિન્દ મેગેઝિન સાથે જોડાયેલા કેસોમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) કમાન્ડર સજ્જાદ ગુલના ઘરે પણ દરોડા પાડ્યા હતા.

 

આ પણ વાંચો : Farmers Protest: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ખેડૂતોએ ગાઝીપુર બોર્ડર ખાલી કરી, રાકેશ ટિકૈતે કહ્યું- અમે નથી રોક્યો રસ્તો

આ પણ વાંચો : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થશે ઘટાડો ! સરકારે ભાવ ઘટાડા માટે તૈયાર કર્યો પ્લાન

Click on your DTH Provider to Add TV9 Gujarati